________________
HERE REGRERENERGIERGREENGRERERGREGRERERERGY RGRENGNGRYNGREREREREREREREREREI
888888N/MSYS8% ધ્યાન દીપિકા
થાય એટલા હેતુથી; ધ્યાનમાર્ગમાં સાથે ચાલવાવાળી અથવા ધ્યાનનો માર્ગ બતાવનારી દીપિકા કહીશ એમ ગ્રંથકારે જણાવ્યું.
માર્ગ વિકટ હોય, તેમાં વળી રાત્રી અંધારી હોય અને રસ્તો અજાણ્યો હોય, આ વખતે અવશ્ય કરીને ભોમિયાની જરૂર હોય છે. ભોમિયા વિના તેવા અજાણ્યા વિકટ રસ્તામાં હેરાન થવાનો, દુઃખી થવાનો, ભૂલા પડવાનો, લૂંટાવાનો અને માર ખાવાનો સંભવ રહે છે. એવી જ રીતે આ મારી દીપિકા (ગ્રંથ) ધ્યાનના માર્ગમાં ચાલના૨ મુસાફરોનેમુમુક્ષુઓને સાથે આવી ભોમિયાનું કામ કરશે.
અજ્ઞાન-અંધારામાં પ્રકાશ કરશે, ભૂલા પડેલાને માર્ગે ચડાવશે, કામક્રોધાદિ ચોરોથી બચવાની યુક્તિ જણાવશે એટલું જ નહીં, પણ નવીન મોહાદિનો પરાજય કરવાનો રસ્તો દેખાડશે. આ ધ્યાનદીપિકા કહેવાનો મારો આ જ ઉદ્દેશ છે. ધ્યાનના અર્થી જીવોને ગ્રંથકારની સૂચના. जैनागमार्थानवलंब्य मोह ध्वांतातकृत्री शमशुद्धिदात्री । ध्यानार्थिभिःस्वांतगृहे विधेया नित्यं निजोद्योतकृते कृतीशैः ॥३॥
પોતાના ઉદયને માટે મહાન પ્રયત્ન કરનાર ધ્યાનના અર્થી જીવોએ જૈન આગમના અર્થનું અવલંબન કરીને મોહરૂપ અંધકારનો નાશ કરનારી અને સમભાવની વિશુદ્ધિને આપનારી આ ધ્યાનદીપિકાને નિરંતર પોતાના અંતઃકરણરૂપ ઘરને વિષે ધારણ કરવી. ૩.
ભાવાર્થ : ઇચ્છા ખરેખર આત્માનો ઉદય કરવાની જ હોય તો આ ધ્યાનદીપિકાને તમારા હૃદયમંદિરમાં નિરંતર પધરાવી રાખો.
-
Jain Education International
38/88888888838398398a8a8888888
૨૦ 888833838a8a8a8a8a8&sla8a88888888888888
For Private & Personal Use Only
8888888
www.jainelibrary.org