________________
શાસ્ત્રોનું, આગમોનું જ્ઞાન કરવાનું શા માટે કહ્યું છે ? આપણી ભૂમિકા તૈયાર થાય માટે. આપણું જીવન શુદ્ધ થાય માટે કહ્યું છે. બાકી આ દેહ અને આ આત્મા એનો જો ભેદ આ મનુષ્યજન્મમાં ભાસ્યો નહીં તો ત્યાં સુધી આપણે જે પચ્ચખાણ કર્યા, વ્રતો લીધાં એ બધાં મોક્ષને માટે નથી થયાં, એથી ગતિ સારી મળે, એ કાંઈ નકામા નથી, પણ મોક્ષાર્થે થતાં નથી. પણ જો શાસ્ત્રો જાણીને, વ્રત, પચ્ચખાણ કરીને, પોતાના સ્વરૂપને જાણનારા પુરૂષ હોય એનો આશ્રય સાચા મનથી, ખરા ભાવથી કર્યો તો એ બધાં સાર્થક બને છે.
ગુરૂવાણી ૪ ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org