Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
12
• ૨૦ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર
રાખવામાં આવે તો જ દીક્ષા મોહવાસનાનો મૂળમાંથી ઉચ્છેદ કરી શકે.(ગા.૨૦-૨૩)
આ રીતે મોહવાસનાનો ઉચ્છેદ થયો હોય એવી દીક્ષામાં અતિ કે ઔદયક આનંદને સ્થાન નથી. આવી દીક્ષા શુદ્ધ ઉપયોગસ્વરૂપ સિદ્ધ થાય છે. કારણ કે અશુદ્ધતા લાવનાર આંશિક પણ કષાય ભાવચારિત્રમાં ભળેલો હોતો નથી. ભિક્ષાટનાદિ વ્યવહાર સમયે પણ સંસ્કાર સ્વરૂપે શુદ્ધ ઉપયોગનો ઉચ્છેદ થતો નથી. શુદ્ધ નિશ્ચયનયથી મોક્ષનું કારણ શૈલેશીના ચરમ સમયનો શુદ્ધ ઉપયોગ છે. તે શુદ્ધ ઉપયોગનું કારણ આયોજયકરણ વગેરે શુભ ક્રિયા અને તેની પૂર્વે અભ્યસ્ત કરેલા શુભ ભાવો છે. આ રીતે પરંપરાએ શુભ ભાવ પણ મોક્ષનું કારણ છે. આથી અઢારમી બત્રીસીમાં જણાવેલ અધ્યાત્મ ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય –આ પાંચેય યોગ મોક્ષયોજક આત્મવલણસ્વરૂપ જ સિદ્ધ થાય છે. અધ્યાત્મ વગેરે ભાવનાદિના ઉત્તરોત્તર કારણ છે. તેમાં છેલ્લો વૃત્તિસંક્ષય મોક્ષનું અનન્તર કારણ છે. અહીં પ્રાસંગિક સ્વરૂપે દિગંબરમતની સંક્ષેપમાં સમીક્ષા ગ્રંથકારશ્રીએ કરેલ છે કે ‘જો ભાવનાયોગને લાવવા દ્વારા અધ્યાત્મ ચરિતાર્થ થઈ જાય પણ અધ્યાત્મ મોક્ષયોજક નથી એવું માનવામાં આવે તો વૃત્તિસંક્ષય-શૈલેશીચરમ સમય સિવાય ધ્યાન-સમતાદિ કોઈ પણ અનુષ્ઠાન મોક્ષયોજક બની નહિ શકે.' (ગા.૨૪-૨૭)
·
द्वात्रिंशिका
જૈનોને માત્ર ચિત્તનિરોધ જ ધ્યાનરૂપે માન્ય નથી પણ સ્વભૂમિકાયોગ્ય મન-વચન-કાયાનું એકાગ્રતાજયણાપૂર્વક પ્રવર્તન એ જ વાસ્તવમાં ધ્યાન છે. આ રીતે સાધુ ગોચરી જાય, વિહાર કરે વગેરે સમયે પણ મુનિઓનું ધ્યાન પ્રણિધાન-સંસ્કારાદિરૂપે અખંડ હોવાથી તેવી પ્રવૃત્તિને મોક્ષનું કારણ માનવામાં વાંધો નથી. અપ્રમત્ત સાધુની જેમ પડિલેહણ વગેરેમાં ઉપયુક્ત સાધુ પણ શુભ યોગને આશ્રયીને અહિંસક છે. જેમ એક ધ્યાનમાંથી બીજા ધ્યાનના પ્રારંભના સમયે મૈત્રી વગેરે ભાવનાથી ચિત્તને પરિકર્મિત - સંસ્કારિત કરાય છે તે રીતે પડિલેહણ વગેરેથી પણ ચિત્ત પરિકર્મિત થાય છે. માટે ચિત્તની અંતરંગ પરિણતિ કોમળ-મુલાયમ થાય તેવા લક્ષથી આરાધાતા પડિલેહણ વગેરે યોગો વાસ્તવમાં ધ્યાનમાં અડચણરૂપ નથી- એ ખ્યાલમાં રાખવું. (ગા.૨૮-૩૦)
દીક્ષાના પાંચ પ્રકારો પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક છે. એમ શ્વેતાંબરોના પંચકલ્પભાષ્ય વગેરે ગ્રંથોમાં જણાવેલ છે. પરંતુ આ બાબતમાં કશો વિચાર કર્યા વિના દિગંબરો પરમ ઉપેક્ષાભાવ સ્વરૂપ (= શ્વેતાંબરોનું સ્નાતક ચારિત્ર) એક પરિણામને જ દીક્ષારૂપે સ્વીકારે છે. દિગંબરો વર્તમાનની પોતાની દીક્ષાને આપવાદિક માને છે. આ બાબતમાં ગ્રંથકારશ્રી દિગંબરોને કહે છે કે ‘તમારી માન્યતા મુજબ શુદ્ઘ ઉપયોગ સ્વરૂપ તાત્ત્વિક દીક્ષાના કારણોનું આલંબન લેવામાં તાત્ત્વિક દીક્ષાનો પરમ પ્રકર્ષ ન થવા છતાં પણ દીક્ષાના પરિણામનો મૂળમાંથી ઉચ્છેદ નથી થતો, મોરપીંછ-કમંડળ વગેરે રાખવા છતાં પણ દીક્ષા માત્રની બાદબાકી નથી થતી તો સંયમને જયણાપૂર્વક પાળવાના લક્ષથી, અધિકરણઅસંયમ-આરંભાદિથી બચવાના ઉદેશથી પરિમિત વસ્ર-પાત્રાદિ ઉપકરણો રાખવામાં અને જિનાજ્ઞા મુજબ તેનો અસંગભાવે / અમૂચ્છિત પરિણામે ઉપયોગ કરવામાં દીક્ષા શા માટે રવાના થઈ જાય ? દિગંબર સાધુઓ સાવધાની પૂર્વક મમતા વગેરેને ત્યાગ કરીને ગોચરી પાણી વાપરે છે તે રીતે શ્વેતાંબર સાધુઓ મૂર્છા વિના વસ્ત્ર-પાત્રાદિ ધારણ કરી શકે છે. માટે વર્તમાન કાળમાં શ્વેતાંબર મત મુજબ બકુશ, કુશીલ ચારિત્ર પણ કર્મનિર્જરાના લક્ષ, સંયમપાલનના પરિણામ વગેરેને કારણે ભાવદીક્ષા જ છે. આમ જ્ઞાનક્રિયાના સમુચ્ચયથી ભાવદીક્ષા મોક્ષને આપનારી છે. (ગા.૩૧-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org