Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
(૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંક્યાર)
૨૭. ભિક્ષદ્વત્રિશિક : ટૂંક્યાર ૨૬મી બત્રીસીમાં દર્શાવેલ યોગવૈભવ ભાવભિક્ષુમાં જ સંભવી શકે. માટે ૨૭મી બત્રીસીમાં ભાવભિક્ષુનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ભાષાકીય દૃષ્ટિએ પૂર્વની બત્રીસીઓ કરતાં આ બત્રીસી અત્યંત સુગમ છે. પરંતુ તેના પદાર્થને-પરમાર્થને આત્મસાત્ કરવો અતિદુષ્કર છે. દશવૈકાલિક સૂત્રના દશમાં અધ્યયન મુજબ ગ્રંથકારશ્રીએ વિસ્તારથી ભિક્ષુના = સાધુના લક્ષણો આ બત્રીસીમાં બતાવેલા છે. તેમાંથી કેટલાક ઉપર આપણે ઉડતી નજર કરીએ.
ભિક્ષુ તે હોય કે જે અખંડ - નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે અને તેના ઉપાય રૂપે ગુરુવચનપરતંત્રતા તેનામાં સતત હોય, જે મહાવ્રતમાં સતત રક્ત હોય. સાધુનિમિત્તક પિંડ જે વાપરે નહિ, જે કષાયમુક્ત હોય, જે વસ્તુના સંગ્રહ અને ગૃહસ્થસંબંધ છોડે, જે સાધુને આમંત્રણ આપીને ગોચરી વગેરે વાપરે, જેનામાં કષાયની મંદતા અને ઔચિત્યપાલન હોય, જે નિયાણા અને કુતૂહલ વિનાના હોય, જેને દેહનું મમત્વ ન હોય, હાથ-પગ-વાણી પર સંયમવાળા અને ઈન્દ્રિયવિજેતા હોય, જે લોલતા વિનાના હોય, સત્કાર-પૂજાની ઈચ્છા જેને ન હોય. (ગા.૧ થી ૧૬).
આવા ભિક્ષુના અનેક પર્યાયવાચી શબ્દો તથા તેની વ્યુત્પત્તિ દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં બતાવેલ છે. જેમ કે ભિક્ષા માત્રથી ભિક્ષુ થાય. યતના કરે તે યતિ બને વગેરે. તેઓના તીર્ણ, તાયી, વતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ વગેરે પર્યાયવાચી નામો છે. (ગા.૧૭ થી ૨૦) સંયમમાં યતના કરનાર હોવાથી સાધુને યતિ કહેવાય. પાશમાંથી = બંધનમાંથી ઉયન કરી ગયેલ હોવાથી સાધુ પાખંડી = પાખંડી (=વ્રતધારી) કહેવાય. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાને લીધે તેને બ્રાહ્મણ પણ કહેવાય. આવા સાધુના સંવેગ, વિષયત્યાગ, સુશીલ સંગતિ, રત્નત્રયઆરાધના, વિનય, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સહિષ્ણુતા, અદીનતા, અપ્રમત્તતા વગેરે લક્ષણો છે. આવા અનેક લક્ષણોથી યુક્ત, ગુણવાન હોય તે ભાવભિક્ષુ બને. સોનું કષાદિ પરીક્ષાથી શુદ્ધ થયેલ હોય તો જ તે સુવર્ણ બને. વિષઘાતન, ઉકળતી વખતે પ્રદક્ષિણાવર્ત ફરવું વગેરેથી સોનાની અસલિયત જાણી શકાય છે. તે રીતે સંવેગ, ક્ષમા, તિતિક્ષા, નિર્લોભતા વગેરેથી સાધુતા જાણી શકાય છે.(ગા.૨૧ થી ૨૫)
આ રીતે ભાવ સાધુની વાત જણાવીને ગ્રંથકારશ્રી કોણ ભાવસાધુમાં ન આવે ? તે વિષય ઉપર પ્રકાશ પાથરે છે. જે જીવોની વિરાધના કરે, ઘર-મઠ વગેરે બનાવે, કાચું પાણી વાપરે, ઉત્સર્ગ માર્ગના આચારોમાં વિશિષ્ટ કારણ ન હોય તો પણ બાંધછોડ કરે તે સાધુ કેવી રીતે કહેવાય? ગરીબ, અંધ વગેરે વાચકો પણ દ્રવ્યભિક્ષુ કહેવાય. ભિક્ષુ = ભેદક આવો અર્થ કરીએ તો લાકડાને ભેદનાર સુથારને દ્રવ્યભિક્ષુ કહેવાય અને કર્મને ભેદનાર સાધુને ભાવભિક્ષુ કહેવાય. દ્રવ્યભિક્ષા લેનારા બ્રાહ્મણ દ્રવ્યભિક્ષુ કહેવાય અને રત્નત્રયીના ભાવને પુષ્ટ કરવા સર્વસંપન્કરી ભિક્ષા લેનારા સાધુ ભાવભિક્ષુ કહેવાય. ભાવભિક્ષુના ગુણો તો અનંતા છે. એની સારી રીતે ભાવના કરવામાં આવે તો પણ તે પરમાનંદ સ્વરૂપ મોક્ષની સંપત્તિ માટે થાય છે. આવું જણાવીને ૨૭મી બત્રીસીનો ઉપસંહાર કરેલ છે. (ગા.૨૬-૩૨)
૨૮. દીક્ષાદ્ધાત્રિશિક : ટૂંક્યાર ૨૭મી બત્રીસીમાં વિસ્તારથી દર્શાવેલ ભિક્ષુ (સાધુ) દીક્ષાથી સંપન્ન જ હોય. માટે ગ્રંથકારશ્રી ૨૮મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org