Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ પ્રસ્તાવના ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની સચિત ગ્રંથમાલાને આ અંતિમ ગ્રંથ પ્રકાશિત થતાં અમે કૃતકૃત્યતા અનુભવીએ છીએ. ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી બળવંતરાય મહેતાના પ્રોત્સાહનથી ભો. જે. વિદ્યાભવને ૧૯૬૭માં આ ગ્રંથમાલાની યોજના ઘડી ને રાજ્ય સરકારે એને ૭૫ ટકાના અનુદાનની આર્થિક સહાય કરવાનું મંજૂર કર્યું, ગ્રંથ ૧માં ઇતિહાસની પૂર્વભૂમિકા રૂપે ગુજરાતની પ્રાગૈતિહાસિક તથા આઘ–એતિહાસિક સંસ્કૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. ગ્રંથ ૨ માં મૌર્યકાલથી ગુપ્તકાલ, ગ્રંથ ૩ માં મૈત્રક અને અનુ-મૈત્રક કાલ, ગ્રંથ માં સોલંકી કાલ, ગ્રંથ ૫ માં સલ્તનત કાલ, ગ્રંથ માં મુઘલકાલ અને ગ્રંથ ૭ માં મરાઠા કાલનાં રાજકીય ઈતિહાસ, રાજ્યતંત્ર, સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ, ધર્મસંપ્રદાયે, સ્થાપત્યકીય સ્મારકે, શિલ્પકૃતિઓ, ચિત્રકલા ઇત્યાદિનું નિરૂપણ કરાયું. બ્રિટિશ કાલને લગતી માહિતી અતિવિપુલ હેઈ ગ્રંથ ૮ માં ઈ. સ. ૧૯૧૪ સુધીના ઇતિહાસને આવરી લઈ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૪૭ સુધીને ઈતિહાસ ગ્રંથ માં લેવામાં આવ્યું, જેમાં એ પછી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) થી ગુજરાત રાજ્યની સ્થાપના(૧૯૬૦) સુધીના સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસને પણ સમાવેશ કરાયે. છેલ્લા બે ગ્રંથોમાં કેળવણું, મુદ્રણકલા, પત્રકારત્વ, હુન્નરકલાઓ, પુરાતત્ત્વની પ્રવૃત્તિ, મ્યુઝિયમ ઇત્યાદિ કેટલાક નવા વિષય ઉમેરાયા. આ ગ્રંથમાલાના ગ્રંથ કેઈ એકાદ વિદ્વાને લખ્યા નથી, પરંતુ દરેક ગ્રંથનાં પ્રકરણ તથા પરિશિષ્ટ તે તે વિષયના તજાએ તૈયાર કર્યા છે ને સંપાદકોએ તે તે લખાણની પૃષ્ઠસંખ્યા નિયત કરી તે સંદર્ભગ્રંથો તથા સંદર્ભ લેખેથી પ્રમાણિત રહે ને તેમાં પાટી વગેરેની એકધારી પદ્ધતિ જળવાય તથા વંશાવળીએ. વિગતવાર સંદર્ભ સૂચિ અને શબ્દસૂચિ અપાય તેમજ જરૂરી આલેખે તથા ફોટાઓ વડે લખાણું સચિત્ર બને તેની કાળજી રાખી છે. આ સમગ્ર ગ્રંથમાલાની સફળતાને યશ એ સહ તજજ્ઞ વિદ્વાનોના સક્રિય સહકારને તથા રાજ્ય સરકારની આર્થિક સહાયને ઘટે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 626