________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જ્ઞાનુસાર
अस्थिरे हृदये चित्रा वाङ्नेत्राकारगोपना।
पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ।।३।।१९।। અર્થ : ચિત્ત સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ...વેષાદિકને ગોપન કરવારૂપ ક્રિયા, કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનાર કહી નથી.
વિવેચન : જે સ્ત્રી હૃદયમાં પરપુરુષ પ્રત્યે રાગ ધારણ કરે છે અને બહારથી પોતાના પતિ પ્રત્યે પ્રેમ બતાવે છે. મીઠાં શબ્દો બોલે છે અને સેવા પણ કરે છે. તે સ્ત્રીને કુલટા કહેવામાં આવે છે...અસતી કહેવામાં આવે છે...તેના મીઠાં શબ્દો કે સેવા, તેનું કલ્યાણ કરી શકતા નથી.
એ રીતે જે મનુષ્યના હૃદયમાં પરપુદ્ગલની...બાહ્ય પદાર્થોની આસક્તિ છે, આ લોક અને પરલોકનાં પૌગલિક સુખોની સ્પૃહા છે, તે મનુષ્ય વાણીથી કે કાયાથી ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, તે ધર્મક્રિયાઓ તેનું કલ્યાણ કરતી નથી. હૃદયમાં સંસારની વાસના અને આચરણમાં ધર્મ રાખનારો મનુષ્ય કુલટા સ્ત્રી જેવો છે.
આવો મનુષ્ય ધર્મક્રિયાઓ દ્વારા પોતાની પૌદ્ગલિક સુખોની વાસના સફળ કરવાની આશા સેવતો હોય છે. તેનું મૌન કે તેની કાયાનું યોગધ્યાનમાં સંગોપન...બધું જ તેના આત્માના વિશુદ્ધિકરણમાં નિષ્ફળ જાય છે. તેના માનસિક સંતાપો ને ક્લેશો વધતા જ જાય છે.
“અમે પરમાત્માની પૂજા કરીએ છીએ, અમે પ્રતિક્રમણ સામાયિકનાં અનુષ્ઠાન કરીએ છીએ. અમે માળાજાપ કરીએ છીએ. છતાં અમારાં ચિત્તની અશાન્તિ કેમ દૂર થતી નથી? આ પ્રશ્ન આજે મોટા ભાગના ધાર્મિક ગણાતા વર્ગમાં પુછાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે, હૃદય પૌગલિક સુખોની આસક્તિ પાછળ ચંચળ બની ગયું છે. અસ્થિર બની ગયું છે. ધર્મ કરવો છે, પરંતુ પૌગલિક સુખોની આસક્તિ અલ્પ કરવી નથી.. આ પરિસ્થિતિમાં કરેલી ધર્મક્રિયાઓ કેવી રીતે કલ્યાણસાધક બની શકે? કેવી રીતે શુભ અધ્યવસાયો શુદ્ધ અધ્યવસાયો પ્રગટાવી શકે?
યાદ રાખો, જ્યાં સુધી ચિત્ત વિભાવદશામાં જ રમ્યા કરશે ત્યાં સુધી મહાન ધર્મક્રિયાઓ દ્વારા પણ આત્મસિદ્ધિ થવી અશક્ય છે અને આ રીતે ધર્મક્રિયાઓ કરવી તે કુલટા સ્ત્રીના આદરસત્કાર જેવી દંભક્રિયાઓ છે.
For Private And Personal Use Only