Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ • પ્રસ્તાવના : द्वात्रिंशिका છણાવટ કરી છે. ભગવાનના કાળનું નિરતિચાર ચારિત્ર અત્યારે ન હોવાથી તેમજ આજના કાળના સાધુઓની નિમ્ન ધૃતિસંઘયણાદિ કારણે શિથિલતા, ભાવની અલ્પતાદિ બતાવી આધુનિક નાસ્તિકો દીક્ષાનો વિરોધ કરે છે. કેમ કે દ્રવ્ય-ભાવની અલ્પતાને કારણે મોક્ષ મળવાની આ ભવમાં શક્યતા નથી. આના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી દ્વારા ત્રીજા શ્લોકમાં જાણવા મળે છે કે સદ્દગુરુના રાગ-બહુમાનાદિથી પણ દીક્ષાની યોગ્યતા આદિ પ્રગટે છે. એટલે ગુરુસમર્પણ એ જ મોક્ષનો ઉત્તમ માર્ગ છે. આમ, ભગવાનના કાળની સાધના ન હોવા છતાં ગુરુબહુમાનના સામર્થ્યથી શીઘ તરી શકાય છે. ૨૯મી વિનય બત્રીસીમાં વિનય અંગે સચોટ માર્ગદર્શન આપ્યું છે. અનેક પ્રકારના વિનય સમજાવી જરૂર પડે તો જ્ઞાનાદિ કારણે શિથિલાચારીનો પણ વંદનાદિ વિનય કરો, જેથી આત્મામાં વિનયના સંસ્કાર ઉભા રહે. શ્લોક ૯માં અરિંહતાદિ એકની પણ આશાતનાથી પરમાર્થથી બધાય ઉચ્ચ તત્ત્વોની આશાતના જણાવી છે. જે આજના કાળમાં ઊંડો વિચાર માંગી લે એવી વાત છે. અહીં એવું સૂચિત થાય છે આજના કાળના ઘણા સાધક આત્માઓ પણ અન્યની નિંદાદિમાં રસ લઈ જાણે-અજાણે ઘણાની આશાતના કરી બેસે છે. આથી ઉચ્ચ સાધક મુમુક્ષુઓએ ભૂલથી પણ, કોઈની પણ, સાચી પણ નિંદામાં પડવા જેવું નથી- તેમ લાલબત્તી બતાવે છે. ઉપાધ્યાયજી ભગવંતે ૩૦મી કેવલીભક્તિ બત્રીસીમાં પ્રારંભના પાંચ શ્લોકમાં કેવલિભુક્તિ અંગે દિગંબરોની માન્યતાને બતાવી છે. તેટલા શ્લોકો વાંચતા સામાન્ય બુદ્ધિવાળાને તો દિગંબરની વાતો સાચી જ લાગે. પરંતુ ત્યાર પછીના શ્લોકોમાં દિગંબરોની માન્યતાઓ સામે અનેક દલીલો આપી ગ્રંથકારશ્રીએ તેમની માન્યતાઓનું ખંડન કરી તેમને નિરુત્તર કર્યા છે. સાથે સાથે તેમની માન્યતાઓમાં ભૂલો બતાવી સર્વજ્ઞમાન્ય સાચા સિદ્ધાંતો શું છે? તે અંગે સુંદર માર્ગદર્શન આપ્યું છે. જેમ કે ભૂખ-તરસ વગેરે કાર્યોની પાછળ સાચું કારણ શું હોઈ શકે છે? વગેરે બતાવી પદાર્થો સ્પષ્ટ કર્યા છે. સંક્ષેપમાં પણ સચોટ નિરાકરણ કરવાની મહોપાધ્યાયજીની પ્રતિભા જોઈને ગુણજ્ઞ પ્રાજ્ઞ પુરુષનું હૃદય ઝૂકી જાય તેમ છે. “જેમની પાસે અધ્યયન કરાય તે ઉપાધ્યાય' આ વ્યુત્પત્તિને ઉપાધ્યાયજી મહારાજે ખરેખર સાર્થક કરી બતાડી છે. • “નચલતા' સંસ્કૃત ટીકા અંગે કિંચિત્ • ઉપાધ્યાયજીએ જે દર્શનના જે જે પદાર્થો મૂક્યા હોય તે તે પદાર્થોને અન્ય દર્શનીઓ કઈ રીતે માને છે ? વગેરે બાબતોને અન્ય દર્શનના પાઠોની રજૂઆત સાથે વિશિષ્ટ રીતે સમજાવી પદાર્થની સત્યતા-અસત્યતા-અર્ધસત્યતા વગેરે તેમજ પદાર્થ રજૂ કરનારના તાત્પર્ય, ભૂલો કે સત્યતા, એકાંતતા - કે મધ્યસ્થતા વગેરે બતાવવામાં પૂ. યશોવિજયજી (વર્તમાનકાળના) સફળ પુરવાર થયા છે. એટલે જ “નાડુ સુયાનું મો’ આ વીર પ્રભુની ઉપમાને સાર્થક કરી દેખાડી છે. જેમ કે • ૨૭મી બત્રીસીમાં પાના નં. ૧૮૪૬ ઉપર સાધુ ષજીવનિકાયનો રક્ષક હોય તેમાં સંદર્ભરૂપે જૈનાગમોની અનેક શાસ્ત્રપંક્તિઓ આપ્યા બાદ છાન્દોગ્યોપનિષદ્ કૈવલ્યોપનિષદ્ ભગવદ્ગીતા, સંન્યાસગીતા, અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ગણેશગીતા, આપસ્તમ્બસ્મૃતિ, બૃહત્યરાશરસ્કૃતિ, સુત્તનિપાત વગેરેના અનેક વચનો આપી ઈતરધર્મો પણ આ માન્યતાવાલા છે તેમ સાબિત કરી બતાવ્યું છે. • ૨૮મી બત્રીસીની શરૂઆતમાં જ પાના નં. ૧૯૦૧ પર “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિ બતાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 266