Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 45
________________ - ... આપણો જીવ એટલે આપણો આત્મા પોતાને, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હોય એવું ? દુનિયામાં આવું અંધારું ? છોકરું કાંખમાં (કેડમાં) તેડ્યું હોય અને કોઈ મા કહે “મારું છોકરું ક્યાં ગયું ?” તો છોકરું તો પોતાની પાસે જ છે પણ પોતે ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતે પોતાને ભૂલી ગયો છે. “હું કોણ છું ?” એ જડતું નથી, હાથ આવતું નથી એ જ અજ્ઞાન છે, અંધારું છે. એ અંધારું જાય કેવી રીતે ? એ જન્મમરણ ટળે કેવી રીતે ? જ્ઞાન મળવાથી અજ્ઞાનરૂપ અંધારું જાય અને જન્મમરણના ફેરા ટળે. હવે એ જ્ઞાન ક્યાં મળે ? જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય. ગુરૂવાણી ૦ ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74