Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai Publisher: Mohanlal Dalichand Desai View full book textPage 9
________________ મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઈ સ્થાપિત કરી, અને તે ઉપરાંત બીજાં ત્રણ બિંબને ઇ દેવતાઓ પાસે તે ચિત્યના મધ્યમાં સમ વસરણમાં સ્થાપિત કરાવ્યા. તે ગિરિના ચિત્યમાં અવકનવાળા (ખુલ્લા) ઊપરના રંગમંડપમાં અંબાની મૂર્તિ અને બલાનકમાં શાબની મૂર્તિ છે. તેની જ જેવું બીજું ચિત્ય નેમિપ્રભુના નિઃ સ્થાને પૂર્વ સન્મુખ ઇદ્ર નિર્માણ કર્યું હતું. ઇંદ્ર કરેલા બાર બલાનકમાં રહીને મેઘાત દેવ પ્રભુનું અર્ચન કરતા હતા. નેમીશ્વર પ્રભુની ૩પમી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી) રહી. તે લેપમય મૂર્તિનો નાશ થયે સતે અંબા દેવીને આદેશથી અને રતન નામના શ્રાવકે જ્યાં પશ્ચિમ સામુ (નવું) ચિત્ય સ્થાપ્યું. કાંચન બલાકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સુતરના તાંતણા વડે ખેંચીને આ (આજ કાળે વિદ્યમાન) બિંબ અહીં આણ્યું. ત્યાર પછી કલિકાલમાં જિનશાસન દીપક શ્રાવકે અનેક થયા છે, તે પૈકી ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહને પ્રધાન મંત્રી નામે સજજને બાર વરસની સેરઠની બધી કમાઈ ખચી નાખી નેમિપ્રસાદને ઉદ્ધાર કર્યો, રાજા સિદ્ધરાજે આખરે તે જોઈ પ્રશંસા કરી. (સરખા ગિરિનાર કલપને ભાગ– યાકુડી અમાત્ય અને સજજન દડેશ પ્રમુખ અનેક ઉત્તમ જને એ નેમીશ્વર પ્રભુના ચૈત્યને ઉદ્ધાર કર્યો છે. પછી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે મંત્રીઓએ જૈન ધર્મને દીપાવ્યું અને એવાં કાર્યો કર્યા કે જે છએ દર્શનવાળા એને ભાવ્યાં. શત્રુંજય પર અઢ૨ કેડ અને બાણું લાખ, ગિરિનાર પર બાર કેડ અને એસી લાખ; આબુ ઉપર લુણગવસહી નામે પ્રાસાદ કરાવવામાં બાર કેઠ ત્રેપન લાખ દ્રવ્ય ખચ્યાં, ૧૨૪ જિનપ્રાસાદ બંધાવ્યાં, ૨૩૦૦ કર્ણ પાસાદને ઉદ્ધાર કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60