________________
१३६
द्वात्रिंशद्वात्रिंशिका
परिणामात् । स परिणामस्तन्त्रोक्तस्मृतिमूलया = आगमवचनस्मरणपूर्विकया चेष्ट्या = प्रवृत्त्या शुभो भवति, भक्तिबहुमानविनयादिलिंगानामागमानुस (स्म) रणमूलत्वात् । तदिदमाह [ षो. ७/१२-१३]
बिंबं महत् सुरूपं कनकादिमयश्च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् । । आगमतंत्रः सततं तद्वद्भक्त्यादिलिंगसंसिद्धः ।
चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेषः । । इति । । १५ ।। लोकोत्तरमिदं ज्ञेयमित्थं यबिंबकारणम् ।
मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ॥ १६ ॥
लोकोत्तरमिति । इत्थं = आगमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धेन यद्विवकारणमिदं लोकोत्तरं मोक्षदं च ज्ञातव्यम् । अन्यच्च = उक्तविपरीतं च विंवकारणं लौकिकं सदभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्याવધુ કીમતી ચીજ વાપરીએ એમ બહુધા વધુ શુભ ભાવ પ્રગટે છે. વળી ભાવ સ્વયં તો દુર્લક્ષ છે. એટલે વ્યવહાર નય એમ માને છે કે પાષાણ ક૨તાં સોનાનું અને સોના કરતાં રત્નનું બિંબ બનાવવામાં ફળ વધુ વધુ મળે છે. અથવા બિંબ નિર્માણકાળે અંતરના ભાવો જેટલા વધુ શક્ય બને એટલા વધુ પ્રભુ પ્રત્યેની ભક્તિના ઉછાળાઓથી રસાયેલા હોવા આવશ્યક છે એ વાત ૫૨ જોર આપવા માટે આ રીતનું કથન જાણવું. બાકી ગ્રન્થકારે સ્વયં ષોડશક ૭-૧૩ ની વૃત્તિમાં કહ્યું છે કે “વિશિષ્ટ પ્રકારનો ભક્તિભાવ ઉભરાવવામાં નિમિત્ત બનવા રૂપે બાહ્યવિશેષ પણ આદરણીય છે જ. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે –
'लक्खणजुत्ता पडिमा पासाइआ समत्तलंकारा |
पल्हाया जह व मणं तह णिज्जरमो वियाणाहि । ।
લક્ષણયુક્ત, આહ્લાદક, સમસ્ત અલંકારથી વિભૂષિત પ્રતિમા મનને જેવો (= જેટલા પ્રમાણમાં) પ્રહ્લાદ કરે એટલી નિર્જરા જાણવી.”]
આ ભાવ = પરિણામ આગમવચનના સ્મરણપૂર્વક કરાતી પ્રવૃત્તિથી સંપન્ન થતી ભક્તિના પ્રભાવે શુભ થાય છે, કારણકે ભક્તિ, બહુમાન, વિનય વગેરે લિંગો આગમાનુસ્મરણ મૂલક છે. તે પણ એટલા માટે કે આગમાનુસારી આરાધક સતત આગમદાતાં ભગવાન પરના ભક્તિ વગેરે લિંગોથી નિશ્ચિતપણે સંસિદ્ધ હોય છે. ષોડશક (૭/૧૨-૧૩) માં કહ્યું છે કે ‘પ્રતિમા મોટી, સુંદર આકૃતિવાળી કે કનકાદિમય હોવી... આવી બધી જે કોઇ વિશેષતા હોય છે તેનાથી વિશિષ્ટફળ નથી મળતું, કિન્તુ આશયવિશેષથી વિશિષ્ટ ફળ મળે છે. આગમાનુસારી જીવ નિરંતર આગમવાનુ પરની ભક્તિ-વિનય-બહુમાન વગેરે હિંગોથી આલિંગિત હોય છે. આવા હિંગોથી આલિંગિત હોવું તે તેમજ પ્રવૃત્તિ વખતે આગમસ્મરણ રહ્યા કરવું એ, આ બધું પ્રશસ્ત આશયવિશેષ છે.।।૧૫।। [ઉક્ત વિધિ પૂર્વક તેમજ તેનાથી શૂન્ય પણે જે બિંબ ભરાવવામાં આવે છે તેના નામ ભેદ અને ફળ ભેદને કહેવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે–]
આમ આગમોક્તવિધિના સ્મરણથી ગર્ભિત ચેષ્ટાથી શુદ્ધ થયેલ આશયથી જે બિંબ ભરાવવામાં આવે છે તે લોકોત્તર હોય છે અને મોક્ષદાતા હોય છે. આનાથી વિપરીત૫ણે જે બિંબ ભરાવવામાં આવ્યું હોય છે તે લૌકિક હોય છે અને સ્વર્ગ વગેરે અભ્યુદયફળ આપનારું હોય છે. એમ તો પ્રથમ લોકોત્તર બિંબથી પણ સ્વર્ગાદિરૂપ શ્રેષ્ઠ અભ્યુદય થાય છે, પણ એ ગૌણ રૂપે થાય છે જ્યારે લૌકિકબિંબથી એ મુખ્ય રૂપે થાય છે.