Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 221
________________ २१० द्वात्रिंशद्वात्रिंशिका = अव्याक्षिप्तं चेतो यस्य (तस्य) ।।३०।। ननु यद्ययं निश्चयस्तदा किं परप्राणरक्षणया लोकमात्रप्रत्ययप्रयोजनयेत्यत आहतिष्ठतो न शुभो भावो ह्यसदायतनेषु च । गन्तव्यं तत्सदाचारभावाभ्यन्तरवर्त्मना।।३१।। तिष्ठत इति । असदायतनेषु प्राणव्यपरोपणादिषु तिष्ठतो हि शुभो भाव एव न भवति, अतः परिणामशुद्ध्यर्थमेव परप्राणरक्षणं साधूनामिति भावः । तदुक्तं जो पुण हिंसायतणेसु वट्टइ तस्स नणु परिणामो । दुट्ठो न य तं लिंगं होइ विसुद्धस्स जोगस्स ।।१।। तम्हा सया विसुद्धं परिणाम इच्छया सुविहिएणं । हिंसाययणा सव्वे परिहरियव्वा पयत्तेणं ।।२।।" કે નિર્જરા માટે તો પરપ્રાણરક્ષાની કોઇ આવશ્યકતા નથી. એટલે એ જો કરવાની હોય તો પણ માત્ર, “અમે અહિંસક છીએ” એવું લોકોને દેખાડવા માટે જ કરવાની રહી. તો એવી લોકોને માત્ર દેખાડવા માટેની પરપ્રાણરક્ષા પરમાર્થથી તો કરવાની ન જ રહી ને! આવી શંકાનું સમાધાન કરતા ગ્રન્થકાર કહે છે– પરપ્રાણવિયોજન વગેરે અસઆયતનમાં વર્તનાર વ્યક્તિનો ભાવ જ શુભ રહેતો નથી. એટલે પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર અને શુદ્ધ પરિણામ આ બન્નેથી થયેલ આભ્યન્તર માર્ગે મુમુક્ષુએ ચાલવું જોઇએ. આશય એ છે કે કર્મનો બંધ કે નિર્જરા ૩૫ ફળ પ્રત્યે તો આંતરિક પરિણામ જ ભાગ ભજવે છે. એટલે સાધુએ કર્મનિર્જરાના સ્વઉદ્દેશને સિદ્ધ કરવા પરિણામને જ શુદ્ધ રાખવાનો હોય છે. પણ, આ શુદ્ધ પરિણામ માટે હિંસા વગેરે અસદ્આયતનો છે અને પરપ્રાણરક્ષા, જયણા વગેરે સદ્આયતનો છે. એટલે પરિણામની શુદ્ધિ માટે જ સાધુઓએ પરપ્રાણરક્ષા વગેરે સઆયતનોને સેવવાના હોય છે. નિષ્કારણ હિંસા કરનારો અહિંસાના પરિણામને શી રીતે ટકાવી શકે? કહ્યું છે કે “જે હિંસા આયતનમાં વર્ત છે તેનો પરિણામ ખરેખર દુષ્ટ હોય છે. (આ એના પરથી જણાય છે કે, હિંસાઆયતનમાં વર્તવું એ વિશુદ્ધ યોગનું લિંગ (જ્ઞાપક હેતુ) નથી. એટલે કે એ અશુદ્ધ યોગને (ભાવને) જણાવે છે. તેથી વિશુદ્ધપરિણામને ઇચ્છતા સુવિહિત મુનિએ હંમેશા બધા હિંસાયતનોનો પ્રયત્ન પૂર્વક પરિહાર કરવો જોઇએ.” ત્રિવિધ શુદ્ધ નિશ્ચય]. બાકી, “ફળ પ્રત્યે પરિણામ જ પ્રધાન છે' એવા નિશ્ચયને જેઓ એકાન્ત પકડી લે છે અને તેથી બાહ્ય પરપ્રાણરક્ષા કરવાના સદાચાર રૂપ વ્યવહારને નેવે મૂકી દે છે] તેઓ પરમાર્થથી તો નિશ્ચયનયને જ જાણતા નથી, કારણકે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ નિશ્ચયનું તેઓને જ્ઞાન નથી. આિશય એ છે કે જે નિશ્ચય દ્વવ્યવહારથી ઉત્પન્ન થયો હોય તે હેતશદ્ધનિશ્ચય છે. શુદ્ધ પરિણામ એ સ્વરૂપશદ્ધ નિશ્ચય છે અને શુદ્ધ પરિણામ ટકી રહે – વૃદ્ધિ પામે એ અનુબંધશુદ્ધ નિશ્ચય છે. જેઓ એકાન્તનિશ્ચયને પકડી બાહ્ય સદાચારની સરાસર ઉપેક્ષા કરે છે તેઓ આ હેતુ વગેરેથી શુદ્ધ નિશ્ચયના જાણકાર ન હોવાથી એવા શુદ્ધ નિશ્ચયથી ભ્રષ્ટ જ થઇ જાય છે. તેઓને કદાચ શુદ્ધભાવ રૂ૫ સ્વરૂપશુદ્ધ નિશ્ચય અલ્પકાળ માટે પ્રગટ્યો હોય તો પણ એ બાહ્ય સદાચારથી પ્રકટ થયો ન હોવાથી હેતુશુદ્ધ હોતો નથી. વળી બાહ્ય અસદાચારોમાં પ્રવર્તતા રહેવાથી તેઓનો એ શુદ્ધ ભાવ ટકી શકતો નથી. તેથી તેઓનો નિશ્ચય અનુબંધશુદ્ધ પણ હોતો નથી. તેથી પરિણામે

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252