________________
8 પ્રાકકથન છે
પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિજીએ શ્રી આવશ્યક સૂત્રની રચના કરી, તેની ઉપર શ્રુતકેવલી મહાયોગી શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજાએ નિર્યુક્તિની રચના કરી.
એ આવશ્યક સૂત્રની નિયુક્તિમાં સામાયિક આવશ્યકની નિયુક્તિ ઉપર સિદ્ધાન્તપાક્ષિક આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ લગભગ ચાર હજાર લોકપ્રમાણ અર્થસભર વિવેચનાવાળું શ્રી વિશેષાવશ્યકભાષ્ય રચ્યું અને વિદ્વત્તાપૂર્ણ સર્વાગપૂર્ણ ટીકા રચી.
તે ભાષ્યની અપેક્ષાએ અત્યંત નાનો છતાં ય લગભગ ૪૭૫ શ્લોક (ગાથા) પ્રમાણ ગણધરવાદ નામે એક વિભાગ છે.
સર્વજ્ઞ પરમાત્મા ચરમતીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરસ્વામિજી આપણા આસન ઉપકારી છે. શ્રાવણ-ભાદરવામાં તે પ્રભુનું એક પણ કલ્યાણક ન હોવા છતાં પર્યુષણા મહાપર્વના પાવન દિવસોમાં શ્રી કલ્પસૂત્રના માધ્યમે પ્રભુનું સંપૂર્ણ જીવન ચરિત્રનું વાંચન કરાય છે.
તેમાં એક વ્યાખ્યાન ગણધરવાદ નામનું પણ છે. જો કે આ વ્યાખ્યાન સમય અને સંયોગની અપેક્ષાએ ખૂબ ટુંકાણમાં કરાવાય છે, છતાં પ્રભુનું જન્મવાંચન જે હર્ષ-ઉલ્લાસથી શ્રવણ કરાય છે તેટલા જ આનંદ અને ઉલ્લાસથી શ્રદ્ધાળુ પુણ્યાત્માઓ આ ગણધરવાદનું વ્યાખ્યાન શ્રવણ કરે છે.
કારણ.. કલિકાલના વિષમ વાતાવરણે અર્થોપાર્જનલક્ષી ભણતરના કારણે વીતરાગપરમાત્મા કે પૂર્વાચાર્ય ભગવંતોના આગમ-શાસ્ત્ર ગ્રંથો પ્રત્યે જે શ્રદ્ધા હતી તે હવે ટી.વી, રેડીયો કે અખબારો ઉપર જ કેન્દ્રિત બની ગઈ છે.
પરિણામે બહુજન-માનસમાં અશ્રદ્ધાનાં બીજ (૧) આત્મા નથી, (૨) સ્વર્ગ-નરક નથી, (૩) પૂર્વભવ કે પુનર્ભવ નથી, (૪) કર્મ નથી, (૫) પુણ્ય-પાપ નથી ઈત્યાદિ રૂપે હવાઈ ચૂક્યાં છે, વણાઈ ચૂક્યાં છે.
આવા વિકટ સમયે પ્રકાશિત થતો આ ગ્રન્થનો અનુવાદ વિચારક વિદ્વાનોના હૈયામાં શ્રદ્ધારૂપ મશાલમાં તેલ સિંચનનું કાર્ય કરે છે.
કારણ કે આ અને આવા બીજા સંશયો તે કાળના સર્વરૂપે ગણાતા મહાવિદ્વાન શ્રી ઈન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણ મહાપંડિતોના હૈયાના એક ખૂણામાં છૂપાયેલા હતા. જો કદાચ