________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
Sાનસાર
वत्स! कि चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि?। निधिं स्वसन्निधावेव स्थिरता दर्शयिष्यति ।।१।।१७।। અર્થ : હે વત્સ, ચંચળ ચિત્તવાળો થઈ તું ભટકી ભટકીને કેમ ખેદ પામે છે? તારી પાસે જ રહેલા નિધાનને સ્થિરતા બતાવશે.
વિવેચન : તારું ચિત્ત ચંચળ બની ગયું છે? તારું ચિત્ત અસંખ્ય ચિંતાઓમાં ઘેરો સંતાપ અનુભવે છે, નહિ વા? તો પછી શા સારુ ગામેગામ ભટકે છે? શા માટે ઘેરઘેર ભટકતો ફરે છે? શા માટે પર્વતો-ગુફાઓ અને અટવીઓમાં ભમ્યા કરે છે? ત્યાંથી તને ખજાનો મળી જવાનો નથી..હજુ સુધી કોઈને મળ્યો નથી.. તારી સાથે ભટકી રહેલા અબજો જીવોને તું પૂછી જો. એ પણ તારા જેવા જ સંતપ્ત છે. હા, તને જે ખજાના જેવું લાગે છે, તે ખરેખર ખજાનો નથી. તેમાં સુખ અને શાંતિ આપનારી સંપત્તિ નથી.
અમારી તને મનાઈ નથી કે તું ખજાનો ન શોધ. પરંતુ ભલા! જ્યાં ખરેખર ખજાનો છે ત્યાં શોધ.. તું ચિંતા ન કર. અમે તને સ્થાન બતાવીએ છીએ. તું વિશ્વાસ રાખ...ધીરજ રાખ...સ્થિર બન, અને એ સ્થાને ખજાનો શોધવા પ્રયત્ન કર. તને તે ખજાનો મળશેએવો મળશે કે જે તારા હૃદયને આનંદથી ભરી દેશે. સંતાપોને શમાવી દેશે.
વાત એક છે : “સ્થિર બન. સ્થિર બનવું એટલે પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહાને મનમાંથી હાંકી કાઢવી અને આત્માના જ્ઞાનાદિ ગુણો તરફ મીટ માંડવી. બાહ્ય ધન-સંપત્તિ-કીર્તિ.. વગેરેને મેળવવાની દોડધામમાં અંતે જીવના દુર્ભાગ્યમાં ક્લેશ અને ખેદ જ હોય છે. તે વ્યાકુળ બની જાય છે. ચિત્તની વ્યાકુળતા જીવને જ્ઞાનમાં... પરમબ્રહ્મમાં મગ્ન થવા દેતી નથી...તેથી જીવ પૂર્ણાનન્દના શિખર તરફ પ્રયાણ કરી શકતો નથી...કદાચ પ્રયાણ કરે છે તો વચ્ચે જ તે અટકી જાય છે, પાછો પડી જાય છે; માટે સ્થિર બન. સ્થિરતા તારી પાસે રહેલો મહાન ખજાનો બતાવશે.
બાહ્ય પૌદ્ગલિક પદાર્થો પાછળ મનને ભટકતું અટકાવો. મન અટક્યું એટલે વાણી અને કાયા તો અટકી જ જવાનાં છે. મનને અટકાવવા માટે તેને આત્માની સર્વોત્તમ...અક્ષય... અનંત સમૃદ્ધિ બતાવો.
For Private And Personal Use Only