Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 9
________________ ઈતિહાસ, અર્વાચીન વિભાવના અનુસાર રાજકીય ઘટનાઓમાં સીમિત ન રહેતાં પ્રજાના સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાને આવરી લે છે. વળી ઇતિહાસના લેખનમાં ઉપયોગી નીવડે તેવી વધુ ને વધુ સામગ્રી હંમેશાં પ્રકાશમાં આવતી રહે છે. આથી ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ અદ્યતન સાધનસામગ્રીના આધારે સંકલિત રીતે નવેસર લખાય તેની લાંબા સમયથી જરૂર રહી હતી. ગુજરાત રાજ્ય સરકારે ૭પ ટકાના અનુદાનની આર્થિક સહાય દ્વારા આ પ્રવૃત્તિ માટે માર્ગ મોકળો કરી આપે ને ગુજરાતના ઇતિહાસના અન્વેષણ, સંશોધન અને નિરૂપણમાં સક્રિય રસ લેતા અનેકાનેક વિદ્વાનેના સક્રિય સહકારે આ યોજનાને સાકાર સ્વરૂપ અપાવ્યું. ગુજરાતના સર્વાગ, સંકલિત અને અદ્યતન ઇતિહાસના લેખન તથા પ્રકાશનની અમારી આ પ્રવૃત્તિને ગુજરાતના ઇતિહાસરસિક વ્યક્તિઓ તથા સંસ્થાઓએ સારું પ્રોત્સાહન આપ્યું છે ને આ ગ્રંથમાલાના ગ્રંથ ગુજરાતના ઈતિહાસના અનેક જિજ્ઞાસુઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડ્યા છે. આ ગ્રંથમાલામાં લેખકે પાસેથી પહેલેથી પૂર્વ પ્રાપ્ત અને પ્રકાશિત માહિતીની અપેક્ષા રાખવામાં આવેલી છે. પિતાને સોંપેલ લખાણ માટે નવેસર અનવેષણ કરવાની અપેક્ષા રાખી નથી. આથી આધુનિક ઈતિહાસમાં એવું ઘણું છે કે જેમાં હજી ઘણું અન્વેષણ, સંકલન અને સંશોધન કરવું બાકી છે. બીજુ, અમારે સૂચિત પ્રજનાની નિયત પૃષ્ઠસંખ્યા અનુસાર તે તે પ્રકરણની પૃષ્ઠસંખ્યા અંદાજવી પડી છે. તેથી ઘણાં લખામાં, વિપુલ માહિતી ઉપલબ્ધ હોવા છતાં ઘણું સંક્ષિપ્ત આપવું પડયું છે. વળી રાજકીય વિચારસરણીઓ તથા ધાર્મિક-સાંપ્રદાયિક માન્યતાઓ જેવી બાબતમાં લેખકે એ પ્રાયઃ પ્રકાશિત માહિતી પર અને કયારેક તજજ્ઞો પાસેથી પત્રવ્યવહાર દ્વારા મળેલી માહિતી પર આધાર રાખવો પડ્યો છે. કેટલાક વિષયમાં તૌયાર માહિતી ઉપલબ્ધ ન હોઈ અનેક સાધનેમાંથી લેખકોને માહિતી એકત્ર કરવી પડી છે, જે સંકલિત રૂપે અહીં પ્રથમવાર રજૂ થાય છે. આમાં લેખકે બને તેટલા તટસ્થ અને વસ્તુલક્ષી રહેવા તથા કેઈ પક્ષ કે સંપ્રદાયની લાગણી ન દુભાય તેની કાળજી રાખવા પ્રયત્નશીલ રહ્યા છે. હકીક્તની રજૂઆતમાં કઈ વિગત-દેષ આવી ગયા હોય ને તે તરફ તજ ધ્યાન ખેંચશે તે તે ભવિષ્યમાં તપાસ કરીને સુધારી લેવામાં આવશે, પરંતુ કોઈ લેખકે એ સમાજ, ધર્મસંપ્રદાય, સાહિત્ય કે કલા જેવા કેઈ વિષયમાં અમારી જાણ મુજબ કઈ રાગદ્વેષથી દેરાઈ લખ્યું નથી તેની ખાતરી આપીએ છીએ. અર્થઘટનની કે મૂલ્યાંકનની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ તે અપરિહાર્ય ગણાય.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 626