Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ 10 • ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર • द्वात्रिंशिका બત્રીસીમાં દીક્ષાનું વિસ્તારથી વર્ણન કરે છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિ, દીક્ષાના અધિકારી, દીક્ષાના પ્રકાર, દિક્ષાકાલીન અનુષ્ઠાનના અને ક્ષમાના પ્રકારો, દિક્ષાપરિણમનનું ફળ, દીક્ષિતની અંતરંગ પરિણતિ, શુદ્ધ ઉપયોગસ્વરૂપ દીક્ષા, દીક્ષા અંગે દિગંબરમતસમીક્ષા વગેરે વિષયો મુખ્યતયા આ બત્રીસીમાં વર્ણવેલ છે. પ્રારંભમાં જ ગ્રંથકારશ્રી “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિ દર્શાવે છે કે “દીક્ષા' શબ્દ દ્રા અને લક્ષ ધાતુ. ઉપરથી બનેલા છે. “રા' ધાતુનો અર્થ છે દાન કરવું અને “fક્ષ' ધાતુનો અર્થ છે. ક્ષય કરવો. આથી દીક્ષા એટલે જેનાથી કલ્યાણનું દાન થાય અને અકલ્યાણનો ક્ષય થાય. આવી દીક્ષા જ્ઞાનીને હોય તથા જ્ઞાની એવા ગુરુને સમર્પિત થયેલા જીવન હોય. દેખતા માણસનો હાથ પકડીને ચાલતો અંધ માણસ જેમ જંગલને પસાર કરી નગરમાં પહોચે છે તેમ જ્ઞાનીનો હાથ પકડી ચાલતો અજ્ઞાની શિષ્ય ભવાટવીને પસાર કરી મોક્ષનગરમાં પહોંચે છે. દીક્ષાપાલનસામર્થ્ય જેમ ભાવનાજ્ઞાનના પ્રતાપે આવે છે તેમ સદ્ગુરુ પ્રત્યેના રાગથી પણ આવે છે. માર્ગાભિમુખ વગેરે ભદ્રકપરિણામી મિથ્યાષ્ટિ જીવો પણ જો સદ્ગુરુ પ્રત્યે કાયમ સમર્પણ ભાવ રાખે તો તેઓ દીક્ષા લેવા માટે યોગ્ય છે. એવું પ્રથકારશ્રી જણાવે છે. (ગા.૧ થી ૩) દીક્ષાના ચાર પ્રકાર ગ્રન્થકારશ્રી બતાવે છે. (૧) નામદીક્ષા, (૨) સ્થાપના દીક્ષા, (૩) દ્રવ્યદીક્ષા અને (૪) ભાવદીક્ષા. નૂતન દીક્ષિતનું નામ પાડવું તે નામદીક્ષા. આ વ્યવહાર નયથી મુખ્ય દીક્ષા છે. સાધુના ગુણોનું સતત સ્મરણ કરાવે તેવા નામના શ્રવણથી ખાનદાન સાધુમાં તે તે ગુણો પ્રગટાવવાનો પુરુષાર્થ સમ્યપણે થાય છે. સંપ્રદાય મુજબ તે નામાદિના સ્થાપનથી દીક્ષા નિર્વિઘ્નપણે સંપન્ન થાય છે. નૂતન દીક્ષિતનું ગુણસંપન્ન નામ સાંભળનારને પ્રસન્નતાનું અને પોતાને કીર્તિ અપાવવાનું કારણ બને છે. દીક્ષાની સ્થાપના = ઓઘો, મુહપત્તિ વગેરે સાધુવેશ ધારણ કરવો. તેનાથી રાગ-દ્વેષનો નાશ થાય છે અને ભાવ-આરોગ્ય મળે છે. જ્ઞાન-ક્રિયા સ્વરૂપ દ્રવ્યદીક્ષાથી સંયમજીવનમાં અને મહાવ્રતમાં સ્થિરતા આવે છે. તથા ભાવદીક્ષા એટલે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો તાત્ત્વિક પ્રકર્ષ. ભાવદીક્ષા સારા પદને દીપાવે છે. (ગા.૪-૫) ગ્રન્થકારશ્રીની દૃષ્ટિએ દ્રવ્યદીક્ષા હોય ત્યારે મુખ્યતયા ઉપકારક્ષમા, અપકારક્ષમાં અને વિપાકક્ષમાં હોય. ભાવદીક્ષામાં વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે. તથા દ્રવ્યદીક્ષામાં પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન પ્રગટે. ભાવદીક્ષામાં વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન હોય છે. ઉપકારક્ષમા એટલે કે પોતાના પર થયેલા કે થનારા ઉપકારોને લક્ષમાં રાખી સામેનાનું સહન કરવું. અપકારક્ષમામાં નુકસાન ન વેઠવું પડે એટલે સામેનાનું સહન કરે છે. આ લોક અને પરલોકના કર્મવિપાકોને વિચારી સહન કરવું તે વિપાકક્ષમા કહેવાય. આ ત્રણ ક્ષમા ઔદયિક ભાવની ક્ષમા છે. “મારા પ્રભુની આજ્ઞા છે માટે મારે સહન કરવું છે આવા વિચારથી વચનક્ષમા આવે છે. આ રીતે ગુણવિકાસ થતાં થતાં ક્રોધ થઈ જ ન શકે એવી ભૂમિકા આવે તે ધર્મક્ષમા છે. ભાવદીક્ષા જેની પાસે હોય તેની પાસે છેલ્લી બે ક્ષમા હોય. (ગા.૬-૭) ધર્મક્રિયામાં રુચિ હોય તે પ્રીતિઅનુષ્ઠાનમાં આવે. તથા ગૌરવપણાની બુદ્ધિ સાથે ક્રિયામાં સચિ હોય તે ભક્તિઅનુષ્ઠાનમાં આવે. બે સાડીમાંથી એક સાડી પત્નીને આપે તે પ્રીતિ કહેવાય અને બીજી સાડી માતાને આપે તે ભક્તિ કહેવાય. પત્ની અને માને સાડી આપવાની ક્રિયા સમાન છે. પરંતુ પત્ની પ્રત્યે માત્ર પ્રેમ છે અને માતા પ્રત્યે ગૌરવપણાની બુદ્ધિ છે. શાસ્ત્રકારના વચનને આગળ કરીને આરાધના કરવી તે વચનાનુષ્ઠાન છે. અને પરભાવની અપેક્ષા વિના અભ્યાસથી આત્મસાત્ કરેલ અનુષ્ઠાન પૂર્વસંસ્કારથી થાય. તે અસંગ અનુષ્ઠાન જાણવું. પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનમાં ઉપકારી ક્ષમા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 266