Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ वाद-द्वात्रिंशिका फलं भवति, ततः = प्रतिवादिनः सकाशात् पराजये चात्मनोऽधिकृतसाधोः मोहस्यातत्त्वादौ तत्त्वाद्यध्यवसायलक्षणस्य नाशश्च प्रकट इत्युभयथापि फलवानयमिति भावः ।।५।। अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना। देशाद्यपेक्षयाऽन्योऽपि विज्ञाय गुरुलाघवम् ।।६।। अयमेवेति । तत् = तस्मात् तत्त्वज्ञेन तपस्विना, अयमेव = धर्मवाद एव विधेयः । अपवादमाह - देशो नगर-ग्रामजनपदादिः, आदिना कालराजसभ्यप्रतिवाद्यादिग्रहः, तदपेक्षया = तदाश्रयणेन गुरुलाघवं = ટોપ મુકયો- રવદુત્વે વિજ્ઞાય કોડરિ વિવાર (? વાત )ાર્યTદ્દ . अत्र ज्ञातं हि भगवान् यत्स नाभाव्यपर्षदि । दिदेश धर्ममुचिते देशेऽन्यत्र दिदेश च ।।७।। अत्रेति । अत्र देशाद्यपेक्षायां ज्ञातम् = उदाहरणं हि भगवान् श्रीवर्धमानस्वामी, यत् स न अभाव्यपर्षदि વળી આ બેના કારણે, વિજયી બનેલા સાધુનો કે જૈનદર્શનનો અવર્ણવાદ કરવા એ પ્રેરાતો નથી. આ પણ કાંઇ જેવું તેવું ફળ નથી. કદાચ એ પ્રતિવાદીથી વાદી સાધુ પરાજિત થઇ જાય તો પણ એ મધ્યસ્થ પ્રતિવાદી ખોટો ગર્વ કરી મેણા-ટોણાં નથી મારતો. તેમજ મધ્યસ્થ વાદીને પોતે માનેલા તત્ત્વમાં ક્યાં દોષ છે-પોતે એ બાબતમાં કઇ રીતે ઉંધી સમજ પકડી બેઠો છે - જેના કારણે પોતે હાર્યો એના ખ્યાલ આવવાથી પોતાની, અતત્ત્વને તત્ત્વરૂપ માનવાની એ વિપરીત સમજ સ્વરૂપ મોહને એ દૂર કરી શકે છે. આમ વાદીનો વિજય થાય કે પ્રતિવાદીનો, બન્ને રીતે સ્વ-પરને ધર્મનો લાભ થવાથી ધર્મવાદ તો સફળ જ બને છે એ આનાથી સ્પષ્ટ થયું. માટે આ વાદ ધર્મપ્રધાન છે.પણ [ધર્મવાદ જ બધી રીતે સફળ બને છે એ નિશ્ચિત થયે ગ્રન્થકાર કઇંક ઉપદેશ આપે છે...] આમ ધર્મવાદ ઉભયથા લાભ કરનારો હોવાથી તત્ત્વજ્ઞ તપસ્વીએ ધર્મવાદ જ કરવો જોઇએ. આ ધર્મવાદ તેમજ અન્ય (શુષ્કવાદ કે વિવાદ) પણ દેશ વગેરેની અપેક્ષાએ ગુરુ લાઇવ જોઇને કરવો જોઇએ. જ્યાં વાદ કરવો છે તે દેશ કુતીર્થિક વગેરેની પ્રચુરતાવાળો છે કે અલ્પતાવાળો? કાલ દુર્મિક્ષ છે કે સુભિક્ષ? રાજા અને સભ્યો તત્ત્વના જાણકાર છે કે અજાણ? મધ્યસ્થ છે કે પક્ષપાતવાળા? પ્રતિવાદી વાદ માટે યોગ્ય છે કે અયોગ્ય? સ્વયં વાદ કરવા માટે સમર્થ છે કે અસમર્થ? આ બધાની અપેક્ષાએ ગૌરવ-લાઘવનો વિચાર કરવો જોઇએ. એટલે કે આવા દેશ વગેરેમાં વાદ કરવાથી પ્રવચનનું અને મારું ગૌરવ વધશે કે લઘુતા થશે? લાભ વધુ થશે કે નુક્શાન? એ વિચારવું જોઇએ. જે રીતે ગૌરવ થાય– લાભ સંભવે એ રીતે વાદ કરવો જોઇએ. આમ દેશ વગેરેની અપેક્ષાએ ગુરુ લાઘવનો નિર્ણય કરી મુખ્યતયા ધર્મવાદ જ કરવો. પણ જો વિવલિત દેશ વગેરેમાં ધર્મવાદથી નહીં, અને શુષ્કવાદ કે વિવાદથી લાભપ્રાપ્તિ વધુ હોય અને નુકશાન ઓછું હોય એવું જાણવા મળે | દેશ વગેરેમાં શશ્કવાદ કે વિવાદ પણ કર્તવ્ય છે. આ અપવાદપદે જાણવું.કા દિશાદિની અપેક્ષાનું સમર્થન કરતા ગ્રન્થકાર કહે છે...] વાદ દેશ વગેરેની અપેક્ષાએ કરવો જોઇએ એવું જે કહ્યું તેમાં પ્રભુ મહાવીર સ્વામીનું દષ્ટાન્ત જાણવું. પ્રથમ સમવસરણમાં સભા અયોગ્ય હતી. એટલે ભગવાને ત્યાં ધર્મદેશના આપી નહીં. અને અન્ય પ્રતિબોધયોગ્ય જીવોથી યુક્ત દેશમાં ધર્મદેશના આપી હતી. એટલે, સામાન્યથી ધર્મદેશના માટે પણ દેશ આદિ વગેરેની

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252