SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ HERE REGRERENERGIERGREENGRERERGREGRERERERGY RGRENGNGRYNGREREREREREREREREREI 888888N/MSYS8% ધ્યાન દીપિકા થાય એટલા હેતુથી; ધ્યાનમાર્ગમાં સાથે ચાલવાવાળી અથવા ધ્યાનનો માર્ગ બતાવનારી દીપિકા કહીશ એમ ગ્રંથકારે જણાવ્યું. માર્ગ વિકટ હોય, તેમાં વળી રાત્રી અંધારી હોય અને રસ્તો અજાણ્યો હોય, આ વખતે અવશ્ય કરીને ભોમિયાની જરૂર હોય છે. ભોમિયા વિના તેવા અજાણ્યા વિકટ રસ્તામાં હેરાન થવાનો, દુઃખી થવાનો, ભૂલા પડવાનો, લૂંટાવાનો અને માર ખાવાનો સંભવ રહે છે. એવી જ રીતે આ મારી દીપિકા (ગ્રંથ) ધ્યાનના માર્ગમાં ચાલના૨ મુસાફરોનેમુમુક્ષુઓને સાથે આવી ભોમિયાનું કામ કરશે. અજ્ઞાન-અંધારામાં પ્રકાશ કરશે, ભૂલા પડેલાને માર્ગે ચડાવશે, કામક્રોધાદિ ચોરોથી બચવાની યુક્તિ જણાવશે એટલું જ નહીં, પણ નવીન મોહાદિનો પરાજય કરવાનો રસ્તો દેખાડશે. આ ધ્યાનદીપિકા કહેવાનો મારો આ જ ઉદ્દેશ છે. ધ્યાનના અર્થી જીવોને ગ્રંથકારની સૂચના. जैनागमार्थानवलंब्य मोह ध्वांतातकृत्री शमशुद्धिदात्री । ध्यानार्थिभिःस्वांतगृहे विधेया नित्यं निजोद्योतकृते कृतीशैः ॥३॥ પોતાના ઉદયને માટે મહાન પ્રયત્ન કરનાર ધ્યાનના અર્થી જીવોએ જૈન આગમના અર્થનું અવલંબન કરીને મોહરૂપ અંધકારનો નાશ કરનારી અને સમભાવની વિશુદ્ધિને આપનારી આ ધ્યાનદીપિકાને નિરંતર પોતાના અંતઃકરણરૂપ ઘરને વિષે ધારણ કરવી. ૩. ભાવાર્થ : ઇચ્છા ખરેખર આત્માનો ઉદય કરવાની જ હોય તો આ ધ્યાનદીપિકાને તમારા હૃદયમંદિરમાં નિરંતર પધરાવી રાખો. - Jain Education International 38/88888888838398398a8a8888888 ૨૦ 888833838a8a8a8a8a8&sla8a88888888888888 For Private & Personal Use Only 8888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy