Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 220
________________ २०९ धर्मव्यवस्था-द्वात्रिंशिका जोगं पप्प विणस्संति णत्थि हिंसाफलं तस्स ।।१।।" अयतनावतो = यतनावर्जितस्य । अपीडनेऽपि = दैवात्परप्राणिपीडनाभावेऽपि तत्त्वतः पीडैव भवति । तदुक्तं “जे वि ण वाविज्जंति णियमा तेसिं पि हिंसगो सो उ। सावज्जो उपओगेण सव्वभावेण सो जम्हा ।।१।।" । इत्थं परिणामप्राधान्यमेव व्यवस्थितमित्याहरहस्यं परमं साधोः समग्रश्रतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ।।३०।। ___ रहस्यमिति । रहस्यं = तत्त्वं परमं = सर्वोत्कृष्टं साधोः = समग्रश्रुतधारिणः = स्वभ्यस्तगणिपिटकोपनिषदः परिणामस्य = चित्तभावस्य प्रमाणत्वं = फलं प्रति स्वातंत्र्यलक्षणं निश्चये = निश्चयनये एकाग्रं (અન્ય જીવના તેવા) ભાગ્યયોગે અન્ય જીવને પીડા ન થાય તો પણ તત્ત્વતઃ તો એ પીડારૂપ જ બને છે. એટલે કે તે જીવની જયણાશુન્ય તે પ્રવૃત્તિ વસ્તુતઃ તો પીડાકર પ્રવૃત્તિરૂપ જ બને છે. અને તેના કારણે એ જયણાન્ય જીવને સાંપરાયિક કર્મબંધ થાય જ છે.] કહ્યું છે કે “જે જીવો મરતા નથી તેઓનો પણ એ જયણાશૂન્ય પ્રમત્ત જીવ તો નિયમા હિંસક જ છે. કેમકે એ પોતાના ઉપયોગ = પરિણામની અપેક્ષાએ તો સર્વભાવે સાવદ્ય છે જ.”ારો આમ અહિંસાપાલન થવું કે હિંસાદોષ લાગવો એમાં, જીવરક્ષા માટે સૂત્રોક્ત જયણા પાલનના ભાવ રૂપ પરિણામ છે કે નહીં એ જ મુખ્ય ભાગ ભજવે છે એવી વ્યવસ્થા છે એ જણાવવા ગ્રન્થકાર કહે છે– હિંસા-અહિંસા અંગે નિશ્ચય-વ્યવહાર) ઠોસ અભ્યાસથી સમસ્ત દ્વાદશાંગીના રહસ્યને પામેલા સાધુઓ નિશ્ચયનયમાં જ્યારે દત્તચિત્ત હોય છે ત્યારે આવું સર્વોત્કૃષ્ટ રહસ્ય જાણે-જણાવે છે કે કોઇપણ પ્રવૃત્તિના કર્મબંધ કે કર્મનિર્જરારૂપ ફળ પ્રત્યે ચિત્તના ભાવ રૂપ પરિણામ એ જ પ્રમાણ છે. એટલે કે એ જ સ્વતંત્રપણે બંધ કે નિર્જરા રૂ૫ ફળ આપી દે છે, એને એ ફળ આપવામાં હિંસા થવી કે ન થવી વગેરે રૂપ બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષા છે નહીં. [બાહ્ય હિંસા થવા છતાં જો પ્રમાદ વગેરે રૂપ અશુદ્ધ પરિણામ ન હોય તો એ હિંસા કર્મબંધરૂપ ફળ આપી શકતી નથી અને બાહ્ય અહિંસા જળવાયેલી હોવા છતાં જો જયણા વગેરે રૂપ શુદ્ધ પરિણામ ન હોય તો એ અહિંસા કર્મનિર્જરા રૂપ ફળને આપી શકતી નથી. એટલે કે બાહ્ય હિંસા કે અહિંસા ફળ આપવામાં આંતરિક પરિણામની અપેક્ષા રાખે છે, સ્વતંત્ર નથી, માટે એ પ્રમાણ નથી. તેમ છતાં, આંતરિકપરિણામ લોકવ્યવહારનો વિષય નથી, બાહ્ય હિંસા કે અહિંસા જ લોકવ્યવહારનો તો વિષય છે. એટલે વ્યવહારનય તો બાહ્ય હિંસાથી અને અહિંસાથી જ કર્મબંધ કે કર્મનિર્જરાનો વ્યવહાર કરે છે. એટલે કે વ્યવહારનયે બાહ્ય હિંસા/અહિંસા પ્રમાણ છે. એમાં પણ આંતરિક અશદ્ધભાવ વિશિષ્ટ હિંસાને જે કર્મબંધ પ્રત્યે પ્રમાણ માને છે અને આંતરિક શુદ્ધભાવ વિશિષ્ટ અહિંસાને જે કર્મનિર્જરા પ્રત્યે પ્રમાણ માને છે તે (શુદ્ધવ્યવહારનય જાણવો) અને તે સિવાયનો અશુદ્ધવ્યવહારનય જાણવો.]ll૩ ll શંકા - “આંતરિક પરિણામને કર્મનિર્જરા રૂપ ફળ આપવામાં બાહ્ય જીવરક્ષાની કોઇ અપેક્ષા નથી' આવો જ જો નિશ્ચયનયનો અભિપ્રાય છે તો પરપ્રાણરક્ષા કરવાની જરૂર જ શી છે? આશય એ છે तुलना -- परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ।।

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252