________________
द्वात्रिंशद्वात्रिंशिका तत्त्यागेनाफलं तेषां शुद्धोञ्छादिकमप्यहो। विपरीतं फलं वा स्यान्नौभंग इव वारिधौ ।।१८।। ___ तदिति । तत्त्यागेन = गीतार्थपारतंत्र्यपरिहारेण तेषां = संविग्नाभासानां शुद्धोञ्छादिकमप्यफलं विपरीतफलं वा स्यात्, वारिधाविव नौभंगः ।।१८ ।। यदि नामैतेषां नास्ति ज्ञानं, कथं तर्हि मासक्षपणादिदुष्करतपोऽनुष्ठातृत्वमित्यत आह
ગચ્છનિર્ગતને નુક્શાની. ગીતાર્થપારતન્ય રૂપ જ્ઞાનનો ત્યાગ કરવાથી પછી તે સંવિગ્ન જેવા દેખાતા અગીતાર્થો શુદ્ધ ભિક્ષા વગેરેને જે આચરે છે એ બધું પણ તેઓનું યા તો નિષ્ફળ જાય છે યા તો વિપરીત ફળ આપનારું બને છે. જેમ સમુદ્રમાં હોડીમાં છિદ્ર પડી જાય તો એ હોડી સમુદ્રને તરવા માટે યા તો નિરર્થક બની જાય છે યા તો એમાં જ પાણી ભરાવાથી એને વળગી રહેનાર માટે ઉપરથી ડુબાડનારી બને છે. એમ ભવસમુદ્રને પાર પમાડવા અંગે ગચ્છબાહ્ય તે અગીતાર્થોના શુદ્ધભિક્ષા વગેરે અનુષ્ઠાનો જાણવા. મુખ્યતયા જ્ઞાનપૂર્વકની ક્રિયા આત્માને હિતકર્તા છે. અગીતાર્થોના આ શુદ્ધભિક્ષા વગેરે અનુષ્ઠાનો જ્ઞાનપૂર્વકના ન થવાથી તાપસાદિના અજ્ઞાનકષ્ટની જેમ અજ્ઞાનકષ્ટરૂપ જ બની રહેવાથી એ આત્માને લાભકર્તા શી રીતે બને?I૧૮ જો આ અગીતાર્થોને જ્ઞાન નથી તો માસક્ષમણ વગેરે દુષ્કરતા તેઓ શી રીતે કરે છે? વિશિષ્ટ જ્ઞાન-વિવેક વિના આવો તપ થોડો સંભવે? એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
ગચ્છબહાર નીકળેલા આ અગીતાર્થો પ્રાયઃ કરીને અભિન્નગ્રન્થિક (ગ્રન્થિભેદ નહિ કરેલા) હોય છે, મૂઢ એટલે કે અજ્ઞાનઆવિષ્ટ હોય છે. એટલે અત્યંત દુષ્કર એવા પણ માસક્ષપણ વગેરે અનુષ્ઠાનો આચરે તો પણ કુતીર્થિકોની જેમ તેઓ વ્રતપરિણામ રહિત હોય છે. એટલે કે અન્ય તાપસો વગેરે પણ જેમ તેવા વિશિષ્ટ
इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ।।२-१०।।
માત્ર અમે જ તત્ત્વના સાચા જાણકાર = ગીતાર્થ છીએ. બીજા બધા તો તત્ત્વને સમજવામાં ભ્રાન્ત થયેલા છે અને તેથી અતાત્ત્વિક = અગીતાર્થ છે' આવી માન્યતા ધરાવનારા મત્સરીઓ તત્ત્વના સારથી ક્યાંય દૂર ફેંકાઇ ગયા છે.
આમ, દેશકાળાદિને અનુસરીને સંવિગ્નગીતાર્થો જે કાંઇ આચરે છે તે, શાસ્ત્રનિષિદ્ધ હોવા છતાં, વિરાધના રૂપ બનતું નથી, બલ્બ જીત-માર્ગ રૂપ બને છે અને તેથી આરાધના રૂપ હોવાના કારણે એને આચરનારા એના દ્વારા આત્મહિત સાધે છે એવો આ અધિકારનો રહસ્યાર્થ નિશ્ચિત થયો. અને તેથી જ, સંવિગ્નગીતાર્થો દેશકાળાદિને જોઇ પઢક વગેરે દ્વારા જે કાંઇ ફેરફાર કરે-- નવું આચરણ પ્રવર્તાવે તે અંગે, “શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રમાં તો આનાથી ભિન્ન વાતો કહી છે, આનો તો નિષેધ કર્યો છે, માટે આ બધા શાસ્ત્રવિરુદ્ધ છે, જિનાજ્ઞાભંજક છે, વિરાધક છે, ગુરુદ્રોહી છે, કુગુરુ છે, અવન્દનીય છે' આવી બધી બૂમરાણ મચાવી મૂકવી એ શાસ્ત્રના રહસ્યાર્થની અનભિજ્ઞતા જ છે કે બીજું કાંઇ? તથા, ‘અમને શાસ્ત્રપાઠ આપો, કયા શાસ્ત્રવચનના આધારે તમે આ ફેરફાર કરો છો?' વગેરે રીતે શાસ્ત્રપાઠ માગવા એ પણ મૂઢતા જ રહે છે ને કે બીજું કાંઇ? તેમજ, વિવલિત આચરણથી વિપરીત પ્રતિપાદન કરનારા શાસ્ત્રપાઠો લોકો સમક્ષ રજુ કરીને પોતાની જાતને શાસ્ત્રસિદ્ધાન્તસંરક્ષક, શાસ્ત્રાનુસારી, ગીતાર્થ વગેરે માની લેવી એ...તથા, “આચરણમાં ફેરફાર કરનારા આ મહાત્માઓ આ વિવલિત શાસ્ત્રપાઠને અનુસરતા નથી, માટે અગીતાર્થ છે, ને તેથી એમણે કરેલા ફેરફાર અગીતાર્થકત હોવાથી “જીત' રૂ૫ ન બને, વિરાધના જ બને..' વગેરે માન્યતાઓ અપનાવવી એ... આ બધું નરી ભ્રાન્તિ જ રહે છે ને કે બીજું કાંઇ? વસ્તુતઃ વિરાધના રૂપ શું બને એને ગ્રન્થકારે નવમા વગેરે શ્લોકમાં જણાવ્યું છે. એમાં સ્વગચ્છ પર શ્રદ્ધા ધરાવનારા ગૃહસ્થોને અન્ય સાધુઓનો સંગ કરતા વારવા... આવા આચરણને પણ વિરાધનારૂપ જણાવ્યું છે. એટલે, બીજા ગચ્છના સાધુઓને હાથ ન જોડવા, વંદન ન કરવા, એમના પ્રવચનાદિ ન સાંભળવા, સંપર્ક ન કરવો વગેરે સ્વશ્રદ્ધાળુ શ્રાવકોને જે શીખવવામાં આવે છે તે વિરાધનારૂપ શા માટે નહીં? એ બધા સુજ્ઞોએ વિચારવા યોગ્ય છે.]