Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay Publisher: Naginbhai Paushadhshala View full book textPage 6
________________ સપાની દૃષ્ટિમાં ગ્રંથ અને ગ્રંથકાર __________ सर्वाञ्छित मोक्षफलप्रदायक श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः । ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી ગણિવર વિરચિત શ્રીસીમંધરજિનવિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનના વિવેચન ગ્રંથ સન્માર્ગોદનનું આલેખન કરતાં મને આ પુસ્તકમાં પ્રકાશિત થતા બન્ને ય ગ્રંથાની પ્રાપ્તિ થઈ છે. જેમાં પહેલા ગ્રંથ છે શ્રી હિતાપદેશમાળા.’ પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનવિમળરિ મહારાજે ૩૫૦ ગાથાના સ્તવનના ટખામાં સાક્ષી માટે ઠેર ઠેર હિતાપદેશમાળા થતા ઉપયાગ કર્યો છે. આ જોતાં મને તે ગ્રંથને મેળવવાની–જોવાની અત્યંત ઉત્કંઠા વધી, તે માટે મેં અનેક ભંડારામાં તપાસ કરી તેા મારી સામે માટે ભાગે જૈનેતર ‘હિતાપદેશ' ગ્રંથ ધરવામાં આવતા, કારણકે આ ગ્રંથ અપ્રકાશિત હેાવાના કારણે લોકના મેાટા ભાગ આ ગ્રંથથી તદ્દન અપરિચિત હતા. વિક્રમસંવત–૨૦૩૮નું અમારૂં ચાતુર્માસ પાટણ મુકામે થયું. ત્યાં આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જ્ઞાનમાઁદિરમાં સંગ્રહ કરાયેલી હસ્તલિખીત પ્રતામાં આ ગ્રંથરત્નની એ પ્રતા સંગ્રહાયેલી હતી. એક હતી મૂળ અને બીજી હતી સટીક.—મેં આ બન્નેય પ્રતા મેળવીને તે ગ્રંથનું વાંચન કર્યું. ગ્રંથની રચના અને તેમાં ગુંથાયેલા ભાવેાએ મારા હૃદયને આન્દ્વાતિ કર્યું. જેમ જેમ તે ગ્રંથ વાંચતા ગયા, તેમ તેમ તેમાં નિરૂપાયેલા વિષયેા જોઈને હૃદય પુલકિત બન્યું અને હૃદયના ઊંડાણમાં એક સૌંદર વિચાર ધારા પ્રગટ થઈ કે—આ ગ્રંથ જો પ્રકાશમાં લાવવામાં આવે તે અનેક ભવ્યાત્માઓને માટે ઘણા જ ઉપકારક બને ! આ વિચારથી તેની એક સુંદર નકલ કરી. ત્યારબાદ સટીક પ્રતના આધારે યથાશકય શુદ્ધ કરી અને તેને ગુજરાતી અનુવાદ પણ પૂ. પં. શ્રી વિચઋણ વિજયજી ગણિવર પાસે તૈયાર કરાવ્યો, જેના પરિણામે આ ગ્રંથ આજે પ્રકાશમાં આવી રહ્યો છે, એમ કહુ તે કરતા પણુ આ ગ્રંથરત્નના પ્રકાશ આપણા સુધી પહેાંચી શકયો અને આપણા સૌના આત્માને પ્રકાશિત કરી રહ્યો છે, તેમ કહેવું વધુ ઉચિત જણાય છે. હિતાપદેશમાળા ગ્રન્થરત્નના પરિચય – : આ ગ્રંથરત્નના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ મંગળાચરણ કરીને ભવ્યૂછવાને જૈનસિદ્ધાંત સાગરમાંથી ઉદ્ધૃત કરેલ હિંતાપદેશામૃત આપવાની પ્રતિજ્ઞાને જણાવીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 230