________________
૧૮
द्वात्रिंशद्वात्रिंशिका गलिंगिनोर्वा स्याद्वादाश्रयणेन कथंचिदभेदात् । यदभ्यधुः श्रीहरिभद्रसूरयः ।।२।। पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु।। युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।३।। ___ पक्षपात इति । न मे = मम वीरे = श्रीवर्धमानस्वामिनि पक्षपातः = गुणानालोचनपूर्व एव रागः । कपिलादिषु च न मे द्वेषः। किन्तु यस्य वचनं युक्तिमत्तस्य परिग्रहः = स्वीकारः कार्यः । इत्थं चात्राविसंवादिवचनत्वेनैव भगवतो महत्त्वमाचार्यैरभिप्रेतम् । ।३ ।। औदयिकभावस्यापि विशिष्टस्य महत्त्वप्रयोजकत्वं व्यवस्थापयतिपुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसंगतैः। महत्त्वं महनीयस्य बाह्यमाभ्यन्तरं तथा।।४।। ___ पुण्येति । पुण्योदयभवैस्तीर्थकरनामकर्माद्युदयोत्पत्रैः भावैः = विशिष्टसंहननरूपसत्त्वसंस्थानगतिप्रજેના પરથી થાય છે એવું શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે તેનો અનુવાદ કરતાં ગ્રન્થકાર કહે છે
મને શ્રી વર્ધમાનસ્વામી પર પક્ષપાત નથી કે કપિલ વગેરે અન્ય દર્શનના પ્રણેતા પર દ્વેષ નથી. તિો પછી તમે શ્રી મહાવીર પ્રભુના વચનો સ્વીકારો છે અને કપિલ વગેરેને નથી સ્વીકારતા, આવો ભેદ કેમ?. એટલા માટે કે] જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો જોઇએ. [અમને શ્રીવીરવિભુના વચનો યુક્તિસંગત લાગ્યા છે એટલે એનો અમે સ્વીકાર કરીએ છીએ. આમ, શ્રી મહાવીરદેવને ભગવાન્ તરીકે જે સ્વીકાર્યા છે અને કપિલ વગેરે ને જે નથી સ્વીકાર્યા એનું કારણ “પ્રભુ મહાવીરદેવ પાસે સમવસરણ વગેરેની ઋદ્ધિ છે જે કપિલ વગેરે પાસે નથી' એવું ન જણાવતા “પ્રભુનું વચન અવિસંવાદી છે, કપિલાદિનું તેવું નથી.' એવું જ જે જણાવ્યું છે તેનાથી આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજાને “અવિસંવાદી વચનરૂપે જ પ્રભુમાં અસાધારણ મહત્ત્વ છે' એવું અભિપ્રેત છે એ સૂચિત થાય છે.llall [શાસ્ત્રોમાં તો “અષ્ટ મહાપ્રતિહાર્યની પૂજાને યોગ્ય એ અહમ્' વગેરે દ્વારા, જિનનામકર્મના ઉદયે પ્રાપ્ત થયેલ બાહ્યસંપત્તિ વગેરે રૂપે પણ પ્રભુમાં મહત્ત્વ હોવું જણાવ્યું છે. એટલે] વિશિષ્ટ ઔદયિકભાવ પણ મહત્ત્વપ્રયોજક છે એ વાતને વ્યવસ્થાપિત કરતાં ગ્રન્થકાર કહે છે
વિશિષ્ટ ઓદયિકભાવ પણ મહત્ત્વ પ્રયોજકી. કેવલજ્ઞાન વગેરે ક્ષાયિક ભાવોથી સહચરિત, જિનનામકર્મ વગેરે પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ સંઘયણ-રૂપ-સત્ત્વ-સંસ્થાન-ગતિ વગેરે ઔદયિક ભાવોથી પણ મહનીય પ્રભુમાં મહત્ત્વ હોય છે એવું શાસ્ત્રજ્ઞો માને છે. આમ (૧) ક્ષાયિક સંગત આ ઔદયિકભાવોથી થયેલું આ બાહ્ય મહત્ત્વ છે અને અવિસંવાદી વચનથી થયેલું પૂર્વોક્ત આભ્યન્તર મહત્ત્વ છે. એમ આ બન્ને મહત્ત્વ પૂજ્ય પુરુષમાં હોય છે. અથવા તો (૨) ઔદયિકભાવો અને અવિસંવાદીવચન એ બન્નેથી એક વિશિષ્ટ જ મહત્ત્વ ઉત્પન્ન થયું હોય છે જે કથંચિત્ બાહ્ય મહત્ત્વ અને આભ્યન્તર મહત્ત્વ એમ બન્ને વ્યપદેશ પામે છે. જ્યારે બાહ્ય સંપત્તિની પ્રધાન વિવક્ષા હોય ત્યારે એ બાહ્યમહત્ત્વ કહેવાય અને જ્યારે અવિસંવાદી વચનની પ્રધાન વિવેક્ષા હોય ત્યારે એ આભ્યન્તર મહત્ત્વ કહેવાય. અથવા આવો અર્થ સમજવો – (૧) વિશિષ્ટ સંઘયણ-રૂપ વગેરે ઔદયિકભાવ એ બાહ્ય મહત્ત્વ ને કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકભાવ એ આભ્યન્તર મહત્ત્વ. આમ બન્ને સ્વતંત્ર મહત્ત્વ થયા. અથવા (૨)