Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ ગણિત કોયડા (૧૫૧) ખોટી નોટ એક શરાફ બગીચામાં ફરવા ગયો. ત્યાં તેને ૧૦ રૂપિયાની એક નોટ જડી. તેણે પોતાની ડાયરીમાં તેનો નંબર નોંધીને પોતાની પત્નીને ઘેર મૂકવા આપી. તેની પત્નીને યાદ આવ્યું કે આજે દૂધવાળાને રૂ. ૧૦ આપવાના છે, એટલે તે નોટ દૂધવાળાને આપી. દૂધવાળાએ તેનો ઉપયોગ એક ખેડૂત પાસેથી ગાય ખરીદવામાં કર્યો. તે ખેડૂતે પોતાના લેણદાર વેપારીને તે નોટ આપી અને તે વેપારીએ સુથારને આપી. સુથારને તે દિવસે શરાફને ત્યાં પૈસા ભરવાના હોવાથી પેલા શિરાફને ત્યાં જ ભરી. હવે શરાફે ઝીણવટથી જોયું તો તે નોટ ખોટી નીકળી. ત્યારે આ બધી વાતમાં કોની શું સ્થિતિ રહે? અને કોણ શું ગુમાવે ? (૧૫૨) કેટલી ગાડીઓ મળે? ઝમકુમાએ સુરતના સ્ટેશન પર ગાર્ડને પૂછ્યું કે અહીથી મુંબઈ પહોંચતાં કેટલો સમય લાગશે?” ગાર્ડે કહ્યું : “પાંચ કલાક.” ડોસીએ તે સાંભળીને બીજો પ્રશ્ન પૂછ્યો અને રસ્તામાં કેટલી ગાડીઓ મળશે ?” ગાર્ડ આ વિચિત્ર પ્રશ્ન સાંભળીને જરા ખચકાયો, પણ હાજરજવાબી હોવાથી તેણે એવો ઉત્તર આપ્યો કે “સુરતથી મુંબઈ અને મુંબઈથી સુરત એકીસાથે ગાડી ઊપડે છે ને ત્યાર પછી દર એક કલાક ને પાંચ મિનિટે બીજી ગાડી ઊપડે છે. સમજ્યાં ?” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130