Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ २२४ द्वात्रिंशद्वात्रिंशिका शङ्काकारणाभावस्य साम्यतः = तुल्यत्वात्, प्रमाणलक्षण इव प्रमाणेऽपि शङ्काकारणाभावे शंकाया अनुત્વરિત્યર્થ 19 રૂ II अहिंसादिधर्मसाधनग्राहकं हि प्रमाणं परेषां षष्ठितंत्रादिकं स्वस्वशास्त्रमेव, तत्र चाहिंसादिग्रहणांशे सर्वतन्त्रप्रसिद्धत्वेन न कदापि संशयस्तद्विशेषांशे तु भवन्नयमनुकूल एव, न चैकांशे शंकितप्रामाण्यज्ञानमितरांशस्याप्यनिश्चायकमिति युक्तं, घटपटसमूहालंवनात् घटांशे प्रामाण्यसंशये पटस्याप्यनिश्चयापत्तेरित्याशयवानाहअर्थयाथात्म्यशङ्का तु तत्त्वज्ञानोपयोगिनी। शुद्धार्थस्थापकत्वं च तन्त्रं सद्दर्शनग्रहे ।।१४।। अर्थेति। अर्थस्य = अहिंसादेर्याथात्म्यस्य = स्वतन्त्रप्रसिद्धनित्याश्रयवृत्तित्वानित्याश्रयवृत्तित्वादेः शङ्का तु विचारप्रवृत्त्या तत्त्वज्ञानोपयोगिनी । ततश्च प्रतीयमानं शुद्धार्थस्य = सर्वथा शुद्धविषयस्य व्यवस्थापकत्वं [स्थापकत्वं] = प्रमितिजनकत्वं सद्दर्शनस्य = शोभनागमस्य ग्रहे = स्वीकारे तन्त्रं = प्रयोजकं, तद्ग्रहे અર્થ નિશ્ચય થઇ શકે છે” એવું પણ નથી, કેમકે એ રીતે તો પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા કરવાનું કોઇ કારણ ન હોવું એ તુલ્ય જ હોઇ અર્થ નિશ્ચય શક્ય છે. જેને સ્વરસથી જ પ્રમાણમાં પ્રામાણ્યની શંકા પડે છે એને તો સ્વરસથી પ્રમાણના લક્ષણમાં પણ પ્રામાણ્યની શંકા પડી જ શકે છે. માટે પ્રમાણના લક્ષણને અર્થનિશ્ચયમાટે ઉપયોગી માનવું એ યોગ્ય નથી. તેથી અહિંસા વગેરે ધર્મસાધનના નિશ્ચય માટે પણ પ્રમાણનું લક્ષણ વગેરે અનુપયોગી હોઇ, પ્રસ્તુત ધર્મવાદમાં તેની ચર્ચા અનુપયોગી છે એ નિશ્ચિત થયું./૧૩ll અહિંસા વગેરે ધર્મસાધનોનો નિશ્ચય કરાવનાર પ્રમાણ તરીકે ઇતરધર્મીઓને તેઓના પોતપોતાના ષષ્ટિતંત્ર વગેરે શાસ્ત્ર જ છે. એમાં સામાન્યથી અહિંસા વગેરે તો સર્વ દર્શનોમાં ધર્મસાધન તરીકે પ્રસિદ્ધ છે, એટલે એ અંશમાં તો ક્યારેય સંશય સંભવતો નથી. એ અહિંસા વગેરેના વિશેષ સ્વરૂપમાં સંશય સંભવે છે. એટલે કે તે તે શાસ્ત્રમાં જેવી અહિંસા કહેલી છે તે યથાર્થ છે કે અયથાર્થ ઇત્યાદિ સંશય સંભવિત છે. પણ આવો સંશય તો પરમાર્થના નિશ્ચય માટે અનુકૂલ જ છે. શિંકા - તે તે શાસ્ત્ર, તેણે અહિંસાના સ્વરૂપ વગેરે જેવા દર્શાવ્યાં હોય તે અંશમાં જો શંકિત પ્રામાણ્યવાનું છે તો સામાન્યથી અહિંસા વગેરે અંશમાં શી રીતે પ્રમાણ ઠરે? અને તેથી શી રીતે નિશ્ચાયક બને? અર્થાત્ તે તે દરેક શાસ્ત્રોએ ધર્મસાધન તરીકે અહિંસા, સત્ય વગેરે જે કહ્યા છે તે અંશમાં તે તે શાસ્ત્ર પણ પ્રમાણ છે અને તે તે શાસ્ત્રમાં જ અહિંસા વગેરેનું જેવું સ્વરૂપ દર્શાવ્યું છે કે, તે તે શાસ્ત્રોમાં જ પ્રતિપાદિત એકાન્ત નિત્યતા વગેરે સિદ્ધાન્તોને અનુસરીને ઘટે છે કે નહીં એ સંશયાસ્પદ હોવાથી એ અંશમાં તે તે શાસ્ત્ર શંકિત પ્રામાણ્યવાળું છે. આવું શી રીતે સંભવે?] સમાધાન - જેનું પ્રામાણ્ય એક અંશમાં શંકિત હોય તે જ્ઞાન ઇતરાંશમાં પણ શંકિત પ્રામાણ્યવાળું જ હોય અને તેથી તે ઇતરાંશમાં પણ એ અનિશ્ચાયક જ હોય એવું માનવું એ યોગ્ય નથી. કેમકે એમ માનવામાં એવી આપત્તિ આવે છે કે ઘટ-પટ નું સમૂહાલંબન જ્ઞાન થયું હોય અને એના ઘટાંશમાં પ્રામાણ્યનો જો સંશય હોય તો પટનો પણ અનિશ્ચય રહે. તેથી ઘટાશમાં શંકિત પ્રામાણ્યવાળું સમૂહાલંબન જ્ઞાન પણ પટનું જેમ નિશ્ચાયક બને છે તેમ તે તે શાસ્ત્રો ધર્મસાધન તરીકે સામાન્યથી અહિંસા વગેરેને જે જણાવે છે તે અંશમાં તો નિશ્ચાયક છે જ. અને અહિંસા વગેરેના વિશેષ સ્વરૂપ વગેરે અંગેનો સંશય તત્ત્વજ્ઞાન માટે ઉપયોગી છે. આવું જણાવવાના

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252