Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ (૧૬૨) ભગાકાકાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ખાણ ૩ ફૂટ-૬ ઈંચ ખોદાયેલી હશે, જેથી જીવો ખાણ બહા૨ ૩ ફૂટ ને ૪ ઈંચ બહાર દેખાતો હશે. ૫ ફૂટ ૧૦ ઈંચ-૩ ફૂટ ૬ ઈંચ=૨ ફૂટ ૪ ઈંચ. હવે બીજી છ ફૂટ ખોદાય ત્યારે જીવો જમીનની સપાટીથી ૪ ફૂટ અને ૮ ઈંચ અંદર જાય, એટલે કે તેનું શ૨ી૨ જેટલું બહાર દેખાતું હતું, તેનાથી બમણું ઊંડું હોય. (૧૩) ગણિત કોયડા વિનોદ સને ૧૯૧૬માં જન્મ્યો હતો, એટલે સને ૧૯૩૨માં તેની ઉંમ૨ ૧૬ વર્ષની હતી. દાદાનો જન્મ સને ૧૮૬૬માં થયો હતો, એટલે સને ૧૯૩૨માં તેમની ઉંમ૨ ૬૬ વર્ષની હતી. આમ બંનેની ઉંમ૨ પોતાની જન્મસાલના છેલ્લા બે આંકડા જેટલી હતી. (૧૬૪) તેણે ૨૯ના આંકવાળી ટોપલી વેચવા ધારી હશે. બાકી રહેલી પાંચ ટોપલીઓ પૈકી ૫, ૧૨ અને ૨૩ના આંકવાળી ટોપલીમાં સફરજન હશે કે જેમની કુલ સંખ્યા ૪૦ થાય છે અને ૬ તથા ૧૪ના આંકવાળી ટોપલીઓમાં દાડમ હશે કે જેમની સંખ્યા કુલ ૨૦ થાય છે. આ રીતે દાડમ કરતાં સફરજનની સંખ્યા બમણી રહે છે. આ ફૂટપ્રશ્નમાં એક વાત નક્કી છે કે એક ટોપલી વેચાયા પછી જે સંખ્યા રહે છે, તેના એક ભાગ ક૨તાં બીજો ભાગ બમણો છે, એટલે તે એવી સંખ્યા હોવી જોઈએ કે જેને ત્રણથી ભાગી શકાય. આ રીતે શરૂઆત કરીએ તો કુલ સંખ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130