Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ આ ગ્રંથ ગુજરાતના અર્વાચીન ઇતિહાસના બે તબક્કાને આવરી લે છેઃ ૧. ગાંધીજીના આગમન(ઈ. સ. ૧૯૧૫)થી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) અને ૬, સ્વાતંત્ર્ય-પ્રાપ્તિથી ગુજરાત રાજ્યની સ્થાપના(૧૯૬૦). આ ઈતિહાસ એવા આધુનિક કાલને સ્પર્શે છે, જેને અનેક વ્યક્તિઓએ સાવૅત પ્રત્યક્ષ નિહાળે હેય. પહેલા તબક્કામાં આઝાદી માટે પુરુષાર્થ અને બીજા તબક્કામાં પ્રાદેશિક રાજ્યની સ્થાપના માટે પુરુષાર્થ ધબકે છે. આઝાદી પહેલાંના તથા આઝાદી પછીના નજીકના તબક્કાના ઈતિહાસે વર્તમાન ગુજરાતના ઘડતરમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે. ખંડ ૧ : પ્રાસ્તાવિકમાં આ કાલના ઈતિહાસને લગતી વિવિધ સાધન સામગ્રીને પરિચય આપવામાં આવ્યા છે, જેમાં સરકારી દફતરે, વસ્તી–ગણતરીના અહેવાલે, ગેઝેટિયરો અને વર્તમાનપત્રો તથા સામયિકે જેવા નવા પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે. ખંડ ૨ઃ રાજકીય ઈતિહાસમાં બ્રિટિશ મુલકમાંની રાજકીય જાગૃતિ, રાજકીય પક્ષ, રચનાત્મક પ્રવૃત્તિઓ તેમજ અગ્રગણ્ય દેશી રાજ્યોને ઈ. સ. ૧૯૪૭ સુધીને પરિચય આપી, ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ ના રાજકીય ઈતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે. સ્થાનિક પ્રશ્નો અંગેના સત્યાગ્રહમાં તેમજ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટેના સત્યાગ્રહમાં ગુજરાતની પ્રજાનું પ્રદાન ગૌરવાસ્પદ છે. એમાં મહાત્મા ગાંધીજી સમસ્ત રાષ્ટ્રમાં જાગૃતિ લાવી રાષ્ટ્રપિતા ગણાયા અને સરદાર પટેલ દેશી રાજ્યના વિલીનીકરણ દ્વારા રાષ્ટ્રિય ઐકયના ઘડવૈયા ગણાયા એ ખાસ નોંધપાત્ર છે. સ્વાતંત્ર્યોત્તર ઈતિહાસમાં ગુજરાત રાજયની સ્થાપના માટેનાં પરિબળાની સમીક્ષા મહત્વની છે. રાજ્યતંત્ર બ્રિટિશ શાસન નીચેના જિલ્લાઓમાં તથા દેશી રાજ્યમાં ૧૯૪૭ સુધી કેવું હતું ને ૧૯૪૭ થી ૧૯૬૦ સુધી એમાં કેવાં પરિવર્તન આવ્યાં તે પ્રકરણ ૬માં નિરૂપાયું છે. એના પરિશિષ્ટમાં બ્રિટિશ રાજ્યના, દેશી રાજ્યના અને પ્રજાસત્તાક ભારતના સિક્કાઓને સંક્ષિપ્ત પરિચય અપાય છે. - ખંડ ૩ઃ સામાજિક સ્થિતિ(પ્રકરણ ૭)માંના નિરૂપણમાં દલિત વર્ગોના અભ્યદય તથા સામાજિક સુધારાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ નોંધપાત્ર છે. આર્થિક સ્થિતિ(પ્રકરણ ૮)ના નિરૂપણમાં ખેતી, વેપાર, બંદરો, વાહનવ્યવહાર, બે કે, વિમો અને વિવિધ ઉદ્યોગોમાં થયેલ વિકાસની સમીક્ષા કરવામાં આવી છે. એના -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 626