Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 223
________________ २१२ द्वात्रिंशद्वात्रिंशिका T૩થ વાહિત્રિશાસ૮TI धर्मव्यवस्थातो वादः प्रादुर्भवतीति तत्स्वरूपमिहोच्यतेशुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्तितस्त्रिविधो वाद इत्येवं तत्त्वदर्शिभिः ।।१।। શુવેતિા IT. परानर्थो लघुत्वं वा विजये च पराजये। यत्रोक्तौ सह दुष्टेन शुष्कवादः स कीर्तितः ।।२।। परेति । यत्र दुष्टेन = अत्यन्तमानक्रोधोपेतचित्तेन सहोक्तौ सत्यां विजये सति परस्य = प्रतिवादिनः परः = प्रकृष्टो वाऽनर्थो = मरणचित्तनाशवैरानुवन्धसंसारपरिभ्रमणरूपः साध्वतिपातनशासनोच्छेदादिरूपो वा । पराजये च सति लघुत्वं वा “जितो जैनोऽतोऽसारं जैनशासनं” इत्येवमवर्णवादलक्षणं भवति, स शुष्कवादो गलतालुशोषमात्रफलत्वात् कीर्तितः ।।२।। ભક્ષ્યાભઢ્ય વગેરે અંગેની ધર્મવ્યવસ્થા દેખાડી. અન્યાન્ય ધર્મવાળાઓ જુદા જુદા પ્રકારની ધર્મવ્યવસ્થા માને છે. એટલે કઇ વ્યવસ્થા યોગ્ય છે? કઇ અયોગ્ય છે? ઇત્યાદિ જાણવા વગેરે માટે વાદો ઊભા થાય છે. તેથી આ આઠમી બત્રીશીમાં વાદનું સ્વરૂપ બતાવવામાં આવે છે. એમાં સૌ પ્રથમ વાદના પ્રકારો જણાવવા ગ્રન્થકાર કહે છે– શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. તત્ત્વજ્ઞોએ આ રીતે ત્રણ પ્રકારનો વાદ કહ્યો છે..“થોદ્દેશં નિર્દેશ:' એ ન્યાયે પ્રથમ શુષ્કવાદનું સ્વરૂપ દેખાડવા ગ્રન્થકાર કહે છે દુષ્ટપ્રતિવાદીની સાથે કરાતા જે વાદમાં વિજય થાય તો પ્રતિવાદીને અનર્થ થાય અને પરાજય થાય તો સ્વકીય જૈનશાસનની લઘતા થાય તે વાદ શુષ્કવાદ કહેવાય છે. જે પ્રતિવાદી અત્યંત અહંકારી તેમજ તીવ્રક્રોધી હોય એ દુષ્ટપ્રતિવાદી છે. આવા પ્રતિવાદી સામે જો વિજય થાય તો એનો અહંકાર ઘવાય છે જેને કારણે એને એવો જોરદાર આઘાત લાગે છે કે જેથી કદાચ એ મરી જાય છે યા ગાંડો બની જાય છે. કદાચ આવું ન થાય તો પણ પોતાનું અભિમાન તોડનાર જૈન વાદી સાથે એને વૈર બંધાય છે, તીવ્રàષ થાય છે જેના કારણે એનું સંસારપરિભ્રમણ વધે છે. પ્રતિવાદીને આવા બધા અનર્થો થાય છે. વળી માનભંગ થવાથી ગુસ્સે ભરાયેલો તે પ્રતિવાદી જો તેવું રાજકીય લાગવગ વગેરે રૂપ સામર્થ્ય ધરાવતો હોય તો એ વિજેતા બનનાર વાદી સાધુને યાવતું મૃત્યુ સુધીની સજા કરાવે છે. ત્યાં તો એ રાજ્ય વગેરેમાંથી શાસનનો સર્વથા ઉચ્છેદ કરાવે છે. આ સ્વપક્ષે થનાર અનર્થો જાણવા. કદાચ વાદી સાધુ હારી જાય અને એ દુષ્ટ પ્રતિવાદીનો વિજય થાય તો વધુ ગર્વિત થયેલો એ અહંકારી પ્રતિવાદી “જૈન સાધુ હારી ગયા, માટે જૈનશાસન તુચ્છ છે' ઇત્યાદિ રૂપે પ્રવચનની નિંદા રૂ૫ લઘુતા કરે કરાવે છે. આમ આવા વાદમાં વિજય થાય કે પરાજય થાય તો પણ સ્વ-પરને તત્ત્વપ્રાપ્તિ માર્ગપ્રાપ્તિ વગેરે રૂપ તો કોઇ લાભ થતો જ નથી. તેથી એમાં માત્ર ગળું-તાળવું વગેરે સુકાવાનું રહેવાથી એને શુષ્કવાદ કહે છે.રા. હિવે વાદના બીજા પ્રકાર વિવાદનું સ્વરૂપ જણાવવા ગ્રન્થકાર કહે છે–]

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252