Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 251
________________ २४० द्वात्रिंशदद्वात्रिंशिका अपवर्गतरो:जं मुख्याऽहिंसेयमुच्यते। सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः।।३१।। સાવતા ર૫૮: રૂ9 || विषयो धर्मवादस्य निरस्य मतिकर्दमम् । संशोध्यः स्वाशयादित्थं परमानन्दमिच्छता।।३२।। विषय इति । मतिकर्दममादावेव प्रमाणलक्षणप्रणयनादिप्रपञ्चम् । ।३२ ।। LIી તિ વાહિત્રિશિLIT. સમાધાન - અર્થનો (લાભનો) નિશ્ચય એ પ્રવૃત્તિનો અને અનર્થનો નિશ્ચય એ નિવૃત્તિનો હેતુ છે એવી માન્યતાના કારણે તમે આવું કહી રહ્યા છો. પણ વાસ્તવિકતા આ નથી. અર્થનો સંશય (= સંભાવના) પ્રવૃત્તિનો હેતુ છે અને અનર્થનો સંશય નિવૃત્તિનો હેતુ છે. એટલે કે “આનાથી મને લાભ થશે? એવો સંશય હોય તો પણ પ્રવૃત્તિ થાય જ છે. જેમકે ખેડુત ‘વૃષ્ટિ થશે અને સારો પાક થશે” એવો નિશ્ચય ન હોવા છતાં તેના સંશયથી પ્રવર્તે છે. એમ ‘આનાથી મને નુક્શાન થશે” એવો સંશય હોય તો પણ નિવૃત્તિ થાય છે. જેમકે “કદાચ આમાં ઝેર ભળી ગયું છે' એવો સંશય પડે તો પણ માણસ દુધપાક પીતો નથી. એટલે જ તો “અર્થ-અનર્થ અંગેના સંશયનો જાણકાર હેયથી નિવત્ત થાય છે અને ઉપાદેયમાં પ્રવત્ત થાય છે. માટે એને પરમાર્થથી સંસારને જાણી લીધો હોય છેઆવી વિચારશીલ પુરુષોની વ્યવસ્થા છે. આચારાંગમાં સુત્ર આવે જ છે કે “સંશયને જાણનારાને સંસાર પરિજ્ઞાત થઇ જાય છે અને સંશયના અજાણને સંસાર અપરિજ્ઞાત હોય છે.” [એટલે ‘મારું કર્મ સોપક્રમ હશે’ એવી સંભાવનાથી ‘ઉપદેશશ્રવણ, અભ્યત્યાન' વગેરે કર્મનાશના ઉપાયભૂત હોવાની સંભાવના ઊભી થાય છે જેનાથી એ પ્રવૃત્તિ થાય છે. ૩૦ આિ રીતે સંભવિત અહિંસા એ મુખ્ય અહિંસા છે એવું ગ્રન્થકાર જણાવે છે.) સદુપદેશાદિથી થયેલી હિંસાની નિવૃત્તિ એ મોક્ષરૂપી વૃક્ષના બીજસમાન છે અને આ મુખ્ય અહિંસા કહેવાય છે કેિમકે એમાં કોઇ ઉપચાર નથી. આ અહિંસા રૂપી બીજમાંથી સત્ય વગેરે વ્રત રૂ૫ નવા પલ્લવો ઉત્પન્ન થાય છે. [૩૧બત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે ધર્મસાધના અંગેની વિચારણા કરીને એનો યોગ્ય નિશ્ચય કર્યા પહેલાં પ્રમાણનું લક્ષણ બનાવવું વગેરે પ્રબંધ એ બુદ્ધિનો કાદવ છે. પરમાનંદના = મોક્ષના ઇચ્છુકે તેને દૂર કરી (એટલે કે પહેલાં એની ચર્ચામાં ઉતરી પડ્યા વગર) ધર્મવાદનો વિષય શુભઆશયથી આ રીતે શોધી કાઢવો જોઇએ.l૩૨ll | | આ પ્રમાણે વાદબત્રીશી પૂર્ણ થઇ.liટા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત સટીક દ્વાદ્રિશદ્ધાત્રિશિકા ગ્રન્થની પ્રથમ આઠ બત્રીશીનો ગુર્જર ભાવાનુવાદ પરમકૃપાળુ પરમાત્માના અચિન્ત અનુગ્રહ, ગીતાર્થ બહુશ્રુત ગુરુભગવંતોના આશીર્વાદ, શાસનદેવોની સહાય ને શ્રી શ્રમણ સંઘના સાથ-સહકાર-શુભેચ્છા વગેરેના બળે તપાગચ્છીય સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના અનન્ય કૃપાપાત્ર સ્યાદ્વાદસિદ્ધાન્તમર્મજ્ઞ સ્વ. પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજયધર્મજિતસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન શ્રી સૂરિમ–પંચમસ્થાનના પાંચ વાર આરાધક પૂ. આ. શ્રીમદ્વિજય જયશેખરસૂરિ મ. સા. ના શિષ્ય મુનિ અભયશેખરવિજય ગણીએ સાનંદ સંપૂર્ણ કર્યો. એમાં કાંઇ પણ વિતથ નિરૂપણ થયું હોય એનું મિચ્છામિ દુક્કડમ્. શમું ભવતુ શ્રી શ્રમણ સંઘસ્ય..

Loading...

Page Navigation
1 ... 249 250 251 252