________________
परलोकाद्यभावप्रसङ्गात्, मनुष्यादिना चानित्यत्वं, अन्यथा मनुष्यादिभावानुच्छदप्रसङ्गात्, धमिंग्राहकमानेन तत्र नित्यत्वसिद्धावनित्यत्वधियः शरीरादिविषयकत्वमेवास्त्विति चेत्? न, धर्मिग्राहकमानेन त्रैलक्षण्यकलितस्यैव तस्य सिद्धेः, घटाधुपादानस्येव ज्ञानाधुपादानस्य पूर्वोत्तरपर्यायनाशोत्पादान्वितध्रुवत्वनियतत्वात् । यथा च भ्रान्तत्वाभ्रान्तत्वे परमार्थसंव्यवहारापेक्षया परेपां न ज्ञानस्य विरुद्रे, यथा चैकत्र संयोगतदभावौ, तथा द्रव्यतो नित्यत्वं पर्यायतश्चानित्यत्वं नारमाकं विरुद्धम् । अनपेक्षितविशिष्टरूपं हि द्रव्यं, अपेक्षितविशिष्टरूपं च पर्याय इति, तथा शरीरजीवयाम्प मचाभ्यां भेदः, देहकंटकादिस्पर्श वेदनोत्पत्तेश्चाभेद इति । तदुक्तं
“जीवसरीराणं पि हु भेआभेओ तहोवलंभाओ। मुत्तामुत्तत्तणओ छिक्कंमि य वेयणाओ अ ।।१।।"
न चेदेवं ब्राह्मणो नष्टो वाह्मणो जानातीत्यादिव्यवहारानुपपत्तिः विना ब्राह्मणस्य व्यासज्यवृत्तित्वमित्याસ્થિતિ અને વિનાશયુક્ત હોવા રૂપે જ આત્માનો નિશ્ચય થયો હોય છે. તે પણ એટલા માટે કે ઘટાદિનાં ઉપાદાન મૃતિંડ વગેરેની જેમ જ્ઞાનાદિનાં ઉપાદાન આત્મામાં પણ પૂર્વપર્યાયનાશ અને ઉત્તરપર્યાયઉત્પાદથી યુક્ત એવું ધૃવત્વ અવશ્ય રહેલું જ હોય છે. પણ જેમાં નિયત્વ રહ્યું હોય તેમાં અનિયત્વ હોવું એ વિરુદ્ધ નથી? ના,] જેમ અન્ય દર્શનીઓના મતે જ્ઞાનમાં પરમાર્થ અને સંવ્યવહારની અપેક્ષાએ બ્રાન્તત્વ અને અભ્રાન્તત્વ વિરુદ્ધ નથી, અથવા જેમ અન્ય દર્શનીઓના મતે એક જ અધિકરણમાં (વૃક્ષવગેરેમાં) (કપિ)સંયોગ અને તેનો અભાવ રહેવા વિરુદ્ધ નથી તેમ અમારે પણ એક જ વસ્તુમાં પણ દ્રવ્યની અપેક્ષાએ નિયત્વ અને પર્યાયની અપેક્ષાએ અનિયત્વ હોવા વિરુદ્ધ નથી. જેને વિશિષ્ટરૂપની અપેક્ષા નથી એ દ્રવ્ય છે અને જેને વિશિષ્ટરૂપની અપેક્ષા છે એ પર્યાય છે.
આત્મા શરીરથી ભિન્નભિન્ન છે તે આ રીતે – શરીર મૂર્ત છે જ્યારે આત્મા અમૂર્ત છે. માટે એ અપેક્ષાએ બે વચ્ચે ભેદ છે. શરીરને કંટકાદિનો સ્પર્શ થાય તો આત્માને વેદનાનો અનુભવ થાય છે માટે એ અપેક્ષાએ એ બે વચ્ચે અભેદ છે. કહ્યું છે કે “જીવ અને શરીરનો ભેદભેદ છે, કેમકે તેવું જ જોવા મળે છે. તે આ રીતે - મૂર્તત્વ-અમૂર્તત્વ રૂપે ભેદ છે અને દેહના સ્પર્શે આત્માને વેદના થાય છે માટે અભેદ છે.” જો આ રીતે અભ્રાન્ત પ્રતીતિ અનુસારે ભેદભેદ માનવાના ન હોય તો “બ્રાહ્મણ નાશી ગયો, બ્રાહ્મણ જાણે છે' ઇત્યાદિ વ્યવહારની અસંગતિ થાય, જો બ્રાહ્મણત્વ વ્યાસજ્યવૃત્તિ ન હોય તો. આશય એ છે કે દ્વિત્વ-ત્રિત્વ વગેરે ધર્મો માત્ર એક ઘટ વગેરેમાં નથી રહેતા, પણ બે-ત્રણ વગેરે અનેક ઘટાદિમાં જ રહે છે. અનેકમાં જ રહી શકનારા આવા ધર્મોને વ્યાસજ્યવૃત્તિ ધર્મ કહે છે. આત્મા અને શરીરને સર્વથા ભિન્ન માનનારા તૈયાયિક વગેરે પણ “વાક્યો ન', “નાનતિ' વગેરે વ્યવહાર તો કરે જ છે. પણ બ્રાહ્મણો નષ્ટઃ” માં બ્રાહ્મણ શબ્દના વાચ્યાર્થ તરીકે શરીર જ માનવું પડે છે, કારણ કે તેઓના મતે આત્મા તો વિભુ હોવાથી નિષ્ક્રિય હોવા કારણે નાસી શકે નહીં. જ્યારે જ્ઞાન તો આત્માનો ગુણ છે, શરીરનો નહીં. એટલે બ્રાહ્મણો જાનાતિ માં બ્રાહ્મણ શબ્દના વાચ્યાર્થ તરીકે આત્મા લેવો પડે છે. એટલે શરીર અને આત્મા એ બન્ને જો સર્વથા ભિન્ન હોય તો બ્રાહ્મણત્વને પણ શરીર અને આત્મા બન્નેમાં રહેલ વ્યાસવૃત્તિ ધર્મ માનવાની આપત્તિ આવે એ સમજી શકાય છે. એટલે બ્રાહ્મણત્વ જો વ્યાસજ્યવૃત્તિ ધર્મ નથી, તો આ બન્ને વ્યવહારની સંગતિ માટે આત્મા અને શરીરને કથંચિત્ અભિન્ન માનવા જ જોઇએ. આની વિશેષ સ્પષ્ટતા અન્ય ગ્રન્થમાં કરી છે.રપ