Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 8
________________ પરિશિષ્ટમાં અન્ય પ્રદેશોમાં તથા વિદેશોમાં વસેલા ગુજરાતીઓને આ પરિચય આપવામાં આવ્યું છે. . કેળવણીને લગતા પ્રકરણ ૯ માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં આઝાદી પહેલાં અને પછી થયેલા વિકાસની સમીક્ષા કરાઈ છે. પૂર્વ-પ્રાથમિક શિક્ષણમાં કિન્ડરગાર્ટન તથા મોન્ટેસરી પદ્ધતિઓની પ્રવૃત્તિઓ નેંધપાત્ર છે. એના પરિશિષ્ટમાં ગ્રંથાલય-પ્રવૃત્તિના વિકાસની રૂપરેખા આલેખવામાં આવી છે. સાહિત્યને લગતા પ્રકરણ ૧૦માં સાહિત્યમાંના નવા પ્રવાહે તથા નવી દૃષ્ટિઓ, અન્ય ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદ અને ગુજરાતમાં ઇતર ભાષાઓમાં થયેલા સાહિત્ય-સર્જનની સમીક્ષા કરીને, પરિશિષ્ટમાં ગણનાપાત્ર સાહિત્યિક સંસ્થાઓને પરિચય આપવામાં આવ્યું છે. પ્રકરણ ૧૧ માં નિરૂપિત ધાર્મિક સ્થિતિમાં વિવિધ ધર્મ સંપ્રદાય ઉપરાંત સંતો અને ભક્તજનો અને ધાર્મિક સંસ્થાઓનું તેમજ નવી ધાર્મિક વિચારસરણીઓનું અવલોકન કરાયું છે. કલાઓને લગતા ખંડ ૪ માં પહેલાં (પ્રકરણ ૧રમાં) ચિત્રકલા, સંગીત, ગરબા, રાસ અને નૃત્યકલા, નાટયકલા અને લલિત કલાઓને લગતી સંસ્થાઓને અને પછી (પ્રકરણ ૧૩માં) સ્થાપત્ય અને શિલ્પને તેમજ હુન્નર કલાઓ અને લેકકલાઓને પરિચય આપવામાં આવ્યા છે. અહીં ગ્રંથનાં મુખ્ય પ્રકરણ પૂરાં થાય છે. પરંતુ આધુનિક કાલને લગતી ત્રણ પ્રવૃત્તિઓની સમીક્ષા આવશ્યક હેઈ, પત્રકારત્વ, પુરાતત્ત્વ અને મ્યુઝિયમ વિશે ખાસ પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. ગ્રંથ ૨ થી ૬ માં તે તે ગ્રંથના અંતે વંશાવળીઓ આપવામાં આવેલી. ગ્રંથ ૭ અને ૮ને લગતી વંશાવળીઓને ગ્રંથ માં આવરી લેવાનું યોજાયેલું. એ અનુસાર મરાઠા કાલના આરંભથી માંડીને દેશી રાજ્યોના વિલીનીકરણ સુધીની મહત્ત્વની રાજવંશાવળીઓ આ ગ્રંથમાં ગ્રંથ ૬ ના અનુસંધાનમાં સળંગ આપવામાં આવી છે. . એ પછી સંદર્ભ સૂચિ સામાન્ય તથા પ્રકરણવાર અગાઉના ગ્રંથોની જેમ આપેલી છે ને અંતે વિશેષ નામોની શબ્દસૂચિ અકારાદિ ક્રમે આપવામાં આવી છે. - ગ્રંથના અંતે આપવામાં આવેલ આલેખે તથા ફેટા સિક્કાઓ, સ્મારકે, શિલ્પકૃતિઓ, ચિત્ર, લલિત કલાઓ, હુન્નર કલાઓ તથા નામાંકિત વ્યક્તિઓને - સચિત્ર સાક્ષાત્કાર કરવામાં ઉપયોગી નીવડશે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 626