Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 225
________________ २१४ द्वात्रिंशद्वात्रिंशिका ज्ञातस्वशास्त्रतत्त्वेन मध्यस्थेनाघभीरुणा । कथाबन्धस्तत्त्वधिया धर्मवादः प्रकीर्तितः । । ४ । । ज्ञातेति । ज्ञातं स्वशास्त्रस्य = अभ्युपगतदर्शनस्य तत्त्वं येन, एवंभूतो हि स्वदर्शनं दूषितमदूषितं वा जानीते, मध्यस्थेन = आत्यन्तिकस्वदर्शनानुरागपरदर्शनद्वेषरहितेन, एवंभूतस्य हि सुप्रतिपादं तत्त्वं भवति, तथा अघभीरुणा = पातकभयशीलेन, एवंभूतो ह्यसमंजसवक्ता न भवतीति, सहेति गम्यते, तत्त्वधिया तत्त्ववुद्ध्या यः कथावन्धः स धर्मवादो = धर्मप्रधानो वादः प्रकीर्तितः । । ४ । । वादिनो धर्मबोधादि विजयेऽस्य महत्फलम् । आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये । । ५॥ = = વાલિન કૃતિ વાલિનો વિનયે સતિ, અસ્ય = प्रागुक्तविशेषणविशिष्टस्य प्रतिवादिनो धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य वोधः प्रतिपत्तिस्तदादि । आदिनाऽ द्वेषपक्षपातावर्णवादादिग्रहः महत् = उत्कृष्टं થાય એ ‘ધર્મવાદ’ કહેવાયો છે. સ્વશાસ્ત્ર એટલે પોતે સ્વીકારેલ દર્શન. એને માન્ય તત્ત્વને જે જાણતો હોય તે જ ચર્ચાવિચારણા દ્વા૨ા એ તત્ત્વ યોગ્ય છે કે અયોગ્ય? એ જાણી શકે છે અને એના દ્વારા સ્વદર્શન દૂષિત છે કે નિર્દોષ એ પણ જાણી શકે છે. આવો સ્વદર્શનનો જાણકાર પણ મધ્યસ્થ હોવો જોઇએ. એટલે કે એ સ્વદર્શનના આત્યંતિક અનુરાગ અને પરદર્શનના આત્યંતિક દ્વેષથી રહિત હોવો જોઇએ. ‘સ્વદર્શન યુક્તિ અસંગત છે' એવું સમ્યગ્યક્તિ વગેરેથી સમજાવનાર મળવા છતાં એ સમજવાની કે સ્વીકા૨વાની તૈયારી ન હોવા રૂપ અપ્રજ્ઞાપનીયતા જેનાથી આવે છે એવા દૃષ્ટિરાગ રૂપે પરિણમેલા સ્વદર્શનનો અનુરાગ એ અહીં આત્યંતિક અનુરાગ જાણવો. એમ અન્યદર્શનનો એવો તીવ્ર દ્વેષ કે જે એની યુક્તિસંગત વાતોનો પણ સ્વીકા૨ ન કરવા દે એ અહીં આત્યંતિકદ્વેષ જાણવો. દરેક વાદી-પ્રતિવાદીમાં સામાન્યકક્ષાના સ્વદર્શનરાગઅન્યદર્શનદ્વેષ તો લગભગ હોય જ છે. પણ એ યુક્તિ અસંગત વાતોનો ત્યાગ અને યુક્તિસંગત વાતોના સ્વીકા૨માં બાધક ન હોવાથી ધર્મવાદમાં પણ બાધક બનતા નથી. માટે અહીં ‘આત્યંતિક’ એવું વિશેષણ મૂક્યું છે. આત્યંતિક રાગ-દ્વેષશૂન્ય પ્રતિવાદીને તત્ત્વનું પ્રતિપાદન કરવું સરળ હોય છે, અન્યને નહીં. પાપભીરુ પ્રતિવાદી અસમંજસ બોલતો નથી. એટલે કે પોતાની હાર જેવું દેખાય તો છલ-જાતિ વગેરે કે બીજું પણ ગમે તે બોલીને વાદને ભાંગી નાંખવા પ્રયાસ કરતો નથી. અને તેથી તત્ત્વની પ્રતિષ્ઠા થઇ શકે છે. તત્ત્વબુદ્ધિથી થતો આવો વાદ ધર્મવાદ = ધર્મના પ્રાધાન્યવાળો વાદ કહેવાય છે.IIYII આ વાદ ધર્મના પ્રાધાન્યવાળો શી રીતે છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે– = = વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને ધર્મબોધ વગેરે રૂપ મહાનુ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિવાદીથી પોતાનો પરાજય થાય તો પોતાના મોહનો નાશ થાય છે. ઉપરોક્ત ‘મધ્યસ્થ’ વગેરે વિશેષણવાળા પ્રતિવાદીને સ્વદર્શનનો તેવો તીવ્ર રાગ હોતો નથી. એટલે જ્યારે વાદી સાધુનો વિજય થાય છે અને તેથી એ રીતે જૈનદર્શનની વાતો યુક્તિસિદ્ધ હોવી સિદ્ધ થાય છે ત્યારે એ પ્રતિવાદી પોતાના દર્શનને યુક્તિઅસંગત તરીકે સમજી-સ્વીકારી શકે છે અને તેથી તેનો ત્યાગ પણ કરી શકે છે. એ ત્યાગ કરીને એ યુક્તિસંગત ત૨ીકે સિદ્ધ થયેલ જૈનદર્શનને સ૨ળ રીતે સ્વીકારી શકે છે. આમ એને શ્રુતધર્મ કે ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ મહાન્ લાભ થાય છે. વળી પોતાને પરાજિત ક૨ના૨ સાધુ-જૈનદર્શન વગેરે ૫૨ એને દ્વેષ થતો નથી ને સ્વદર્શનનો અયોગ્ય પક્ષપાત રહેતો નથી.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252