Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આ ગ્રંથના પ્રફવાચન વગેરેમાં અમને અમારા સહકાર્યકર અધ્યા. કે. કા. શાસ્ત્રીને તથા અધ્યા, રામભાઈ સાવલિયાને સક્રિય સહકાર સાંપડ્યો છે. અધ્યા. સાવલિયાએ વંશાવળીઓ, સંદર્ભ સૂચિ, શબ્દસૂચિ અને ચિત્રો તથા બ્લેક તૌયાર કરવા-કરાવવામાં અમને ઘણું સહાય કરી છે. •
ચિત્ર માટેના ફોટાઓ અથવા બ્લોક આપવા માટે તેમજ એના પ્રકાશનની અનુજ્ઞા આપવા માટે અમે તે તે સંસ્થા તથા વ્યક્તિના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. નકશાઓ તપાસી એના પ્રકાશનની મંજુરી આપવા માટે સર્વેયર જનરલ ઑફ ઈન્ડિયાને પણ આભાર માનીએ છીએ.
અનેક તજજ્ઞ વિદ્વાને વડે તૈયાર કરાયેલે ગુજરાતના ઇતિહાસને લગતા આ ગ્રંથ ૮ : “આઝાદી પહેલાં અને પછી (ઈ.સ ૧૯૧૫ થી ૧૯૬૦)” આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથની જેમ ગુજરાતના ઈતિહાસના રસિકેને તથા અભ્યાસીએને ઉપયોગી નીવડશે ને રાજ્ય સરકારના માતબર અનુદાનને લીધે ઘણી ઓછી કિંમતે મળી શકતા આ દળદાર સચિત્ર પ્રમાણિત ગ્રંથની પ્રતે ખરીદીને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ આ સમગ્ર ગ્રંથમાલાને સક્રિય આર્થિક પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ.
ભો. જે. વિદ્યાભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮ તા. ૭-૩-૧૯૮૭
હરિપ્રસાદ સં. શાસ્ત્રો પ્રવીણચંદ્ર ચિ. પરીખ
સંપાદકે