Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
એક ચાંદલાવાળાથી છેતરાયેલ ‘ચાંદલાવાળા ચોર હોય' એમ બોલે તો.તેનાથી ત્રણેય કાળના ચાંદલાવાળાની હીલના થાય છે એમ અરિહંતાદિ તેરમાંથી એકના અવિનયમાં પણ સર્વનો અવિનય થાય છે. અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન ગુરુની આશાતના આશ્રિતના ગુણોને બાળી નાખે છે. શક્તિ નામના દૈવી શસ્રનો અગ્ર ભાગ, અગ્નિ, સર્પના ક્રોધ અને સિંહના ક્રોધ કરતાં પણ ગુરુની હીલના વધારે ભયંકર છે. માટે એકાદ પણ ગાથા વગેરે આપનાર વિદ્યાગુરુનો મન-વચન-કાયાથી કાયમ વિનય કરવો જોઈએ. ગ્રંથકારશ્રી અહીં એક મહત્ત્વની વાત જણાવે છે કે માત્ર ભણતી વખતે વિદ્યાગુરુનો વિનય કરે પરંતુ ગ્રંથ પૂરો થઈ ગયા પછી વિદ્યાગુરુનો વિનય-ભક્તિ-બહુમાન ન કરે તો કુશલાનુબંધ -પુણ્યાનુબંધ નાશ પામે. આ બાબત દરેક મુમુક્ષુ-મુનિઓએ ધ્યાનમાં રાખવા જેવી છે. (ગા.૯ થી ૧૨)
વિનયથી જ સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, પરિણમે છે, વૃદ્ધિ પામે છે. તેથી જ પોતાના કરતા દીક્ષાપર્યાયમાં નાના હોવા છતાં પણ તીવ્ર મેધાને કારણે વિદ્વાન હોય તેવા સાધુ પાસે ભણતા પહેલાં તેને વંદન સ્વરૂપ વિનય ક૨વો જોઈએ - તેવી મૂળવિધિ બૃહત્કલ્પભાષ્ય વગેરેમાં જણાવેલ છે. લોકો શિલ્પ માટે પણ શિલ્પાચાર્યની સેવા કરે છે તો સ્વર્ગ અને મોક્ષ અપાવનાર ધર્માચાર્ય-વિદ્યાગુરુની સેવાવિનયનું ઉલ્લંઘન શી રીતે થઈ શકે ? (ગા.૧૩ -૧૪)
14
સામાન્યથી જ્ઞાન ભણવા ગીતાર્થ સુસાધુ પાસે જવાનું હોય. પરંતુ જાહેરમાં શિથિલાચાર સેવનારા પણ શાસ્ત્રના વિશિષ્ટ જાણકાર પાસે સકારણ ભણવા જવાનું થાય તો તેમનો પણ વાચિક વિનય, હાથ જોડવા અને જરૂર પડે તો વંદન કરીને પણ વિનય અપવાદરૂપે કરી શકાય- આવું બૃહત્કલ્પ વગેરે છેદશાસ્ત્રમાં બતાવેલ છે. આ કાળમાં એક જ વ્યક્તિમાં તમામ વિશુદ્ધ ગુણોનું પૂર્ણ દર્શન થવું દુર્લભ છે. માટે જેટલા અંશમાં જ્યાં ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગથી તે તે ગુણોની અનુમોદના કરવામાં આવે તો જ સાનુબંધ ગુણપ્રાપ્તિ શક્ય બને. એવું બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. (ગા.૧૫-૧૬) પાણીના સિંચન વિના વૃક્ષ વધે નહિ તેમ વિનય વિના જિનશાસનની ઉન્નતિ થઈ ન શકે. આવો વિનય શીખવાડનાર ઉ૫૨ જે ગુસ્સે થાય છે તે સામે ચાલીને આવતી લક્ષ્મીને દાંડો ઉગામીને કાઢી મૂકે છે. વિનયીને આલોકપરલોકનું સુખ મળે છે. અને અવિનયી પરમાર્થથી માત્ર દુઃખને જ સર્વત્ર પામે છે. ગુરુનો વિનય, ભક્તિ, પૂજા વગેરે કરવાથી પોતાને પૂજ્યત્વ ગુરુત્વ વગેરેની પ્રાપ્તિ થાય છે. (ગા.૧૭-૨૦) વિનયનું ફળ સ્પર્શજ્ઞાન છે. તે સમાધિવાળા ચિત્તમાં જન્મે છે. માટે દશવૈકાલિક સૂત્રમાં ચાર પ્રકારની સમાધિ બતાવેલ છે. (૧) વિનયસમાધિ, (૨) શ્રુતસમાધિ, (૩) તપસમાધિ અને (૪) આચાર સમાધિ. પ્રત્યેક સમાધિના ચાર પ્રકાર છે. ગુરુના અનુશાસનને - વચનને (૧) સાંભળવું, (૨) સ્વીકારવું, (૩) આચરવું અને (૪) નિરભિમાનતા રાખવી. તેનાથી વિનયસમાધિ મળે છે. (૧) આગમ ભણવા, (૨) તેમાં એકાગ્ર થવું, (૩) તેનાથી ભાવિત થવું અને (૪) બીજા જીવોને તેમાં જોડવા તે શ્રુતસમાધિ છે. (૧) આલોક (૨) પરલોક કે (૩) કીર્તિની આશંસા વિના (૪) નિષ્કામભાવે તપ કરવો તે તપસમાધિ અને તે જ રીતે આચાર પાળવા તે આચારસમાધિ છે. આવી સમાધિથી સ્પર્શજ્ઞાન પ્રાપ્ત થાય છે. અર્થાત્ જીવને હેય-ઉપાદેયનો અભ્રાન્ત સ્પષ્ટ બોધ થાય છે. અને તે બોધ પણ સંવેદનાત્મક હોય છે. માત્ર જાણકારી સ્વરૂપ નથી હોતો. (ગા.૨૦-૨૫)
સંપૂર્ણપણે અનુવેધ થાય તે રીતે સિદ્ધરસનો સ્પર્શ તાંબાને થાય તો તાંબુ તરત સુવર્ણ બની જાય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
=