Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 8
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના : ગૌતમીયતંત્ર, વિશ્વસાર, લઘુકલ્પતંત્ર આદિના વચનો આપી તેમની વ્યુત્પત્તિઓ પણ બતાવી છે. ર૯મી બત્રીસીમાં દેવ-ગુરુ ભક્તિ અંગે પાના નં. ૧૯૯૧ ઉપર શ્વેતાશ્વતરોપનિષદ, યોગશિખોપનિષ૬, સુબાલોપનિષદુ, રામગીતા, ગુરુગીતા વગેરેના પણ વચનો સાક્ષીરૂપે ટાંક્યા છે. ૩૦મી બત્રીસીમાં પાના નં. ૨૦૪૯ ઉપર દિગંબરોની પરમૌદારિક શરીરની માન્યતા કેમ ખોટી છે ? તે બતાવ્યું છે. ઉપરાંતમાં અનેક સ્થાનો પર ઢગલાબંધ ગ્રંથોના અનેક પાઠો બતાવી પોતાના જ્ઞાનની વિશાળતા બતાવી છે અને એમાં પણ ઘણી જગ્યાએ ઈતરોના પણ જે જે ગ્રંથોનાં સ્થાનો બતાવ્યા છે તે તો તેમની મધ્યસ્થતાને પણ સ્પષ્ટપણે પૂરવાર કરે છે. પૂ. હરિભદ્રસૂરિજીએ પણ લોકતત્ત્વનિર્ણય ગ્રંથમાં કહેલ છે ને કે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।। કેટલીક બત્રીસીઓમાં ઉપાધ્યાયજીએ ટીકા-અવતરણિકા ન આપી હોવા છતાં પૂ.યશોવિજયજી મહારાજે “નયેલતા'માં ટીકા-અવતરણિકા કરી આપી ગ્રંથકારના આશયને સ્પષ્ટ કર્યો છે. વિચારવાનું તો એ છે કે કેટલાક સ્થાનોમાં તો અવતરણિકા શું કરવી ? તે વિચારવા છતાં ન બેસે ત્યાં પોતાની ન્યાયનિપુણ કુશાગ્રબુદ્ધિથી અવતરણિકા ગોઠવી આપી છે. સંપૂર્ણ ગ્રંથ ઉપર તેમની મહેનત દાદ માગી લે તેવી છે. કેટલાક સ્થાનોમાં લૌકિક ન્યાયો દ્વારા પણ પદાર્થનું સુંદર પ્રતિપાદન કર્યું છે. જેમકે. પાના નં. ૧૮૯૩ ઉપર “ઊંટની પીઠ પર ન સમાય તે તેને ગળે બાંધી દેવાય ન્યાયથી બત્રીસી ૬/૧૨નું બાકી રહેલું અહીં બતાવ્યું છે- તેમ સંબંધ બેસાડ્યો છે. પાના નં.૧૮૯૪ ઉપર ભાંડાનુસાર સ્નેહનો ન્યાય દ્વારા તાપસ વગેરે કુતીર્થિકોનું સાંસારિક વલણભવાભિનંદીપણું બતાવ્યું છે અને તે જ પાના પર નીચે મહિષીગ્નેહપ્રતિબદ્ધ ભિક્ષુ ન્યાય બતાવી અજ્ઞાની, જીવોને પરમાર્થ જાણવાને અયોગ્ય બતાવ્યા. પાના નં.૧૮૯૫ ઉપર “મહાર્ણવયુગચ્છિકુર્મગ્રીવાઅર્પણ ન્યાય બતાવી દશ દષ્ટાંતે દોહિલો માનવભવ પ્રમાદી-અજ્ઞાની જીવો હારી જાય છે તેમ બતાવ્યું છે. ૨૮મી બત્રીસીના ૩જા શ્લોકની ટીકામાં આધુનિક કાળે અલ્પશ્રુત માટે મુક્તિ કે ધર્મ અશક્ય છે એવું સમજનારાઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી તેમના ખંડન માટે આવશ્યકનિયુક્તિ વગેરેના વચનો આપી સમજાવ્યું છે અને તેમાં પણ પાતંજલ મહાભાષ્યના “તીર્થકાક” અને “અવતયેનકુલસ્થિતમ્ વગેરે ન્યાયથી વગેરે સુંદર સમજાવ્યું છે. આ રીતે ઉપયોગી લૌકિક ન્યાયો પણ “નયેલતા' વ્યાખ્યામાં સારી રીતે સંગૃહીત કરવામાં આવેલ છે. લૌકિકન્યાયપ્રયોગમાં રસ ધરાવનાર વાચકવર્ગને તો ઘી-કેળા જેવું થાય તેમ છે. કેટલાક સ્થાનોમાં ઉપાધ્યાયજીએ કહેલી વાત અન્ય આગમાદિ સાથે સીધી બેસે તેમ ન હોય ત્યાં બુદ્ધિપૂર્વક પૂર્વાપરસંબંધ જોડી આપ્યો છે. તેમજ કેટલાક સ્થાને શ્રોતાનું જ્ઞાન વિશદ બને તે માટે જાતે પ્રશ્નો ઉઠાવી ઉતરો આપ્યા છે. જેમ કે ૩૦મી બત્રીસીના ૭મા શ્લોકની ટીકામાં પાના નં.૨૦૧૬ પર ભૂખ તરસના દુઃખો પડવા છતાં મહર્ષિઓને જ્ઞાનાદિની હાનિને બદલે વૃદ્ધિ જ થાય છે તે સમજાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266