Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai Publisher: Mohanlal Dalichand Desai View full book textPage 6
________________ નાથની ત્યાં સેવા કરી અનંત સુખ મેળવે. આ પ્રમાણે દેશના પૂરી થઇ. આ સાંભળી રત્ન શ્રાવકે હષત થઈ સભાની મધ્યમાં એવા અભિગ્રડ ( નિયમ શેિષ ) લીધે કે, જ્યાં સુધી સંધ ( લઇ ગિરિનાર નેમિજિનને ભેટું નહિ ત્યાં સુધી મારે માજી પાંચ વિકૃતિ ( વિગય ) ના ત્યાગ છે, ભૂમિપર શયન, બ્રહ્મચર્યનું સેવન, અને એક વખત આહારનુ ગ્રહુણ છે. સંઘ લઈ જવાનુ હૃત્ત લઈ કાત્રી સર્વત્ર મેકલાવી અશ્વ, ગજ, રથ અને સૈન્ય લઈ વાજતેગાજતે સંઘ લઇ, રત્ન શ્રાવકે પ્રયાણ કર્યું. સઘ સાથે ક્રોડાધિપતિ વણિકા, અને દેરાસરો, ગંધવી, ભાટ, ચમતળાવ એટલે પાણીની મસકેા વગેરે સર્વ લઇ, ગુરૂ સહિત માર્ગે ચાલતાં ચાલતાં રાલાતાલા ગિરિ કુશલક્ષેમ તે આવી પહોંચ્યા. એવામાં એવુ બન્યુ* કે, એક વિકાલ કુરૂપી પ્રેત અતિશ્યામ રૂપને,-અર્ધ મનુષ્ય અને અર્ધસિંહ–ના દેહવાળે આવી, સર્વ લકને બીવરાવવા લાગ્યા, અને મારી સરત પાળ્યા વગર જો કોઇ એક ડગ પણ ભરશે તે યમપુરમાં પહેોંચાડી હૃઇશ એમ એલવા લાગ્યા. સ`ઘ ભયભીત બન્યા. સરત જાણુવા માંગી તે પ્રેતે જણાગ્યું કે, ‘ મને જો સધમાંથી એક પ્રધાન પુરૂષ આપે! તે સંઘને જવા દઉં, ’–આ વાતની રત્ન સંઘપતિને ખબર પડી કે તુરતજ તેણે જણાવ્યુ કે, ‘કોઇ પણ ફ઼િકર કરતા ના હું આ સ્થાનકે રહી પ્રેતને મારૂ શરીર સોંપવા તૈયાર છું. તમે સા સઘ સુખેથી જઇ નેમિ પ્રભુનાં દર્શન કરો. ’–આથી સ‘ઘના કેટલાક તે સરત પોતે બજાવશે, એમ કહેવા લાગ્યા. રત્નના નાના બે ભાઈ મદન અને પૂરણ પેાતાને તે કાર્ય સોંપવાનું વિનવવા માંડયા, સતી સ્ત્રી પદ્મિની વિલાપ કરી એ ઉપસર્ગ પ્રાતે સહન કરવા તૈયાર છે એમ પુકારી કહેવા લાગી, ત્યારે પુત્ર કાસલ પિતાને પદલે પોતે પ્રાણ પેશે એવુ ખેલ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60