Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 219
________________ २०८ द्वात्रिंशद्वात्रिंशिका प्रत्येकं जीवहिंसाव्यतिरिक्तामिच्छति। शब्दसमभिरूद्वैवंभूतनयानां चात्मैव हिंसा निजगुणप्रतिपक्षप्रमादपरिणतः, स्वभावपरिणतश्चात्मैवाहिंसेति नयविभागः ।।२८ ।। विशष्टव्यवहारविधेर्विशेष्यवाधेऽपि विशेषणोपसंक्रमान्न व्याघात इत्याहयत्नतो जीवरक्षा तत्पीडापि न दोषकृत्। अपीडनेऽपि पीडैव भवेदयतनावतः ।।२९।। यत्नत इति । यत्नतः = सूत्रोक्तयतनया जीवरक्षार्था = स्वरसतो जीवरक्षोद्देशप्रवृत्ता। तत्पीडापि = जीवपीडापि । न दोषकृत् = न सांपरायिककर्मवन्धकृत् । यत उक्तं “अज्झत्थविसोहीए जीवनिकाएहि संघडे लोए। લિયમદ્દિાત્ત નિહિં તેનઋલોટિંગ9 T” તથા - “तस्स असंवेयओ संवेययओ अ जाइ सत्ताई। છે. ઋજુસૂત્રનય પ્રત્યેક પ્રત્યેક જીવહિંસાને ભિન્ન ભિન્ન માને છે. સ્વકીય ગુણોના પ્રતિપક્ષ ભૂત પ્રમાદ વગેરે પરિણામો વાળો આત્મા જ હિંસા છે અને સ્વભાવરૂપે પરિણમેલો આત્મા જ અહિંસા છે એવો શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનયોનો અભિપ્રાય છે. હિંસા અને અહિંસા અંગે આવી નયપ્રરૂપણા જાણવી. ll૨૮ જયણાશીલ સાધકે કરેલ પરપ્રાણરક્ષણ એ અહિંસા છે એવું વ્યવહારનયે કહ્યું. એટલે કે જયણા વિશિષ્ટ પરપ્રાણરક્ષણ રૂપ અહિંસાનું વ્યવહારથી વિધાન છે. અપવાદાદિ સ્થળે, જયણાયુક્ત સાધકથી પણ જે દ્રવ્યહિંસા થઇ જાય છે તેમાં પરપ્રાણરક્ષણ રૂપ વિશેષ્ય બાધિત થઇ જાય છે. તેમ છતાં, વિશેષને દિવિધિનિષેધો વિશેપમુપસં%ામતો વિશેળાડકવાધવે સતિ’ વિશેષણયુક્ત (એટલે કે વિશિષ્ટ) વિધિ- નિષેધ વિશેષણમાં સંક્રાન્ત થઇ જાય છે જો વિશેષ્ય બાધિત હોય' એવા ન્યાય મુજબ પ્રસ્તુતમાં પણ અહિંસાનો વિધિ “જયણા' રૂપ (“આજ્ઞા શુદ્ધભાવ” રૂ૫) વિશેષણમાં સંક્રાન્ત થઇ જાય છે. એટલે વિશિષ્ટ અહિંસારૂપ વિશિષ્ટવ્યવહારવિધિનું પાલન થયું ન હોવા છતાં વિશેષણમાં સંક્રાન્ત થયેલ તે વિશિષ્ટ વ્યવહાર વિધિનું પાલન તો સંપન્ન થયું જ હોય છે. માટે વિશિષ્ટ વ્યવહારવિધિનો પણ વ્યાઘાત થતો નથી એવું ગ્રન્થકાર જણાવે છે-- આ જ રીતે ‘પ્રમાદયક્ત પરમાણવ્યપરોપણ' એ હિંસા છે અને એનો નિષેધ છે. જ્યાં અજયણા રૂપ પ્રમાદ છે ત્યાં કદાચ જીવહિંસા ન થઇ હોય તો પણ ઉક્તન્યાયે, પ્રમાદરૂપ વિશેષણમાં સંક્રાન્ત થયેલ તે વિશિષ્ટ નિષેધનો વ્યાઘાત થતો નથી એવું ગ્રન્થકાર જણાવે છે–] જીવરક્ષા માટે યત્નથી કરાયેલી જીવપીડા પણ દોષ કરનારી બનતી નથી. જયણાશુન્ય જીવે પીડા ન કરી હોય તો પણ એ પીડારૂપ જ બને છે. સ્વરસથી = પોતાના તેવા આંતરિક ભાવથી જીવને બચાવવા માટે જે સૂત્રોક્ત જયણા પાળવામાં આવે છે તેનાથી કદાચ કોઈ જીવને પીડા થઇ જાય તો પણ તે પીડા સાંપરાયિક કર્મબંધ = સકષાય કર્મબંધ કરનારી બનતી નથી. કહ્યું છે કે “જીવનિકાયોથી ખીચોખીચ ભરેલા આ લોકમાં (જીવોની દ્રવ્યહિંસા અવશ્યભાવી હોવા છતાં) રૈલોક્યદર્શી શ્રીજિનેશ્વર દેવોએ ‘અધ્યાત્મવિશુદ્ધિથી અહિંસકપણું જળવાઇ રહે છે' એમ કહ્યું છે.” વળી આવું પણ કહ્યું છે કે “(ઇર્યાસમિતિના પાલનમાં તત્પર અધ્યાત્મવિશુદ્ધિ યુક્ત) તે મહાત્માના યોગ (= શારીરિક વ્યાપાર) ને પામીને, તેમની જાણ બહાર કે જાણ હોવા છતાં (સહસાત્કારે) જે જીવો વિનાશ પામે છે તેની હિંસાનું ફળ (પાપ કર્મબંધ વગેરે) તે મહાત્માને મળતું નથી.” જે જીવ જયણા રાખતો નથી તેનાથી કદાચ

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252