Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 195
________________ द्वात्रिंशद्वात्रिं [સાધુ સામણ્યદ્વાત્રિંશિકા અંગે કંઇક વિશેષ] આ બત્રીશીમાં સામગ્મના સંપાદન માટે તત્ત્વસંવેદન, સર્વ સંપત્કરી ભિક્ષા અને જ્ઞાનગર્ભિતવૈરાગ્ય આ ત્રણ વાતો આવશ્યક બતાવી છે. ૧૮૪ આમાં પ્રથમ તત્ત્વસંવેદન– આઠમી ગાથાની વૃત્તિમાં તત્ત્વસંવેદનનો સંસ્કા૨રૂપ સંબંધ આવશ્યક કહ્યો છે. આ સંસ્કારરૂપ સંબંધ એટલે શું? એ વિચારીએ– તત્ત્વસંવેદનમાં બે બાબતો છે - તત્ત્વનો બોધ (= હેય- ઉપાદેયનો યથાર્થ વિવેક કરી આપતો બોધ) ને એ બોધને અનુરૂપ નિવૃત્તિ-પ્રવૃત્તિ. આમાંથી, તત્ત્વબોધના સંસ્કાર એટલે, કોઇપણ સર્વજ્ઞોક્ત સૂક્ષ્મ બાબતો પોતાની બુદ્ધિમાં ન બેસે કે કોઇપણ બાબત અંગે અન્યાન્ય શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું નિરૂપણ મળે કે કોઇ બાબતમાં શાસ્ત્રીય નિરૂપણ કરતાં પોતાના અનુભવ અલગ પડે... આવા બધા પ્રસંગોએ સર્વજ્ઞવચનોમાં શંકા પડવાની સંભાવના પણ ન ૨હે. મારો ક્ષયોપશમ મન્દ છે. માટે મને બેસતું નથી - જેમણે રાગ-દ્વેષ-અજ્ઞાન સ્વરૂપ અસત્યનાં ત્રણ કારણો દૂર કરી નાખ્યા છે એમના વચનોમાં અન્યથાત્વ હોય નહીં...તમેવ તમેવ સભ્રં નિશ્ચંદ્ર નં નિર્દિ વેડ્યું... વગેરે વિચારણાઓથી, તેમજ સન્મતિતર્ક વગેરે દર્શનગ્રન્થો, છેદગ્રન્થો, વિપુલ કર્મસાહિત્ય વગેરેના સહૃદયતાથી કરેલા એવા અધ્યયનાદિ કે જેના દ્વારા દિલમાંથી અવાજ ઊઠવા માંડે કે સર્વજ્ઞ સિવાય આવું નિરૂપણ કોઇ કરી શકે નહીં... આવા અધ્યયનાદિથી એવો ક્ષયોપશમ પ્રગટવો કે જેથી અન્યને જ્યાં શંકા પડવાની કે વિપરીત બોધ થવાની સંભાવના હોય ત્યાં પણ એવી સંભાવના ન રહે. ને સીધું પ્રભુના વચનોમાં તો ક્યાંય ગરબડ હોય નહીં. મારી સમજમાં ફેર હોય શકે... આ વિચાર જ સ્ફુરે... આવી ભૂમિકા થઇ હોય એ યથાર્થજ્ઞાનનો સંસ્કાર રૂપ સંબંધ થયો કહેવાય. એમ ડગલે ને પગલે પોતાની તે તે પ્રવૃત્તિનું આ હેય કે ઉપાદેય છે? એનું વિભાજન થયા કરવું... આ પણ એનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. નહીંતર ક્યારેક શાસ્ત્રવચનોના એકાગ્ર ઉપયોગકાળે વાસ્તવિક શ્રદ્ધા કે હેય-ઉપાદેયનો યથાર્થ બોધ હોય, પણ જેવો એ ઉપયોગ છૂટ્યો કે પાછી કોઇપણ પ્રકારની ગરબડની શક્યતા... આવી અવસ્થા એ યથાર્થબોધનો સંસ્કારરૂપ સંબંધ નથી. ને તેથી એ ક્યારેય પણ દગો દઇ દે... તેથી સામગ્રીની પૂર્ણતા થાય નહીં. હવે બોધાનુરૂપ પ્રવૃત્તિના સંસ્કારનો વિચાર કરીએ ત્યાજ્ય પ્રવૃત્તિથી વિરમવાના એવા સંસ્કાર (= લબ્ધિ = ક્ષયોપશમ) ઊભા થવા જોઇએ કે જેથી સ્વપ્નમાં પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અટકી જવાનું થાય. જેમકે પ્રથમ અહિંસા મહાવ્રતનું પચ્ચક્ખાણ જો આવા સંસ્કાર ઊભા ક૨વામાં સમર્થ બન્યું હોય તો રાત્રે સ્વપ્નમાં પોતે કશે જઇ રહ્યા હોય ને વચ્ચે પાણીનો રેલો આવ્યો... તો તરત પગ અટકી જાય... સ્વપ્નમાં રેલવે વગેરે દેખાય ને એમાં પોતે બેસ્યા આવું જોવા મળે તો સમજવું કે આવશ્યક સંસ્કાર ઊભા થયા નથી. એમ જાગ્રત અવસ્થામાં પણ જ્યારે જ્યારે મહાવ્રત વિરોધી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ત્યારે સાવધાની આવે ને એનાથી અટકવાનું થાય તો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. જો સાવધાની આવી જાય કે આ પ્રવૃત્તિ મારા સંયમ-મહાવ્રત-સમાચારી વગેરેની વિરુદ્ધ છે ને છતાં ય પ્રમાદાદિવશ એ પ્રવૃત્તિ થાય તો તત્ત્વબોધના સંસ્કાર છે પણ તદનુરૂપ આચરણના સંસ્કાર નથી ને તેથી તત્ત્વસંવેદનનો સંસ્કારરૂપ સંબંધ નથી એ જાણવું... ને જો એવી વિપરીત પ્રવૃત્તિ વખતે, આ પ્રવૃત્તિ ‘મારે ન કરાય – ત્યાજ્ય છે – મારા વ્રતવિરોધી છે’ આવી કોઇ સાવધાની પણ ન આવે તો સમજવું કે તત્ત્વબોધનો પણ સંસ્કાર સ્વરૂપ સંબંધ થયો નથી. સાવધાની આવવા છતાં પ્રમાદાદિવશ વિપરીત આચરણ એકવાર કર્યું.. બીજીવાર કર્યું.. ત્રીજીવાર કર્યું.. એમ વારંવાર કરવાથી પછી સાવધાની આવવી પણ બંધ થઇ જવાની શક્યતા -

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252