Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 73
________________ ન કે પોતાના ઘરની વાત છે. અત્યારે તો એ પોતાનું ઘર ચૂકી ગયો છે. અને પરમાં મશગુલ થયો છે. એ યથાર્થ સમજણ આવે તો સરળ છે. સમજાય નહીં ત્યાં સુધી એ દુર્ઘટ છે, મુશ્કેલ છે. એ મુશ્કેલ ન હોત તો આપણે ક્યારના મોક્ષે ચાલ્યા ગયા હોત. (પા. ૧૯૧) આપણે દર્શનમોહ ઉપર ઘા કરવાનો છે. દર્શનમોહને કાઢવાનો છે. એ રીતે આપણે શીખવી જોઈએ. એ સહેલી વાત નથી. આ દુનિયાની જેટલી વળગણા છે એ બધી છોડી દેવી જોઈએ, છોડી દેવી એટલે જંગલમાં જવું એમ નહીં, પણ અંદરથી જેને આપણા માન્યા છે મોહથી અને માયાથી એ મારાપણું છોડી દેવું જોઈએ. (પા. ૧૯૮) ગુરૂવાણી ૦ ૬૭ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74