________________
જેને સંયમની સાધનાનો રાગ હોય. સંયમનાં જેટલાં સાધન હોય, એના તરફ એને રાગ છે. એને આ જગતમાં ગમે તે વસ્તુ હોય, ઇન્દ્રાસન હોય કે માણેક હોય કે નીલમ હોય એ આત્મા કરતાં વધારે ઇષ્ટ નથી. એવા જીવો આ માર્ગનાં મધ્યપાત્ર થયા. તેઓ મહાભાગ્યશાળી કહેવાય.
જેને જીવવાની તૃષ્ણા નથી, પોતાનું લાંબુ આયુષ્ય હોય એવી જેને ઇચ્છા નથી અને બીજી બાજુ મરણ આવે તો ક્ષોભ કે ભય લાગતો નથી, કારણ કે તેઓ મરણને જીત્યા છે. એમને તણખલા જેટલી પણ તૃષ્ણા ન હોય, તેઓ પરમયોગ સાધનારા કહેવાય. એ ઉત્તમ ભૂમિકા કહેવાય. (પા. ૧૫ર)
મોક્ષમાર્ગ સમજાય ત્યારે સાવ સરળ છે. કારણ
ગુરૂવાણી ૨ ૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org