________________
૧૫
ગણિત કોયડા
(૭૦) મિત્ર હતા જણ બેય, તેહ કહે રમવા જાવું; એકે સવા શેર, ખંતથી લીધું ખાવું. બીજે પોણો શેર, ત્રીજો જણ તેમાં ભળીઓ: પૈસા આપી વીસ, રાજી થઈ પંથે પળીઓ. વીસ પૈસા એ વહેચવા, તે તો કૌતુક સારખું, કવિ શામળ સુજન સમજશે, પંડિત કરશે પારખું
(૭૧) બે જણ બોર વેચતા હતા. તેમાં એક પૈસાનાં ૨ વેચતો હતો અને ત્રીજો પૈસાનાં ૩ વેચતો હતો. એવામાં કોઈ કામપ્રસંગે તે બંનેને જવાનું થયું, એટલે ત્યાં બેઠેલા ત્રીજા જણને તેમણે પોતાની પાસે રહેલાં ૩૦, ૩૦ બોર ભળાવી દીધા અને ૨ પૈસાનાં પ લેખે વેચવાનું કહ્યું હવે પેલાએ બધાં બોર એ ભાવે વેચી નાખ્યાં, તો તેને ૨૪ પૈસા ઊપજ્યા. એવામાં પેલા બે માણસો પાછા આવ્યા અને હિસાબ માગ્યો. હવે તેમના હિસાબે પહેલાને ૧૫ અને બીજાને ૧૦ મળવા જોઈએ, પરંતુ પૈસા ૨૪ હતા, તો એક પૈસો ક્યાં ગયો ?
(૭૨) સાથેના ચિત્ર મુજબ ૧૨ દિવા
એ જ રીતે સળીથી ચાર ચોરસ બનેલા છે. હવે તેમાંથી ૩ દીવાસળી ઉપાડી લઈને એવી રીતે મૂકો કે ત્યાં ૩જ ચોરસ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org