________________
६२
द्वात्रिंशद्वात्रिंशिका
પંડિત જીવોની બુદ્ધિ જેટલી વિકાસ પામેલી ન હોઇ, સુંદર આચાર માર્ગ જોવા મળી જાય તો પછી એના મૂળભૂતસિદ્ધાન્તો આ અહિંસા વગેરેને અનુરૂપ છે કે નહીં? એ જોવાની તેઓને જરૂ૨ લાગતી નથી. પંડિતજીવો શાસ્ત્રતત્ત્વને જુએ છે. એટલે કે જેના શાસ્ત્રોનો સિદ્ધાન્ત એવો હોય કે જેના ૫૨ અહિંસા વગેરે સંગત ઠરે તેને તેઓ યોગ્ય માને છે. એટલે કે તેઓ જે ધર્મ ‘તાપ' પરીક્ષામાં ઉત્તીર્ણ થતો હોય તેને સત્ય ધર્મ તરીકે સ્વીકારે છે. તેઓ વૃત્તને પણ જુએ છે. તેમ છતાં વૃત્ત કરતાંયે અનેક ગણું વધુ મહત્ત્વ મૂળભૂતસિદ્ધાંતને જ આપતા હોય છે. એટલે એક કઠોર આચાર પાલન કરનારા ગચ્છ બહાર થયેલ સાધુ છે અને એક શિથિલ બનેલ સંવિગ્નપાક્ષિક છે. તો એ બેમાં પંડિત જીવ સંવિગ્નપાક્ષિકને જ ઊંચા માનશે, ગચ્છબાહ્યને નહીં. શાસ્ત્રમાં આવી કરેલી વાતમાં પણ એને જરાય અસંગતિ-શંકા-કે આશ્ચર્ય નહીં લાગે,કિન્તુ આ એકદમ બરાબર જ છે એવું લાગશે.
બાળજીવો લિંગને જુએ છે અને એને અનુરૂપ એના વિસ્મય પમાડે એવા સ્થૂલબાહ્ય આચારોને જૂએ છે, પણ સૂક્ષ્મતાથી આચરણને જોતા નથી આવી જે વાસ્તવિકતા છે તેના ૫૨થી એક સૂચન આ પણ સમજવું કે આવા જીવોને પરિકર્મિત બુદ્ધિવાળા અને સ્વ (= વક્તા) પ્રત્યે વિશ્વાસવાળા કરીને બાળકક્ષામાંથી ઉ૫૨ લાવવાનો પ્રયાસ કરવાની ભૂમિકા જ્યાં સુધી ઊભી થઇ ન હોય ત્યાં સુધી તેઓ આગળ પ્રચ્છન્ન શિથિલાચારવાળાનું ખંડન ન ક૨વું. ઉપર ઉપરની દૃષ્ટિએ તર્ક પૂર્ણ લાગે એવી કર્ણપ્રિયવાણીથી લોકોને ધર્મ ત૨ફ આકર્ષનારા હોય અને સ્વજીવનમાં અક્ષન્તવ્ય શિથાલાચા૨વાળા હોય તેવાઓના પણ,સ્વ-૫૨ને નુક્શાન ક૨ના૨ા પણ દોષો ઉક્ત બાળજીવો આગળ પ્રકટ કરવા ન જોઇએ. એમ આચારપાલનમાં સૂક્ષ્મકાળજીનો આભાસ ઊભો કરનારા ગચ્છ બાહ્યજીવોના સ્વ-૫૨ને નુક્શાન કરનારા દોષો પણ એવી વિશેષભૂમિકા ઊભી કર્યા વગર મધ્યમ કક્ષાના જીવોને કહેવા ન જોઇએ.
કે બાળજીવોને પદાર્થ-વાક્યાર્થે વગેરે સાથે આ બાળજીવો વગેરેની વિચારણા કરીએ તો એવું લાગે માત્ર પદાર્થ બોધ થાય છે, કોઇપણ જીવને મન વગેરેથી પીડા ન કરવી એટલો યથાશ્રુત અર્થ એ પકડી લે છે. પણ પછી, જિનમંદિર, લોચ વગેરે પ્રવૃત્તિમાં આ યથાશ્રુત અર્થ બાધિત થાય છે વગેરે રૂપે એ યથાશ્રુત અર્થ અને પ્રવૃત્તિનું પરસ્પર અનુસંધાન કરવાની એની ભૂમિકા હોતી નથી, કારણકે પ્રવૃત્તિવૃત્તને જોવાની એને જરૂ૨ જ લાગતી હોતી નથી. મધ્યમકક્ષાનો જીવ વૃત્તને-પ્રવૃત્તિને પ્રધાન ગણે છે. એટલે ‘કોઇને પીડા ન ક૨વી’ એવું જાણ્યા પછી જિનભવન વગેરે પ્રવૃત્તિનો વિચાર કરતાં, જો એ પૃથ્વીકાયાદિને જીવ તરીકે જાણતો હોય તો એને શંકા પડી શકે છે કે આમાં તો અન્યજીવોને પીડા કરવાનું થાય છે. એટલે આ પ્રવૃત્તિ શી રીતે કરી શકાય? આમ મધ્યમજીવ વાક્યાર્થસુધી પહોંચી શકે છે. મહાવાક્યાર્થ અને ઐદમ્યપર્યાર્થને તો પંડિત જ પામી શકે છે.
શંકા - પ્રસ્તુત બત્રીશીના ૨૧ માં શ્લોકમાં (એમ ષોડશકમાં પણ) બાળજીવને લોચ, પૃથ્વી પર સંથારો, તપશ્ચર્યા, પરીષહ સહન વગેરે સ્વરૂપ સાધુજીવનના બાહ્ય આચારની દેશના આપવાનું કહ્યું છે. જ્યારે યોગશતકમાં અપુનર્બન્ધકજીવને લૌકિક ધર્મની, સમ્યગ્દષ્ટિને શ્રાવકધર્મની, શ્રાવકને સર્વવિરતિની ને સાધુને સામાચારીની દેશના આપવાનું કહ્યું છે. અપુનર્બન્ધકજીવ બાળ હોવો સમજાય છે. એટલે પ્રસ્તુત ગ્રન્થ પ્રમાણે એને સાધુના બાહ્ય આચારોની દેશના આપવાનું જણાય છે ને યોગશતકના મતે લૌકિકધર્મની દેશના આપવાનું જણાય છે, તો આ બેમાં વિરોધ નહીં? વળી આવશ્યકની ૧૬૧૮ મી ગાથાની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એમ જણાવ્યું છે કે પહેલાં સર્વવિરતિ બતાવવી ને પછી દેશિવરતિ બતાવવી. એમ બૃહત્કલ્પ પ્રથમ ઉદ્દેશામાં