________________
२४
द्वात्रिंशदद्वात्रिंशिका
यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिगोचरं वदेत्। तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम्? ।।२६।। यस्त्विति। यस्त्वाधाकर्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे प्रज्ञप्तिगोचरं = भगवतीविषयं
(ભગવતીજી અંગે અન્યાભિપ્રાયની દુષ્ટતા) સંયતને અપાતા અશુદ્ધદાન અંગે અન્ય વિવેચકના અભિપ્રાયમાં શું દોષ રહેલો છે તે દેખાડવા ગ્રન્થકાર કહે છે
અન્યવિવેચક માને છે કે આધાર્મિક ભિક્ષા તો એકાન્ત દુષ્ટ છે. એને આપનારો મુગ્ધ હોય કે શાસ્ત્રજ્ઞા હોય, બન્નેને મહાનુક્સાન જ થાય, બહુતરા નિર્જરા વગેરે રૂ૫ લાભ થાય જ નહિ. ભગવતીજીમાં અમાસુક અનેષણીય દાતાને જે બહુતરા નિર્જરા કહી છે તે આધાકર્મિક ભિક્ષા રૂપ અમાસુક- અષણીયને આપનાર ઘતાને નહીં, કિન્તુ બીજવગેરેથી સંસક્ત હોય તેવા આહારાદિ રૂ૫ ઉત્તરગુણઅશુદ્ધ ભિક્ષાના દાતાને કહી છે. [એવી શંકા ન કરવી કે “અમાસુક/અષણીય શબ્દ આધાર્મિક આહારાદિને જ જણાવે છે, આવા ઉત્તરગુણ અશુદ્ધ પિડને નહિ.” આવી શંકા એટલા માટે ન કરવી કે] જેનો પરિત્યાગ શક્ય છે એવા બીજાદિસંસક્ત અન્ન વગેરેને જણાવવા માટે પણ “અમાસુક/અષણીય’ શબ્દોનો પ્રયોગ દેખાય છે.
અન્યવિવેચકના આવા અભિપ્રાય અંગે ગ્રન્થકાર કહે છે - “આધાકર્મના દાનથી પણ બહુતરા નિર્જરા થાય એવું માનીએ તો આધાકર્મને શાસ્ત્રમાં જે મૂલગુણ અશુદ્ધ (અવિશોધિકોટિ) દોષ કહ્યો છે તેનો વિરોધ જ થઇ प्राणातिपातादिहेतुतो युज्यमानत्वाद् । अतः कथमभिधीयते - सविशेषणप्राणातिपातादिवर्ती जीव आपेक्षिकी चाल्पायुष्कतेति? उच्यते - अविशेषणत्वेऽपि सूत्रस्य प्राणातिपातादेविशेषणमवश्यं वाच्यम्, यत इतस्तृतीयसूत्रे प्राणातिपातादित एव अशुभदीर्घायुष्टां वक्ष्यति, न हि समानहेतोः कार्यवैषम्यं युज्यते, सर्वत्रानाश्वासप्रसङ्गात् । तथा 'समणोवासगस्स णं भंते! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ? गोयमा! बहुतरिया से निज्जरा कज्जइ, अप्पतराए से पावे कम्मे कज्जइत्ति भगवतीवचनश्रवणादवसीयते- नैवेयं क्षुल्लकभवग्रहणरूपाऽल्पायुष्टा, न हि स्वल्पपापबहुनिर्जरानिबन्धनस्यानुष्ठानस्य क्षुल्लकभवग्रहणनिमित्तता सम्भाव्यते, जिनपूजनाद्यनुष्ठानस्यापि तथाप्रसंगात्। '
અર્થ - જે જીવ, શ્રીજિનેશ્વરદેવ, સાધુ વગેરેના ગુણોથી આકૃષ્ટ હોવાના કારણે એમની પૂજા વગેરે માટે પૃથ્વીકાયાદિનો આરંભ, થાપણ ઓલવવી વગેરે દ્વારા હિંસા વગેરે પાપસ્થાનો સેવે છે તેને સરાગ-સંયમ, નિરવઘદાન વગેરેથી જેવું આયુષ્ય બંધાય એની અપેક્ષાએ અલ્પઆયુષ્ય બંધાય છે. સૂત્રમાં જે અલ્પાયુષ્કતા કહી છે તે આવી સમજવી.
શંકા - સૂત્રમાં આવો વિશિષ્ટ પ્રકારનો જીવ ને આવી વિશિષ્ટ પ્રકારની અલ્પાયુષ્યતા જણાવનાર કોઇ વિશેષણ વપરાયું નથી. વળી, સૂત્રમાં જે અલ્પાયુષ્ય કહ્યું છે તે ક્ષુલ્લકભવરૂ૫ અલ્પાયુષ્ય પણ લઇ જ શકાય છે, કારણકે હિંસા વગેરેથી એવા અલ્પાયુષ્યનો બંધ થવો સંગત છે. તેથી, એવું શા માટે કહો છો કે “અહીં, હિંસક જીવ તરીકે, “જિનાદિગુણપક્ષપાતી હોવાના કારણે જિનપૂજા વગેરે માટે હિંસાદિમાં પ્રવૃત્ત' એવા વિશેષણવાળો જીવ લેવાનો છે ને અલ્પાયુષ્કતા તરીકે સરાગસંયમનિરવઘદાન આદિજન્ય દીર્ઘશુભાયુની અપેક્ષાએ જે અલ્પ હોય એવું આયુષ્ય ધરાવતી આપેક્ષિકી અલ્પાયુષ્કતા લેવાની છે”?
સમાધાન - આ સૂત્રમાં હિંસા કે અલ્પાયુષ્કતા માટે કોઇ વિશેષણ વાપર્યું ન હોવા છતાં, (વિશિષ્ટ પ્રકારના જીવકૃત) વિશિષ્ટ પ્રકારની હિંસા ને વિશિષ્ટ પ્રકારની અલ્પાયુષ્કતાની જ અહીં વાત છે એમ માનવું આવશ્યક છે. કારણકે આ સૂત્ર પછીના ત્રીજા સૂત્રમાં હિંસાથી દીર્ધઅશુભ આયુષ્ય બંધાય છે એમ જણાવ્યું છે. એટલે ત્યાંની જેમ અહીં પણ જો સામાન્ય હિંસાની જ વાત હોય તો અહીં પણ શુભઅલ્પઆયુષ્ય ન કહેતાં, અશુભદીર્ઘઆયુષ્ય જ કહ્યું હોત. કારણકે સમાનકારણનું કાર્ય અલગઅલગ હોવું સંભવતું નથી. વળી ભગવતીજીમાં, સાધુને અનેષણીય આહારાદિ વહોરાવનારને અલ્પપાપબંધ ને વિપુલનિર્જરાનું ફળ બતાવ્યું છે તેથી પણ જણાય છે કે હિંસા-અષણીય આહારદાનાદિથી જે શુભાલ્પાયુષ્યની અહીં વાત કરી છે ભવના આયુષ્યની નહીં જાણવી. કારણકે જે પ્રવૃત્તિ અલ્પપાપ-વિપુલનિર્જરાનું કારણ હોય તે ક્ષુલ્લકભવના આયુષ્યનું કારણ હોય શકે નહીં , નહીંતર તો જિનપૂજા વગેરે અનુષ્ઠાનને પણ એવા માનવા પડે.