________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા
ज्ञानदुग्धं विनश्येत लोभविक्षोभकूर्चकैः ।
अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्या स्थिरो भव ।।२।।१८।। અર્થ : જ્ઞાનરૂપ દૂધ અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી કૂચા થઈ જાય છે, (લોભના વિકારરૂપ કૂચાથી) બગડી જાય છે, એમ જાણીને સ્થિર થા.
વિવેચન : કોઈ ભલી-ભોળા જીવો એમ કહે છે-“અમે આત્મજ્ઞાન પણ મેળવીએ અને બાહ્ય પૌગલિક સુખો માટે પણ પુરુષાર્થ કરીએ...” આવા ભૂલા પડેલાં જીવોને પરમપૂજનીય યશોવિજયજી મહારાજ એ ભૂલભરેલા માર્ગમાં રહેલી ખરાબીનું ભાન કરાવે છે.
દૂધભરેલા ભાજનમાં ખાટો પદાર્થ નાખવામાં આવે તો દૂધના ફોદાં થઈ જાય છે...કૂચા થઈ જાય છે. પછી એ દૂધ એના મૂળ સ્વરૂપમાં રહી શકતું નથી. તેથી એનું પાન કરનાર પણ તુષ્ટિ...પુષ્ટિ. બળ મેળવી શકતો નથી. બલકે રોગનો ભોગ બને છે.
જ્ઞાનામૃતથી ભરેલા આત્મભાજનમાં પદ્ગલિક સુખોની સ્પૃહા આવી પડતાં જ્ઞાનામૃતની પણ તેવી જ દશા થાય છે. તે જ્ઞાન જ્ઞાનસ્વરૂપે નથી રહેતું. તેમાં વિકાર આવી જાય છે...પછી એ જ્ઞાન આત્માની ઉન્નતિ.. -આબાદી કે વિશુદ્ધિ કરી શકતું નથી...બલકે આત્માને ઊંધી-અવળી સમજ આપી અવનતિ...બિરબાદીના ખાડામાં ધકેલી દે છે.
ભાજનમાં ઘણું દૂધ હોય અને અલ્પ ખટાશ નાખવામાં આવે તો પણ એ દૂધ બગડી જાય છે...આપણી પાસે તો દૂધ થોડું છે ને ખટાશ ઘણી છે...પછી તો દૂધની દુર્દશા જ ને! જ્ઞાન થોડું છે અને પૌગલિક સુખોની સ્પૃહા પારાવાર છે. તો શું એ જ્ઞાન જ્ઞાનરૂપે રહી શકે? માટે જ્ઞાનામૃતને...આત્મજ્ઞાનને જો સુરક્ષિત રાખવું હોય, આત્મજ્ઞાનને આત્મજ્ઞાનના સ્વરૂપે રાખવું હોય તો પરપુદ્ગલની આસક્તિને છોડવી જ જોઈએ; ચંચળતા-અસ્થિરતાને છોડવી જોઈએ... એ ખાટા પદાર્થ જેવી છે.
મંગ આચાર્ય પાસે જ્ઞાનામૃતનો કુંભ ભરેલો હતો. પરંતુ રસનેન્દ્રિયના વિષયોની સ્પૃહારૂપી ખટાશ તેમાં પડી ગઈ.ચંચળતા...અસ્થિરતા આવી ગઈ...જ્ઞાન જ્ઞાનસ્વરૂપે ન રહ્યું. એ જ્ઞાન દ્વારા તેમના આત્માને આરોગ્ય ન મળ્યું....તુષ્ટિ.પુષ્ટિ ન થઈ, આત્મા, દેવની દુર્ગતિમાં પટકાઈ ગયો...માટે સ્થિર બનો.
For Private And Personal Use Only