________________
૪૮
निराकरणमिति व्यक्तमुपदेशपदे । । १४ ।।
सर्वत्रैव हिता वृत्तिः समापत्त्याऽनुरूपया ।
ज्ञाने संजीविनीचारज्ञातेन चरमे स्मृता । ।१५।।
द्वात्रिंशद्वात्रिंशिका
सर्वत्रेति । सर्वत्रैव भव्यसमुदाये हिता = हितकारिणी वृत्तिः = प्रवृत्तिः समापत्त्या = - सर्वानुग्रहपरिणत्याSनुरूपया = उचितया संजीविनीचारज्ञातेन चरमे ज्ञाने भावनामये स्मृता । अत्रायं भावार्थो वृद्धैरुपदिश्यतेयथा किल कयाचित् स्त्रिया कृत्रिमगवीकृतस्य स्वपत्युर्वटवृक्षाधःस्थितया विद्याधरीवचनेनोपलब्धस्वभावलाभोपायभावं संजीविनीसद्भावं तत्र विशिष्याजानानया तत्प्रदेशवर्तिनी सर्वेव चारिस्तस्य चारिताऽनुषंगतः संजीविन्युपभोगाच्च स पुरुषः संवृत्त इति । एवं सर्वत्रैव कृपापरं भावनाज्ञानं भवति, हितं तु योग्यतानियतसं
અવિસંવાદી વાત કહી હોય છે તેને દૃષ્ટિવાદમૂલક સમજી, તે સારી વાતનો ‘આ તો ફલાણાએ કહી છે, માટે એ સારી હોય જ નહિ’ ઇત્યાદિરૂપે તિરસ્કાર કરવામાં દૃષ્ટિવાદનો જ તિરસ્કાર થાય છે એવું ઉપદેશપદગ્રન્થમા સ્પષ્ટરૂપે જણાવ્યું છે. [જુઓ ઉપદેશપદ ગાથા ૬૯૩/૬૯૪. ત્યાં કહ્યું છે કે અન્યદર્શનમાં જે વાત અર્થથી સમાન હોય યા સાન્વર્થ શબ્દોથી પણ સમાન હોય તેના અંગે પ્રદ્વેષ રાખવો એ મોહ છે, જિનમતસ્થિત સાધુ-શ્રાવકો માટે તો એ વિશેષ કરીને મોહરૂપ છે. દ્વાદશાંગીને સર્વપ્રવાદોનું મૂળ કહી છે. માટે એ રત્નાકર સમાન છે. તેથી અન્ય શાસ્ત્રોમાં પણ જે કાંઇ સુંદર વાતો મળે તે બધીનો દ્વાદશાંગીમાં સમવતાર કરવો. માટે વ્યાસકપિલ વગેરે પ્રણીત યોગશાસ્ત્રોમાં જે અકરણનિયમ વગેરે સુંદર વાતો આવે છે તે બધી જિનાગમસમુદ્રમાંથી જ લબ્ધસ્વરૂપ જાણવી. એટલે તેની અવજ્ઞા કરવામાં શ્રી જિનાવજ્ઞા થતી હોવાથી કોઇ કલ્યાણપ્રાપ્તિ થતી નથી.]॥૧૪॥ [ભાવનામયજ્ઞાનની વિદ્યમાનતામાં શું થાય છે એ જણાવવા ગ્રન્થકાર કહે છે—]
ચરમ ભાવનામય જ્ઞાનની હાજરીમાં, ઉચિત એવી સર્વજીવો પર અનુગ્રહ કરવાની પરિણતિ રૂપ સમાપત્તિના પ્રભાવે, સર્વ ભવ્યજીવોના સમુદાયની હિતકર પ્રવૃત્તિ ચારિસંજીવિનીચાર ન્યાયે પ્રવર્તે છે. ‘સ્વસિદ્ધાન્ત સર્વદર્શનોના સમૂહ રૂપ છે' આવી બુદ્ધિની થયેલી વ્યુત્પત્તિના પ્રભાવે અન્યદર્શનમાં ૨હેલ જીવો પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે, [એ જીવો પર ‘હરીફ’ વગેરેપણાંનો ભાવ ઊભો થતો નથી.] ચારિસંજીવિનીચાર દૃષ્ટાન્ત અંગે વૃદ્ધ પુરુષો આવો ભાવાર્થ જણાવે છે – કોઇ સ્ત્રીએ સ્વપતિને વશ ક૨વા માટે કોઇ પરિવ્રાજિકાએ ઉપદિષ્ટ ઉપાય અજમાવ્યો અને તેનો પતિ બળદ બની ગયો. પછી તો ઘણું દુઃખ થયું. રોજ બળદને ચારો ચરાવવા લઇ જાય છે. એકવાર પોતે વડલાની નીચે બેઠી હતી. ત્યારે ત્યાં આવેલી પરસ્પર વાત કરતી વિદ્યાધરી પાસેથી એટલું સાંભળવા મળ્યું કે આ જ વડ નીચે સંજીવની નામની જે ઔષધિ છે તે ચરાવવામાં આવે તો આ કૃત્રિમ બળદ પાછો સ્વાભાવિક મનુષ્યરૂપને પામે. પણ કઇ ઔષધિ સંજીવની છે? એ વિશેષ રીતે ન જાણનાર તે સ્ત્રીએ સ્વપતિને વડ નીચેની બધી ઔષધિઓ ક્રમશઃ ચરાવી. એમાં ભેગી ભેગી સંજીવની ઔષધિ પણ જેવી ચ૨વામાં આવી ગઇ કે તુરંત એ બળદ પુનઃ મનુષ્ય બની ગયો. આમ જેમ એ સ્ત્રીની તે પુરુષ બળદનું હિત કરવાની બુદ્ધિ હતી (અને એ મુજબ હિતકર પ્રવૃત્તિ હતી) તેમ ભાવનાજ્ઞાનવાળા મહાનુભાવને સર્વજીવો પર હિતકર બુદ્ધિ હોય છે, અને તદનુરૂપ હિતકર પ્રવૃત્તિ હોય છે. એનાથી પોતપોતાની યોગ્યતાને અનુસરીને તે તે જીવોનું હિત થાય છે.।।૧૫। આ ભાવનાજ્ઞાનના જ ફળની
जं अत्थओ अभिण्णं अण्णत्था सद्दओ वि तह चेव । तम्मि पओसो मोहो विसेसओ जिणमयठियाणं । । ६९३ ।। सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि । । ६९४ ।।