Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 241
________________ २३० द्वात्रिंशद्वात्रिंशिका पस्यात्मन्येव कल्पयितुं युक्तत्वात्, तत्संकोचविकोचादिकल्पनागौरवस्योत्तरकालिकत्वेनावाधकत्वात्, शरीरावच्छिन्नपरिणामानभवस्य सार्वजनीनत्वेन प्रामाणिकत्वाच्चेति भावः। तथा. आत्मनः क्रियां विना સંભવિત છે જ ને!]. સમાધાન - તેમ છતાં, પરિમિત પરમાણુઓનું જ જે ગ્રહણ થાય છે તેના પ્રયોજક તરીકે અદૃષ્ટમાં જાતિવિશેષ રૂપ વિશેષની કલ્પના કરવી એના કરતાં આત્મામાં જ ક્રિયાવન્ત (ક્રિયા) રૂ૫ વિશેષની કલ્પના કરવી એ યોગ્ય છે. શિંકા – પણ આત્માને જો સક્રિય માનવો હોય તો વિભુ માની નહીં શકાય. અને તેથી એને શરીરપ્રમાણ માનવો પડશે. અને તો પછી નાના-મોટા શરીરને અનુરૂપ એના સંકોચ-વિકોચ વગેરે પણ કલ્પવા પડશે. આમ આ સંકોચ-વિકોચ વગેરેની કલ્પનાનું ગૌરવ થતું હોવાથી જ આત્મામાં ક્રિયાવસ્વરૂપ વિશેષ માનવાની કલ્પના અયોગ્ય ઠરે છે) સમાધાન - આ ગૌરવ ફળમુખ ગૌરવ રૂપ હોઇ દોષરૂપ નથી. આશય એ છે કે એક વાર કાર્ય-કારણભાવ નિશ્ચિત થઇ જાય તે પછી જે ગૌરવ ઉપસ્થિત થતું હોય તે ફળમુખ ગૌરવ રૂપ હોઇ દોષરૂપ હોતું નથી. અને તેથી એ કાર્ય-કારણભાવના નિશ્ચયનું બાધક બનતું નથી. કાર્ય-કારણભાવનો નિશ્ચય કરવા પૂર્વે જ જે ગૌરવ ઉપસ્થિત થતું હોય તે દોષ રૂપ હોય છે અને કાર્યકારણભાવના નિશ્ચયમાં બાધક બની જાય છે. પ્રસ્તુતમાં પરિમિત પરમાણુગ્રહણ રૂપ કાર્ય પ્રત્યે આત્મામાં ક્રિયાવત્ત રૂ૫ વિશેષને કારણ માનવાનો નિશ્ચય કરવામાં કોઇ ગૌરવ નડતું નથી. એ નિશ્ચય થયા પછી આત્માને સક્રિય માનવો પડતો હોઇ સંકોચ-વિકાસશીલ માનવાનું ગૌરવ ઉપસ્થિત થાય છે માટે એ બાધક નથી. શિંકા – અદૃષ્ટમાં જાતિવિશેષની કલ્પના કરવી એના કરતાં આત્મામાં જ ક્રિયાવસ્વ માનવું એ યોગ્ય છે એવું તમે કયા હેતુથી કહો છો?]. સમાધાન - બે હેતુથી અમે એ કહીએ છીએ. એક તો ઉપર કહ્યા મુજબ એમાં બાધક નથી. અને (૨) શરીરાવચ્છિન્ન સુખ-દુઃખ, જ્ઞાન વગેરે પરિણામનો અનુભવ સર્વજનોને પ્રતીતિસિદ્ધ હોઇ પ્રામાણિક છે. એટલે કે, સુખાદિ પરિણામો શરીર જેટલા ભાગમાં જ અનુભવાય છે એ સાર્વજનિક પ્રામાણિક પ્રતીતિના કારણે આત્માને પણ એટલો જ માનવો યોગ્ય છે. તેથી એ વિભુ ન હોવાનો નિશ્ચય પ્રામાણિક બનવાથી એમાં સક્રિયત્વની કલ્પના જ યુક્તિસંગત ઠરે છે. નિષ્ક્રિય આત્માનો શરીરસંબંધ અશક્યો. વળી આત્મામાં જો કોઇ ક્રિયા માનવાની ન હોય તો અમુક ચોક્કસ શરીરમાં એનો અનુપ્રવેશ (એકમેક સંકળાવા રૂપે સંબંધ) થયો છે એવું માની શકાતું નથી. એટલે અન્ય શરીરોની જેમ એ શરીરમાં પણ એક સરખો જ સામાન્ય સંયોગ હોવો સિદ્ધ થશે. તેથી બધા શરીરોનો સંયોગ સમાન થવાથી બધા શરીરો ભોગાવચ્છેદક બનવાની આપત્તિ આવશે, અથવા બધા શરીરો બધા આત્માઓ સાથે એક સરખી રીતે સામાન્ય સંયોગવાળા હોઇ તે તે દરેક શરીર બધા આત્માઓના ભોગનું અવચ્છેદક બનવાની આપત્તિ આવશે. આવી આપત્તિના ભયથી (એટલે કે એ આપત્તિને વારવા માટે) તે ચોક્કસ આત્માના ભોગ પ્રત્યે તે આત્માના અદૃષ્ટ વિશેષથી પ્રયોજ્ય જે સંયોગભેદ (જે વિશેષ પ્રકારનો સંયોગ) તે હેતુ બને છે – એટલે કે તેવો વિશેષ પ્રકારનો સંયોગ, જે શરીર સાથે હોય તે શરીરવચ્છેદન ભોગ થાય-આવી કલ્પના કરવી એ પણ કઇ રીતે યોગ્ય ઠરે? કેમકે અનંત આત્માના અનંત અદષ્ટ પ્રાયોજ્ય અનંત સંયોગભેદ વગેરેની કલ્પના કરવામાં ઘણું ગૌરવ છે. આશય

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252