________________
૩૨
ગણિત કોયડા (૧૨૯)
વિમાની સફર એક વિમાનને ૩ થી ૪ સુધી જતાં એક કલાક અને ૨૦ મિનિટ લાગે છે, પરંતુ પાછા ફરતાં ૮૦ મિનિટ લાગે છે, તેનું કારણ સમજાવશો?
(૧૩૦) એકમાંથી એક બાદ જ ન થાય ! ૧માંથી ૧ બાદ જાય તો બાકી ૦ રહે, એટલે કે કંઈ ન રહે એવી આપણી સામાન્ય સમજ છે, પણ ૧માંથી ૧ બાદ જ ન થઈ શકે, એ કેમ બને?
(૧૩૧)
લગ્ન માટેનો સામાન એક ખેડૂત લગ્ન માટે કેટલાક સામાન ખરીદવા પાસેના શહેરમાં ગયો. ત્યાં એક મણિયારની દુકાનેથી ૮ રૂપિયામાં ૨ વીઝણા, ૪ દર્પણ અને ૬ કંકાવટીઓ લઈ આવ્યો. ઘેર આવતાં પાડોશીઓએ પૂછ્યું કે “તમે દરેક વસ્તુ શા ભાવે લાવ્યા ?” ખેડૂતે કહ્યું કે “ એવી તો ખબર નથી, પણ એક વીંઝણાની કિંમત ૨ દર્પણ અને ૩ કંકાવવટી જેટલી છે અને ૨ દર્પણની કિંમત ૩ કંકાવટી જેટલી છે.”
આ જવાબ સાંભળીને પાડોશીઓએ દરેક વસ્તુની કિમત જાણી લીધી. તમે જાણી શક્યા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org