Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 250
________________ वाद-द्वात्रिंशिका २३९ इत्थमिति । इत्थं = परिणामिन्यात्मनि हिंसोपपत्तौ सतां = ज्ञानगुरूणामुपदेशादेरादिनाऽभ्युत्थानादिપરિગ્રહ, તવાદ अभुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमदंसणलंभो विरयाविरईइ विरईए ।। सोपक्रमस्य = अपवर्तनीयस्य पापस्य = चारित्रमोहनीयस्य नाशात्तन्निवृत्तिरपि = हिंसानिवृत्तिरपि स्फुटा = प्रकटा, स्वाशयस्य = शुभाशयस्य ‘न कमपि हन्मी' त्याकारस्य वृद्धितः = अनुवन्धात् । ।२९ ।। तथारुचिप्रवृत्त्या च व्यज्यते कर्म तादृशम्। संशयं जानता ज्ञात: संसार इति हि श्रुतिः।।३०।। तथारुचीति । तथारुच्या = सदाचारश्रद्धया प्रवृत्त्या च तादृशं = स्वप्रयत्नोपक्रमणीयं कर्म व्यज्यते । प्रवृत्तिरेवोपक्रमणीयकर्मानिश्चयादुपायसंशये कथं स्याद्? इति चेत्? अर्थानर्थसंशययोः प्रवृत्तिनिवृत्त्यङ्गत्वाद्-इत्याशयवानाह-संशयमर्थानर्थगतं जानता हेयोपादेयनिवृत्तिप्रवृत्तिभ्यां परमार्थतः संसारो ज्ञात इति हि स्थितिः = प्रेक्षावतां मर्यादा । तथा चाचारसूत्रं- 'संसयं परिजाणतो संसारे परिन्नाते भवति, संसयं अपरिजाणતો સંસારે પરિત્રાતે મવતી' તિરૂT હિંસાવિરતિની સંભવિતતા). આમ પરિણામી આત્મામાં હિંસાની સંગતિ હોવાથી જ્ઞાની ગુરુઓના ઉપદેશ વગેરેથી સોપક્રમ પાપ કર્મનો નાશ થવાથી હિંસાની નિવૃત્તિ થવી પણ સ્પષ્ટ છે, કેમકે શુભઆશયની વૃદ્ધિ થયેલી હોય છે. ઉપદેશ શ્રવણ, અભ્યત્થાન વગેરેથી અપવર્તનીય ચારિત્રમોહનીય કર્મનો નાશ થાય છે. કહ્યું છે કે “અભ્યત્થાન (ગુરુ આવે ત્યારે ઊભા થવું), વિનય, પરાક્રમ અને સાધુ સેવાથી સમ્યગ્દર્શનનો, વિરતાવિરતિનો (દેશવિરતિનો) કે સર્વવિરતિનો લાભ થાય છે. (તે તેનો લાભ પોત પોતાના આવારક કર્મનો નાશ થવાથી થાય છે.)” આમ ઉપદેશશ્રવણ વગેરેથી ચારિત્રમોહનો નાશ થયે હિંસાનિવૃત્તિ થાય છે એ વાત સ્પષ્ટ છે. કેમકે ઉપદેશાદિથી તે કર્મનો નાશ થવા દ્વારા “આને હણું' ઇત્યાદિ દુષ્ટ આશય ખસીને “કોઇને પણ હણીશ નહીં' એવો શુભઆશય ઊભો થાય છે- વૃદ્ધિ પામે છે.ર૯ [‘સોપક્રમ કર્મનો ઉપદેશાદિથી નાશ થાય છે એવું તમે કહ્યું. પણ અતીન્દ્રિય એવું કર્મ સોપક્રમ છે કે નિરુપક્રમ એવું શી રીતે ખબર પડે?' ઇત્યાદિ સંભવિત શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે] ઉપદેશશ્રવણ, અભ્યત્થાન વગેરે સદાચારની રુચિથી = શ્રદ્ધાથી અને આચરણથી એ વ્યક્ત થાય છે કે ચારિત્રમોહનીય કર્મ સ્વપ્રયત્નથી ઉપક્રમ પામવા યોગ્ય છે. અર્થ-અનર્થના સંશયના જાણકારે સંસારને જાણી લીધો છે એવી શ્રુતિ છે. શંકા - કર્મ નિરુપક્રમ હોય તો ઉપદેશશ્રવણાદિથી પણ એનો નાશ થતો નથી. એટલે ઉપદેશશ્રવણાદિ સોપક્રમકર્મના નાશના જ ઉપાયભૂત છે. એટલે ઉપદેશશ્રવણાદિ પ્રવૃત્તિ પૂર્વે કર્મ ઉપક્રમણીય છે' એવો નિશ્ચય ન હોવાથી આ પ્રવૃત્તિ એના નાશના ઉપાયભૂત છે એવો પણ નિશ્ચય થતો નથી. કિન્તુ “જો મારું કર્મ સોપક્રમ હશે તો આ પ્રવૃત્તિ ઉપાયભૂત છે અને જો એ નિરુપક્રમ હશે તો એ ઉપાયભૂત નથી.” એવો સંશય જ રહે છે. આમ ઉપાયનો જ સંશય હોઇ એ પ્રવૃત્તિ જ નહીં થાય, તો પછી કર્મ સોપક્રમ છે એવું પણ શી રીતે વ્યક્ત થશે? अभ्युत्थाने विनये पराक्रमे साधुसेवनया च। सम्यग्दर्शनलाभो विरताविरतेर्विरतेः ।।

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252