Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 10
________________ છતાં ઈતિહાસ એવો વિષય છે કે જેમાં હમેશા નવી નવી સામગ્રી મળતી રહે તે ઉપલબ્ધ માહિતીની રજૂઆતમાં હંમેશા સુધારાવધારા થયા કરે એટલું જ નહિ, અટકળે અને અર્થધટનમાં વૈવિધ્ય રહ્યા કરે. આથી આ ગ્રંથમાં રજૂ થયેલાં સર્વ વિધાનને હંમેશ માટે સુનિશ્ચિત ત તરીકે અપનાવી ન લેતાં નવાનવા સંશોધનના પરિપ્રેક્ષ્યમાં એમાં જરૂરી સુધારાવધારા કરતા રહેવાની દષ્ટિ રાખવી હિતાવહ ગણાય. અલબત્ત, આ ગ્રંથમાં બને ત્યાં સુધી સર્વ અગત્યનાં વિધાનને સંદર્ભોથી પ્રમાણિત કરવાની અને અર્થઘટનમાં બને તેટલા વસ્તુલક્ષી રહેવાની કાળજી રાખવામાં આવી છે. ઈતિહાસના ગ્રંથોનું, જ્ઞાનકેશના ગ્રંથોની જેમ, ચેડા થડા ગાળે, સંરકરણ કરતા રહેવાની જરૂર રહેવાની જ. આ ગ્રંથમાલા ગુજરાતીમાં લખાઈ હેઈ ગુજરાતી ભાષા જાણનાર વર્ગોને ઘણી ઉપયોગી નીવડી છે. પરંતુ ગુજરાતી ન જાણનાર ઈતિહાસઉસિકા મટે એનું હિંદી અને / અથવા અંગ્રેજી રૂપાંતર પ્રકાશિત થાય એ અતિ આવશ્યક છે. ગુજરાત રાજ્યના જિલ્લા સર્વ સંગ્રહ (ગેઝેટિયર) પહેલાં અંગ્રેજીમાં લખાયા ને હવે નવેસર ગુજરાતીમાં પણ લખાય છે, તેમ આ ગ્રંથમાલા પહેલાં ગુજરાતીમાં લખાઈ તે હવે અંગ્રેજીમાં લખાય એ ઈષ્ટ છે. નવ ગ્રંથોના સંસ્કારિત રૂપાંતર માટે તાત્કાલિક આર્થિક અનુદાનને પ્રબંધ ન થઈ શકે તેમ હોય, તે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કાલને લગતા ત્રણ ગ્રંથ સંક્ષિપ્ત સ્વરૂપે અંગ્રેજીમાં અને અથવા હિંદીમાં પ્રકાશિત થાય તે પણ આ ગ્રંથમાલામાં રજૂ થયેલ માહિતીને સાર બિન-ગુજરાતી સમાજના ઇતિહાસરસિકે તથા ઈતિહાસ-અભ્યાસીઓને સુલભ થાય. રાજ્ય સરકાર અમારા આ સૂચનને સ્વીકારી અનુદાનપાત્ર ગણવાનું માન્યા કરશે એવી આશા રાખીએ. આ ગ્રંથના લેખન તથા પ્રકાશનના ખર્ચ માટે અમને રાજ્ય સરકાર તરફથી ૭૫ ટકા અનુદાનની આર્થિક સહાય મળી છે તેને માટે અમે સરકારને ઘણે ઉપકાર માનીએ છીએ. રાજ્ય સરકાર વતી અગાઉ સામાન્ય વહીવટ ખાતાના ભાષાનિયામક વિભાગ તરફથી સક્રિય માર્ગદર્શન મળતું હતું તેમ હવે શિક્ષણ ખાતાની સાહિત્ય અકાદમી તરફથી મળતું રહ્યું તે માટે અમે અકાદમીના અત્યંત આભારી છીએ. ઇતિહાસના અનેક અભ્યાસીઓએ અમને આ ગ્રંથનાં પ્રકરણે તથા પરિશિષ્ટોનું પ્રદાન કર્યું છે તે માટે અમે તે સહુને પણ આભાર માનીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 626