________________
ગણિત કોયડા નવીન પાસે અધાં રૂપિયા હોત તો બધા પાસે સરખી રકમ થાત. હવે બધા ભાઈઓએ બચાવેલી રકમ રૂ. ૪૫ છે, તો દરેક ભાઈએ કેટલી રકમ બચાવી હશે ?
(૧૫૭) ધીમી અને ઉતાવળી ઝડપ એક વખત પ્રાણજીવન ભાઈ કામપ્રસંગે મુંબઈથી સુરત ગયા. તે વખતે આગગાડી ધીમી ચાલે એક કલાકના ૨૦ માઈલ ચાલી હતી અને ઝડપી ચાલે એક કલાકના ૩૦ માઈલ ચાલી હતી. મુંબઈથી સુરત વચ્ચે ૧૭૦ માઈલનું અંતર હતું અને ૩૦ સ્ટેશનો થયાં હતાં તથા દરેક સ્ટેશને ગાડી બબ્બે મિનિટ થોભી હતી. હવે તેમને મુંબઈથી સુરત પહોંચતાં ૭ કલાક લાગ્યા, તો આગગાડી ધીમી ચાલે કેટલો વખત ચાલી હશે અને ઉતાવળી ચાલે કેટલો વખત ચાલી હશે?
(૧૫૮) 1. પૂજારી-સેવકની વહેંચણી
૯ પૂજારીઓએ અને ૩ સેવકોએ પોતાની પાસેના પૈસા સરખા ભાગે વહેચી લેવાનો નિશ્ચય કર્યો. દરેક પૂજારીએ એકસરખી અમુક રકમ ૩ સેવકોને આપી અને ૩ સેવકોએ એકસરખી અમુક રકમ ૯ પૂજારીઓને આપી. એથી દરેકની પાસે સરખી રકમ થઈ ગઈ, તો દરેક પાસે ઓછામાં ઓછા કેટલા પૈસા હશે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org