Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 222
________________ धर्मव्यवस्था-द्वात्रिंशिका २११ ये त्वेकान्तनिश्चयमेवाद्रियन्ते ते निश्चयतो निश्चयमेव न जानते, हेतुस्वरूपानुवन्धशुद्धतज्ज्ञानाभावात् । तदाह "णिच्छयमवलंवंता णिच्छयओ णिच्छयं अयाणंता । णासंति चरणकरणं वाहिरकरणालसा केई ।।१।। तद् = तस्मात्सदाचारः परिशुद्धवाह्ययतना भावश्च = शुद्धपरिणामः ताभ्यामभ्यन्तरवर्त्मना गन्तव्यं मुमुक्षुणा, तथैव दयाविशेषसिद्धेरिति हितोपदेशः ।।३१।। विदित्वा लोकमुत्क्षिप्य लोकसंज्ञां च लभ्यते। इत्थं व्यवस्थितो धर्मः परमानन्दकन्दभूः ।।३२।। विदित्वेति। विदित्वा = ज्ञात्वा, लोकं = स्वेच्छाकल्पिताचारसक्तं जनं, उत्क्षिप्य = निराकृत्य लोकसंज्ञां बहुभिर्लोकैराचीर्णमेवास्माकमाचरणीयमित्येवंरूपां च लभ्यते = प्राप्यते इत्थमुक्तरीत्या व्यवस्थितः = प्रमाणप्रसिद्धः धर्मः परमानन्द एव कन्दस्तस्य भूः = उत्पत्तिस्थानम् ।।३२ ।। _| તિ થવ્યવથાકત્રિશિTI૭TI. તેઓ પ્રાપ્ત થયેલ સ્વરૂપ શુદ્ધ નિશ્ચયને પણ ગુમાવે છે.] કહ્યું છે કે “નિશ્ચયમાત્રનું આલંબન લેનારા કેટલાક નિશ્ચયપ્રેમીઓ વાસ્તવમાં નિશ્ચયને જ જાણતા નથી. બાહ્ય સદાચારોને સેવવામાં આળસુ બનેલા તેઓ ચરણસિત્તરી અને કરણસિત્તરીનો નાશ કરે છે, એટલે કે પ્રાપ્ત થયેલ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.” આમ એકલા નિશ્ચયને પકડવાથી વસ્તુતઃ તો નિશ્ચયથી પણ ભ્રષ્ટ જ થવું પડે છે. તેથી મુમુક્ષુએ પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર તેમજ શુદ્ધ પરિણામરૂપ ભાવ આ બન્ને દ્વારા આત્યંતર માર્ગે ચાલવું જોઇએ. કારણકે આ રીતે ચાલવાથી જ નિશ્ચય-વ્યવહાર ઉભય માન્ય (અને તેથી સિદ્ધાન્તમાન્ય) વિશેષ પ્રકારની દયા સિદ્ધ થાય છે. આ મુમુક્ષુ પ્રત્યેનો ઉપદેશ છે.૩૧ી ધર્મવ્યવસ્થા બત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે લોકને જાણીને અને લોકસંજ્ઞાને દૂર કરીને, ઉપર કહી ગયાં મુજબની વ્યવસ્થાવાળો ધર્મ પ્રાપ્ત થાય છે જે ધર્મ પરમાનંદ મોક્ષરૂપી કંદની ઉત્પત્તિભૂમિ છે. લોક સ્વઇચ્છા મુજબ કલ્પી કાઢેલા આચારોને પાળવામાં તત્પર હોય છે. આ જાણીએ એટલે લોક સંજ્ઞાનો ત્યાગ થાય છે. જાતને ધર્મી તરીકે ઓળખાવનારા પણ ઘણા લોકો માંસભક્ષણ કરે છે, વેદોક્ત માંસભક્ષણને નિર્દોષ માને છે. મદ્યપાનને નિર્દોષ માને છે, પુત્ર પ્રાપ્તિ માટે મૈથુનસેવનને ધર્મ તરીકે આચરે છે, દરેક સ્ત્રી પ્રત્યે સમભાવ રાખી દરેકને ગમ્ય માને છે, તપને દુઃખરૂપ માની એનાથી દૂર રહે છે, લૌકિક દયાને પાળે છે, માટે અમારે પણ આવું બધું આચરવું-માનવું જોઇએ આવો અભિપ્રાય એ લોકસંજ્ઞા છે. સ્વઇચ્છાનુસારે કલ્પી કાઢેલા આચારોથી કાંઇ મુમુક્ષુને ઇષ્ટ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કિન્તુ જ્ઞાની પુરુષોએ કહેલા યુક્તિસંગત આચારોથી એ પ્રાપ્તિ થાય છે. માટે “ઘણા લોકો કરે છે એટલે હું પણ કરું' એવી લોકસંજ્ઞા ત્યાજ્ય છે. એનો ત્યાગ થવાથી ઉપર કહ્યા મુજબની માંસભક્ષણત્યાગ વગેરે વ્યવસ્થાવાળો પ્રમાણસિદ્ધ ધર્મ પ્રાપ્ત થાય છે જે પરમાનંદ મોક્ષના ઉત્પત્તિસ્થાનરૂપ હોઇ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.૩૨I आस्तिक्यं हि असत्प्रवृत्तिभयनिमित्तम् - धर्मपरीक्षा આસ્તિક્ય અસત્યવૃત્તિથી ભય પેદા કરવાનું પ્રબળ નિમિત્ત છે.

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252