________________
'E
જી
*
ઉપયોગ લક્ષણે સનાતન સ્કૂરિત એવા જીવને ગુણે, લક્ષણે અને વેદનપણે પહેલા જાણવો જોઈએ. એના ગુણ શું? લક્ષણ શું ? એનું વેદન કેવું હોય એ પહેલા ગુરૂ પાસેથી જાણવું જોઈએ. એ યથાર્થ બોધ જો તમને હશે તો કયું નિશાન પાડવું છે ? એ નિશાન કેમ પડે ? એનો તમને ખ્યાલ આવશે. માર્ગ મળશે, સમજાશે એટલે ઊંધી સમજણ-સ્વપ્નદશા છૂટી જશે. ઊંઘમાં રાત્રે જે સ્વપ્ન આપણને આવે છે તે આંખ ખૂલતાં જ પૂરું થઈ જાય છે અને આ સ્વપ્ન કાયમની આંખ મિંચાતા જ પૂરું થઈ જશે. ધ્યાન રાખજો, આ જિંદગી એ પણ એક સ્વપ્ન છે. કશું આપણું નથી. માત્ર હું, હું અને મારું, મારું એવો ખોટો અહંભાવ, મમત્વભાવ છે. આ અહંભાવ અને મમત્વભાવ મટી જાય એને અર્થે જ જ્ઞાનીઓસપુરૂષોનો બોધ હોય છે.
ગુરૂવાણી ૪ ૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org